________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૯૨-૩૯૪]
૨૪૧ “દઉંદ: સરસ્ટ ૩ વ7 [ હું ર્ સ્વાહા” ભાષાન્તર- આ સંસ્કૃત સંસ્તવનનું ગુજરાતીમાં ભાષાન્તર (મહા.નવ. પૃ. ૨૬૧-૨૬૨માં છપાયેલું છે.
''પંચષષ્ટિયન્ટગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્ર ( )- આ જયતિલકસૂરિના કોઈ શિષ્ય (? શિવનિધાને) આઠ પદ્યોમાં અનુષ્ટ્રભુમાં પાંસઠિયા યત્નથી ગર્ભિત અને ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોની સ્તુતિરૂપ કૃતિ રચી છે. એનો પ્રારંભ “ગાવી નેમિનિન નથી કરાયો છે. પહેલાં પાંચે પદ્યો ચોવીસ તીર્થંકરોનાં નામ રજૂ કરે છે. પછીનાં બે પદ્યો આ સ્તોત્રનો પ્રભાવ દર્શાવે છે. અંતિમઆઠમું પદ્ય કર્તાના ગુરુનું નામ જણાવે છે.
“મહાસર્વતોભદ્ર' યન્ત્ર- આ સ્તોત્રગત આ યત્ર નીચે મુજબ છે –
P ૩૯૪
૨૨ | ૩ | ૯ | ૧૫ | ૧૬
૧૪ | ૨૦ | ૨૧ | ૨ |
૧ | ૭ | ૧૩ | ૧૯ | ૨૫
૧૮ | ૨૪ | ૫ | ૬ |૧૨ ૧૦ | ૧૧ | ૧૭ | ૨૩ | ૪
આ ૨૫ ખાનામાં ૧ થી ૨૫ સુધીના અંકો છે. આ અંકોનો ઊભી લીટીઓમાં, આડી લીટીઓમાં ઈત્યાદિ ૭ર પ્રકારે સરવાળો કરતાં જવાબ ૬૫ આવે છે. આથી આને સંસ્કૃતમાં પંચષષ્ટિયન્સ' અને ગુજરાતીમાં “પાંસઠિયો” યત્ર કહે છે.
૧. આ કૃતિ વિવિધ સ્થળેથી પ્રસિદ્ધ કરાઈ છે. દા. ત. “મુ. કે. જે. મો. માર્ગમાં પ્રકાશિત ઋષિમંડલ સ્તોત્રના
અંતમાં–પૃ. ૬૭ માં આ અપાઈ છે. એ “લોગસ્સસૂત્ર સ્વાધ્યાય” નામના પુસ્તક (પૃ. ૯૨)માં “જૈન
સાહિત્ય વિકાસ મંડળ” તરફથી ઈ. સ. ૧૯૬૫માં છપાવાઈ છે. ૨. આ યગ્નમાં ૭૨ પ્રકારે (૬૫ એવો) એક જ સરવાળો આવે છે. એથી ઓછા ઓછા પ્રકારે આવનારાં
યત્નોનાં નામ સર્વતોભદ્ર, અતિભવ્ય, ભવ્ય ઇત્યાદિ છે. ૩. ૧ થી ૨૪ અંકો ઋષભદેવાદિ ૨૪ તીર્થકરોને અંગેના છે જ્યારે ૨૫નો અંક મલ્લિનાથના દેહના પચ્ચીસ
ધનુષ્યના માપનો ઘાતક છે. ૪. આ બધા પ્રકારોનું આલેખન લો. સ્વા. (પૃ. ૧૦૪-૧૦૯)માં જોવાય છે.
૧૬
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org