________________
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. પ૨૬-૫૨૯].
૩૧૫ વિલક્ષણ ઉલ્લેખ- પૃ. ૪૭માં સિદ્ધપુરની પાસે તો “સરસ્વતી નદી (જે સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ વહે છે તે) પૂર્વ તરફ વહે છે એવો ઉલ્લેખ સિદ્ધપુરના રુદ્રમહાલયના વર્ણન પ્રસંગે કરાયો છે.
ભજવણી– આ પ્રમાણેની વિવિધ હકીકતો રજૂ કરનારું આ ઐતિહાસિક નાટક વસ્તુપાલના 9 પર પુત્ર જયન્તસિંહની આજ્ઞાથી ખંભાતમાં ભીમેશ્વરદેવના યાત્રામહોત્સવમાં ભજવાયું હતું.
*ધર્માલ્યુદય (છાયાનાટ્યપ્રબન્ધ) (ઉં. વિક્રમની ૧૩મી) સદી– આના કર્તા મેઘપ્રભસૂરિ છે. આ નાટક દશાર્ણભદ્રનું જીવનચરિત્ર રજૂ કરે છે. એ પાર્શ્વનાથના જિનાલયમાં યાત્રાપ્રસંગે ભજવાયું હતું. એમાં ૪૨ પદ્યો છે. પત્તન સૂચી (ભા. ૧, પૃ.૩૮૭)માં આ નાટકની એક તાડપત્રીય હાથપોથીની નોંધ છે. એ ઉપરથી આ નાટકનો રચના-સમય વિક્રમની તેરમી સદી કરતાં અર્વાચીન નથી એમ
અનુમનાય છે.
P પ૨૯
'જર્મન-અનુવાદ– આ કૃતિનો જર્મને અનુવાદ થયેલો છે.
પંચનાટક (ઉ. વિ. સં. ૧૪૬૦)- આના કર્તા માણિક્યદેવસૂરિ છે. એમણે વિ. સં. ૧૪૬૪ પહેલાં જે “નલાયન-મહાકાવ્ય રચ્યું છે તેની પ્રશસ્તિમાં એમણે આ કૃતિની નોંધ લીધી છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૦૫)માં આ સૂરિને મેઘનાટકના કર્તા કહ્યા છે તો એ નાટક અત્રે પ્રસ્તુત છે કે કેમ તે જાણવું બાકી રહે છે.
રંભામંજરી (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા તે ‘હમ્મીરમદમર્દન નામના કાવ્યા રચનાર નયચન્દ્રસૂરિ છે. એઓ “કૃષ્ણર્ષિ'ગચ્છના જયસિંહસૂરિના સંતાનીય થાય છે. આ નાટિકાનો નાયક જયચન્દ્ર (જૈનચન્દ્ર) છે. આ નાટિકા (પૃ. ૮-૯)માં એવો ઉલ્લેખ છે કે (વેણીકૃપાણ) અમર (ચન્દ્ર)નું કાવ્ય અંગે લાલિત્ય છે અને શ્રીહર્ષની વક્રિમા છે, જ્યારે (આ) નયચન્દ્ર કવિતા કાવ્યમાં આ બંને લોકોત્તર (ગુણ) એકસાથે જોવાય છે.
ટિપ્પણ– આ કોઈકે રચ્યું છે.
પ્રબોધચન્દ્રોદય નાટક- આ નામની બે કૃતિ છે. એકના કર્તા ધર્મસેન છે તો બીજાના મુનિસુન્દરસૂરિના શિષ્ય રત્નશખર છે. ૧. આ નાટકની એક હાથપોથીના અંતમાં એક પ્રશસ્તિકાવ્ય જોવાય છે. એ “શકુનિકા-વિહાર” નામના મંદિરની ભીંતમાં પત્થરમાં કોતરાવાયું હતું. એમાં વસ્તુપાલ અને તેજપાલના અદ્ભત દાનની પ્રશંસા કરાઈ
છે. આજે તો આ મંદિરની મસ્જિદ બની ગઈ છે. ૨. આ નાટક પાય લખાણની છાયા સહિત “જૈ. આ. સ.” તરફથી ઇ. સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાયું છે. ૩. આ પ્રમાણેનો ઉલ્લેખ આ નાટકના અંતમાં છે. ૪. આ અનુવાદ Indische Shattentheater (પૃ. ૪૮ઈ)માં છપાયો છે. પ. જુઓ પૃ. ૭૨-૭૪
૬. નલાયનની મુદ્રિત આવૃત્તિમાં પ્રશસ્તિ નથી. ૭. આ રામચન્દ્ર શાસ્ત્રી અને બી. કેવળદાસે મુંબઈથી ઇ. સ. ૧૮૮૯માં પ્રકાશિત કરી છે. [વિશેષ માટે જુઓ.
નયચન્દ્ર ઔર ઉનકા ગ્રંથ રંભામંજરી' એ. એન. ઉપાધે, પ્રેમીઅભિનદનગ્રન્થ પૃ. ૪૧૧] ૮. જુઓ પૃ. ૧૬૬-૧૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org