________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૨૧૦-૨૧૩]
૧૩૧
સંખ્યામાં રચાઈ છે. એમાંની એક તે આ યશસ્તિલક છે. એના કર્તા ‘ગૌડ સંઘના યશોદેવના શિષ્ય નેમિદેવના શિષ્ય દિ. સોમદેવ છે. આ દિ. ગ્રંથકારે 'નીતિવાક્યામૃત પણ રચ્યું છે અને એમાં પોતાની આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. આ ચંપૂની રચના “રાષ્ટ્રકૂટ’ વંશના નૃપતિ કૃષ્ણદેવ ત્રીજાના રાજ્ય ૨ ૨૧૨ દરમ્યાન શકસંવત્ ૮૮૧માં થઈ છે. આ ચંપૂ સાતઆશ્વાસમાં વિભક્ત છે. એમાં ઉજ્જૈનના પૌરાણિક (legendary) રાજા યશોદેવનો વૃત્તાન્ત આલેખાયો છે. સાથે સાથે જૈન દર્શનના સિદ્ધાન્તોનું પ્રસંગોપાત્ત નિરૂપણ છે. વળી આ ચંપમાં કેટલાક ગ્રંથકારોનાં નામ છે.
ટીકાઓ-યશસ્તિલક ઉપર નીચે મુજબની બે ટીકાઓ છે. (૧) પંજિકા– આના કર્તા શ્રીદેવ છે. ”
(૨) ચન્દ્રિકા- આ ટીકાના કર્તા દિ. શ્રુતસાગર છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૦૨માં લખાયેલી મળે છે. આ ઉપલબ્ધ ટીકા પાંચમા આશ્વાસના અંશ સુધી જોવાય છે એટલે શ્રુતસાગરને જ હાથે એ કદાચ અપૂર્ણ રહી હશે.
અંગ્રેજી [અને હિન્દી] નિબંધ- યશસ્તિલકને અંગે પ્રા. હુંડિકુઈએ અભ્યાસપૂર્ણ અને વિસ્તૃત નિબંધ નામે “Yashastilaka & Indian Culture” લખ્યો છે. એમાં યશસ્તિલકને અંગે સામાજિક વગેરે જાતજાતની બાબતો વિષે માહિતી અપાઈ છે. [ડૉ. ગોકુલચન્દ્ર જૈનનું યશસ્તિલકકા સાંસ્કૃતિક અધ્યયન' પાર્શ્વનાથ વિદ્યાપીઠ વારાણસીથી પ્રસિદ્ધ થયું છે.]
*કુવલયમાલા (લ. વિ. સં. ૧૩00)- આના કર્તા રત્નપ્રભસૂરિ છે. એઓ “ચન્દ્ર' ગચ્છના પરમાનન્દસૂરિના શિષ્ય અને દેવાનન્દશબ્દાનુશાસનના કર્તા દેવાનન્દના પ્રશિષ્ય થાય છે. એમણે આ કૃતિ “દાક્ષિણ્યચિહ્નસૂરિ ઉર્ફે ઉદઘોતનસૂરિ દ્વારા જ. મ. માં રચાયેલી કુવલયમાલાના આધારે યોજી ૨૧૩ છે. એમની આ કૃતિની રચનામાં એમના શિષ્ય કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ લ. વિ. સં. ૧૩૦)માં સહાય કરી હતી. આ ૩૮૯૪ શ્લોક જેવડી કૃતિ પાંચ પ્રસ્તાવમાં વિભક્ત છે.
આમાં ક્રોધ, માન, માયા, લોભ અને મોહ ઉપરથી અનુક્રમે યોજાયેલાં નામથી ઓળખાવાયેલા ચંડોમ, માનભટ, માયાદિત્ય, લોભદેવ અને મોહદત્ત એ પાંચ જીવોના પાંચ પાંચ ભવોની કર્મલીલા રોમાંચક રીતે રજૂ કરાઈ છે. વિશેષમાં એમાં મોહદત્તની વિષયવાસનાની પરાકાષ્ઠા વર્ણવાઈ છે. અંતિમ ભવમાં એ કામગજેન્દ્ર તરીકે જીવન જીવે છે અને એ મહાવીરસ્વામી પાસે દીક્ષા લઈ મોક્ષ ૧. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૬૧-૨૬૩) ૨. આ કાવ્યમાલા ૭૦માં ઈ.સ. ૧૯૧૬માં છપાયેલી છે. જુઓ ટિ. ૩ ૩. આ “જીવરાજ જૈન ગ્રંથમાલા”માં “ગ્રંથાંક ૨' તરીકે “જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ” તરફથી સોલાપુરથી ઈ.
સ. ૧૯૪૯માં છપાયો છે. ૪. આ કૃતિ “જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાયેલી છે. આની એક હાથપોથી વિ. સં. ૧૪૩૮માં લખાયેલી મળે છે. [‘કુવલયમાલા કથા સંક્ષેપ' નામે આ સિંધી જૈ. ગ્રં. ૪૫માં અને એનું પુનર્મુદ્દણ “પ્રાચીન સાહિત્ય પુનઃ પ્રકાશન શ્રેણિ” ૬માં થયું છે.] ૫. એમને ત્રણ શિષ્યો હતા. કનકપ્રભ, પરમાનન્દ અને રત્નપ્રભ. ૬. આને જ સિદ્ધસારસ્વત કહેતા હોય એમ લાગે છે, જો એમ જ હોય તો જૈ. સં. સા.ઈ. (ખંડ ૧, પૃ. ૮૮) જોવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org