________________
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : [પ્ર. આ. ૨૮૩-૨૮૪]
૧૭૭
જયા, વિજયા અને અપરાજિતા નામની ત્રણ દેવીઓ માનવદેવસૂરિના સાંનિધ્યમાં રહેતી હોવાનો પણ અહીં નિર્દેશ છે.
પ્ર. ચ. માં માનવદેવસૂરિનો પ્રબન્ધ છે. એમાં કહ્યું છે કે શાન્તિનાથના શાસનની દેવી નામે શાન્તિ પોતાની બે મૂર્તિઓ બનાવી અમારા (વિજય અને જયાના) મિષથી એમને વન્દન કરે છે.
આ શાન્તિસ્તવના તૃતીય પદ્યમાં ‘અતિશય’ના અર્થમાં ‘અતિશેષક’ શબ્દ વપરાયો છે. એના ચૌદમાં પદ્યમાં એક પ્રકારનો ‘ષોડશીમન્ત્ર’ છે અને સોળમામાં આ કૃતિનું ‘શાન્તિસ્તવ' નામ છે. ટીકાઓ– આ કૃતિ ઉપર હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૨૮માં, ગુણવિજયે વિ. સં. ૧૬૫૮માં તેમજ સિદ્ધિચન્દ્રગણિએ તથા ધર્મપ્રમોદગણિએ વિ. સં. ૧૬૯૦ના અરસામાં એકેક ટીકા રચી છે. આ ઉપરાંત ધર્મપ્રભગણિએ તેમ જ ભાવકુશલે પણ તેમ કર્યું છે.
અવસૂરિ– કોઈક આ રચી છે.
અનુવાદો– આ ગુજરાતી તેમજ હિન્દીમાં છે.
બૃહચ્છાન્તિસ્તવ– આ સ્વતંત્ર કૃતિ છે કે કોઇકના અંશરૂપ એ બાબત જેમ વિવાદાસ્પદ ગણાય છે તેમ એના કર્તા અને રચનાસમય પરત્વે પણ મતભેદ છે. આનો અંતિમ નિર્ણય આ કૃતિની પ્રાચીન અને વિશ્વસનીય હાથપોથીઓ જોવા મળ્યે થઈ શકે. આથી અહીં તો તેના પ્રચલિત સ્વરૂપને લક્ષી કેટલીક બાબતો દર્શાવું છું.
આ કૃતિ કેવળ ગદ્યાત્મક કે પદ્યાત્મક નથી પરંતુ ઉભયાત્મક છે. એમાં 'દસ પદ્યો છે. આ કૃતિનો પ્રારંભ એક પદ્યથી કરાયો છે તો અંતમાં પાંચ પદ્યો છે. આ કૃતિ તીર્થંકરના જન્માભિષેકને અંગેની છે.
એમાં ઋષભાદેવાદિ ૨૪ તીર્થંકરોનાં, સોળ વિદ્યાદેવીઓનાં તેમ જ નવ ગ્રહોનાં નામો છે. ત્યાર બાદ આઠ લોકપાલોનાં નીચે મુજબ નામો છેઃ–
સોમ, યમ, વરુણ, કુબેર, વાસવ (ઇન્દ્ર), આદિત્ય, સ્કન્દ (કાર્તિકેય) અને વિનાયક (ગણપતિ). આ પૈકી પહેલાં ચાર નામ જૈન માન્યતા મુજબનાં છે તો બાકીનાં ચાર વૈદિક હિન્દુઓના મત અનુસાર છે.
આ કૃતિમાં શાન્તિનાથને અંગે બે પદ્યો છે. વિશેષમાં ગ્રામદેવતા, નગરદેવતા અને ક્ષેત્રદેવતાનો બાંધેભારે ઉલ્લેખ છે. આ શાન્તિપાઠ રજૂ કરનારી કૃતિમાં (૧) શ્રમણસંઘ, (૨) જનપદો, (૩) ૧. એક પદ્ય પાઈયમાં છે.
૨. કેટલીક પ્રાચીન હાથપોથીઓમાં ‘‘નૃત્યન્તિ’’ આ પૈકી એકનું નામ સવાંસ્ર મહાજ્વાલા છે. શરૂ થતું એક જ પદ્ય જોવાય છે. ૩-૪. આમાં ચન્દ્રને પ્રથમ સ્થાન અપાયું છે.
૧૨
Jain Education International
For Personal & Private Use Only
ઇતિ.ભા.૨.
www.jainelibrary.org