________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૨૭-૪૩૦]
૨૬૧ શ્રી અગરચન્દ્ર નાહટાએ “ભાવારિવારણ-પાદપૂર્વાદિસ્તોત્રસંગ્રહની હિન્દી પ્રસ્તાવના (પૃ.૨)માં કર્યો છે તે વિચારણીય જણાય છે.
(૩) જૈનધર્મવરસ્તોત્ર (ઉ. વિ. સં. ૧૭૯૧)– આના કર્તા “પૉર્ણમીય” ગચ્છના P. ૪૨૯ મહિમપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ છે. એમણે વિ. સં. ૧૭૮૪માં નેમિ-ભક્તામર રચ્યું છે અને એને સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કર્યું છે. વળી એમણે ન્યાયાચાર્ય યશોવિજયગણિકૃત ‘નયોપદેશ અને
પ્રતિમાશતક ઉપર અનુક્રમે પર્યાય અને લઘુવૃત્તિ સંસ્કૃતમાં રચ્યાં છે. એમણે આ સ્તોત્ર કલ્યાણમન્દિર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ ૪૫ પદ્યોમાં રચ્યું છે અને વિ. સં. ૧૭૯૧માં એને સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કર્યું છે.
મૂળ કૃતિ એના નામ અનુસાર ધર્મના નિરૂપણરૂપ છે. જૈન મંતવ્ય મુજબના ધર્મના ચાર P ૪૩૦ પ્રકારો નામે દાન, શીલ, તપ અને ભાવ વિષે અને ખાસ કરીને દાનને લક્ષીને અત્ર પુષ્કળ માહિતી અપાઈ છે.
સ્વોપજ્ઞ વૃત્તિ- આ અનેક રીતે મહત્ત્વની છે. એમાં સંસ્કૃત અને પ્રાકૃત જ નહિ પરંતુ ગુજરાતી અને હિન્દી અવતરણો પણ અપાયાં છે. જાતજાતની પ્રસંગોપાત્ત કથાઓ છે. એમાં વસુદેવહિડી (લંભક ૧૭)ને આધારે અપાયેલી અશ્વગ્રીવ પ્રતિવાસુદેવની કથા (પૃ. ૩૨), જગડૂશાહનો પ્રબન્ધ (પૃ. ૪૦-૪૩), શાલિભદ્રના પૂર્વ ભવનો પૂર્વ ભવ (પૃ. ૪૬), “સેચનક હાથીનો અને નર્દિષણનો પૂર્વ ભવ (પૃ. ૪૮-૪૯), અશ્વનો પૂર્વ ભવ (પૃ. ૫૧), ભાનુ અને મનોરમાની કથા (પૃ. ૫૪-૫૮), સુગડ (શકટ) કથા (પૃ. ૬૭-૭૦) ગરટા અને મૈત્રની કથા (પૃ. ૮૮-૮૯), સુન્દરની કથા, (પૃ. ૯૬-૯૭) રોહક મંત્રીની કથા (પૃ.૧૦૧) અને એકમનીયાની કથા (પૃ.૧૦૩-૧૦૪) નોંધપાત્ર છે. આ બાબત પ્રત્યે તેમ જ પૃ. ૧૧૬માં “વિદેહ ક્ષેત્રમાં રાવણનો જીવ તીર્થકર બનતાં સીતાનો જીવ એમના ગણધર બનશે એ હકીકત, પૃ. ૬૬ પાશચન્દ્રના મત તથા પૃ. ૧૧૬માં ૧. આ સ્તોત્ર સ્વપજ્ઞ વૃત્તિ સહિત “દે. લા. જૈ. પુ. સંસ્થા” તરફથી વિ. સં. ૧૯૮૯માં છપાવાયું છે. એનું
સંપાદન મેં કર્યું છે. ૨. આ સ્વોપજ્ઞ વૃત્તિનો તો રચના સમય છે જ. શું એ જ વર્ષમાં મૂળ કૃતિ રચાઈ છે ? ૩. આ કૃતિ સ્વોપજ્ઞ વૃતિ તેમ જ મદીય અન્વય, ગુજરાતી શબ્દાર્થ, શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ભ.
સ્તો. પા. કા. સં. ના પ્રથમ વિભાગ (પૃ. ૯૩-૧૬૪)માં ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત કરાઈ છે. ૪. આ કૃતિ સ્વીપજ્ઞ વૃત્તિ નામે નયામૃતતરંગિણી તેમ જ ભાવપ્રભસૂરિકૃત લઘુવૃત્તિ (પર્યાય) સહિત “જૈ.
ધ. પ્ર. સ” તરફથી વિ. સં. ૧૯૬૫માં છપાવાઈ છે. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૧૪૬ ટિ. ૧) પ. આ કૃતિ સ્વપજ્ઞ વૃત્તિ તેમ જ ભાવપ્રભસૂરિકૃત લઘુવૃત્તિ સહિત “જૈ. આ. સ.” દ્વારા વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરાઈ છે. “મુ. ક. જૈ. મો."માં પણ મૂળ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત વિ. સં. ૧૯૭૬માં છપાવાઈ
છે. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૨૪૫ ટિ. ૨ પૃ. ૨૫૧) ૬. “દે. લા. જૈ. પુ. સં.” દ્વારા આ પ્રકાશિત છે. ૭. પૃ. ૮૫-૮૬માં ભાલણકૃત એક કડવું ઉદ્ગત કરાયું છે. મેં આની સંસ્કૃત છાયા આપી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org