________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો.
P પ૩૫
અત્રે જે અજૈન લલિત સાહિત્ય પ્રસ્તુત છે તેનો મોટો ભાગ સંસ્કૃતમાં છે અને બહુ થોડો ભાગ પાઈયમાં છે. સંસ્કૃત ભાગને હું નીચે મુજબના છ કામચલાઉ પેટાભાગોમાં વિભક્ત કરું છું :
(૧) મહાકવિઓનાં કાવ્યો, (૨) ચંપ, (૩) બૃહત્ ગદ્યાત્મક કાવ્યો, (૪) ખંડ-કાવ્યો, (૫) શતકો અન (૬) સ્તોત્રો.
આ બધાંનો ક્રમશઃ વિચાર કર્યા બાદ પાઈય સાહિત્યનાં સુભાષિતો અને રૂપકો એમ બે પેટાવિભાગનું નિરૂપણ હું હાથ ધરીશ.
[5] સંસ્કૃત શ્રવ્ય વાવ્યો [ ]
(૧) મહાકવિઓનાં કાવ્યો [૯] કાલિદાસ, ભારવિ, ભટ્ટિ, માઘ, શ્રીહર્ષ અને કવિરાજ “મહાકવિ” ગણાય છે. એ સૌમાં સમયની દૃષ્ટિએ કાલિદાસ પ્રથમ હોઈ એમનાં કાવ્યોથી હું હવે શરૂઆત કરું છું.
(૧) રઘુવંશ (ઉ. ઈ. સ.ની પાંચમી સદી)- આ મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યના અભ્યાસીથી અજાણ્યું નથી. એનું નામ જ કહી આપે છે તેમ એમાં રઘુનો વંશ ૧૯ સર્ગમાં વર્ણવાયો છે. દિલીપ નામના ભલા રાજાથી માંડીને અગ્નિવર્ણ નામના દુષ્ટ રાજા સુધીના ર૯ની હકીકત અહીં અપાઈ છે. સર્ગ ૧૦-૧૫માં રામચન્દ્રનું ચરિત્ર છે. આ મહાકાવ્યના કર્તા કાલિદાસ છે. કુમારિલે એમની P પ૩૬ પ્રશંસા કરી છે. કાલિદાસનો સમય વિવાદાસ્પદ છે. ઘણાખરા વિદ્વાનો એમના સમય તરીકે ઈ.સ.ના ચોથા સૈકાના અંત અને પાંચમાના પ્રારંભનો ગાળો સૂચવે છે. કેટલાક તો એમને ઇ.સ.ની પહેલી સદીમાં થઈ ગયેલા માને છે. ગમે તેમ એમની પૂર્વે કોઈ સંસ્કૃત કવિએ રાજાઓના વંશનું વર્ણન કર્યું હોય એમ જાણવામાં નથી.
સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા માટે જે પાંચ મહાકાવ્યો ભણાવાય છે તેમાંનું આ એક હોવાથી એના ઉપર જૈન મુનિવરોએ પણ ટીકાઓ રચી છે. એનો હવે હું નિર્દેશ કરુ છું. ૧. આનાં વિવિધ પ્રકાશનોની નોંધ D 0 G C M (Vol. XIII, pt. 2, p. 1960માં લેવાઈ છે. એમાં આ
કાવ્યના અંગ્રેજી પદ્યાત્મક અનુવાદનો પણ ઉલ્લેખ છે. ૨. દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ, કુશ, અતિથિ, નિષધ, નલ, નાભ, પુંડરીક, ક્ષેમધન્ય, દેવાનીક, અહિમન્યુ,
પારિયાત્ર, શીલ, ઉન્નાભ, વજઘોષ, શંખન, વ્યતિતાશ્વ, વિશ્વસહ, હિરણ્યનાભ, કૌશલ્ય, બ્રહ્મમિઠ, પુત્ર, પુણ્ય, ધ્રુવ-સબ્ધિ, સુદર્શન અને અગ્નિવર્ણ. ૩. બીજા ચાર મહાકાવ્યો માટે જુઓ પૃ. ૪૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org