________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૭૫-૪૭૮]
૨૮૭ લોકહિતસૂરિ ઉપર ગદ્યપદ્યરૂપે વિ. સં. ૧૪૩૧માં લખેલ છે. આનું ગદ્યાત્મક લખાણ કવિવરો નામે બાણ, દંડી અને ધનપાલનું સ્મરણ કરાવે છે. આમાં ૮૮ (૮૬ + ૨) પદ્યો છે.
સંક્ષેપમાં કહું તો વિ. સં. ૧૪૩૦-૩૧ના અરસામાં જિનદયસૂરિએ જે પ્રદેશોમાં વિહાર કર્યો હતો અને જે જે તીર્થોની યાત્રા કરી હતી તેનું સંક્ષેપમાં પરંતુ શબ્દચ્છટાપૂર્વકનું અત્ર વર્ણન છે.
પ્રસ્તુત વિજ્ઞપ્તિપત્ર એ લોકહિતસૂરિએ અયોધ્યાથી જિનોદયસૂરિ ઉપર લખેલા વિજ્ઞપ્તિપત્રના ઉત્તરરૂપ છે. આ વિજ્ઞપ્તિમહાલેખનો પ્રારંભ જિનેશ્વરોની પ્રાર્થનાથી-જિનાશીર્વાદોથી '૧૨ પદ્યો દ્વારા કરાયો છે. ત્યાર બાદ નિમ્નલિખિત બાબતોને સ્થાન અપાયું છે :
અણહિલ્લપુર પત્તનનું વર્ણન, પત્રપ્રેષક સૂરિ અને એમના શિષ્ય-પરિવારની નામોલ્લેખપૂર્વકની P. ૪૭૭ પર્યાપાસ્તિ, અયોધ્યાપુરીનું અને ત્યાં રહેલા સૂરિ વગેરેનું વર્ણન, પત્રપ્રેષક સૂરિએ કરેલી વંદનાનું વર્ણન, કાર્યનું સૂચન, સમુદ્ર મુનિએ મોકલેલ વિજ્ઞપ્તિ અને એની પ્રાપ્તિથી થયેલો હર્ષોત્કર્ષ, તીર્થયાત્રાનું વર્ણન, જિનદયસૂરિએ વિજ્ઞપ્તિપત્રનો લખેલો પ્રત્યુત્તર, જિનોદયસૂરિની ધાર્મિક પ્રવૃત્તિઓ, દીક્ષા મહોત્સવ, પ્રતિષ્ઠા મહોત્સવ, તીર્થયાત્રા ઇત્યાદિ અને ઉપસંહાર.
આ લેખમાં તિલકમંજરી અને દમયન્તીચમ્પનો પૃ. ૮માં અને ઉપદેશમાલાનો પૃ. ૧૧માં ઉલ્લેખ છે.
| (૪) ત્રિદશતરંગિણી (સ્તવપંચવિંશતિકા, ગુર્વાલી ઇત્યાદિ) (ઉ. વિ. સં. ૧૪૬૬): આના કર્તા ‘સહસ્રાવધાની' મુનિસુન્દરસૂરિ છે. એમણે પોતાના દીક્ષાગુરુ અને ગચ્છનાયક દેવસુન્દરસૂરિની ‘પર્યુષણ પર્વ નિમિત્તે ક્ષમા યાચવા માટે આ વિજ્ઞપ્તિરૂપે લેખ લખ્યો છે. ઉપલબ્ધ વિજ્ઞપ્તિપત્રોમાં આ સૌથી મોટું છે. એ ૧૦૮ હાથ લાંબુ હોવાનું અને અનેક ચિત્ર કાવ્યોથી વિભૂષિત હોવાનું કથન આ મુનિસુન્દરસૂરિના શિષ્ય હર્ષભૂષણગણિએ શ્રાદ્ધવિધિવિનિશ્ચયમાં કર્યું છે.
ત્રિદશરતરંગિણી”નો અર્થ “સુરનદી' યાને “ગંગા' થાય છે. ગંગા” નદી હિમાલય પર P ૪૭૮ આવેલા માન (? પદ્મ) સરોવરમાંથી નીકળી ‘બંગાળી” ઉપસાગરને મળે છે. એવી રીતે (ગુર્નાવલીની પુમ્બિકામાં સૂચવાયા મુજબ) “ત્રિદશતરંગિણી'રૂપ “ગંગા' માટે મુનિસુન્દરસૂરિનું હૃદય એમના ગુરુનો પડેલો પ્રભાવ તે ‘પદ્મ” હ્રદ છે અને એ હૃદમાંથી ‘ત્રિદશતરંગિણી' નીકળી કર્તાના ગુરુ દેવસુન્દરસૂરિના મહિમારૂપ સાગર તરફ જાય છે.
૧. આદ્ય ચાર પદ્યો ખંડિત છે. ૨. આ કૃતિ સંપૂર્ણપણે કોઈ સ્થળે મળતી હોય એમ જણાતું નથી. જેનાનંદપુસ્તકાલયની ક્રમાંક ૨૩૭ની
હાથપોથીમાં “સ્તવ-પંચવિંશતિકા સધીનો જ ભાગ છે. અહીંના ‘આણસર' ગચ્છના ભંડારની એક હાથપોથી (ક્રમાંક ૫૭૫)માં સંપૂર્ણ “વર્તમાન-ચતુર્વિશતિશ્રીજિનસ્તવ-ચતુર્વિશતિકા” નામનું હ્રદ છે. ફક્ત પહેલું પત્ર નથી અને એથી પ્રથમનાં નવ નવ પદ્યોવાળા ત્રણ તરંગ અને ચોથાનાં સાડાચાર પદ્યો (કુલ્લે
૩૧મા પદ્યો ખૂટે છે.) પ્રથમસ્રોતના ૧૨ તરંગ “જૈનસ્તોત્રસંચય” વિ.૩માં છપાયા છે. ૩. આ “ય. જે. ગ્રં.” માં વિ. સં. ૧૯૬૧માં પ્રકાશિત થયેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org