________________
P. ૪૮૭
૨૯૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ (૩૭), સિધુ (દેશ) (૧૬), સિધુ નદી) (૧૬), સુશર્મપુર (નગરકોટ્ટ) ર૩ અને "હરિયાણા (૩૫).
નગરકોટ્ટ- પંજાબના “જાલંધર” વિભાગમાંના કાંગડા’ જિલ્લામાં કાંગડા નામનો કસબો છે. એ પહેલાં કટૌચ રાજ્યની રાજધાની હતી. આ કસબાથી બાણગંગા નજરે પડે છે. નગરકોટ્ટને આજકાલ “કાંગડા” કે “કોટકાંગડા' કહે છે. એનું આ ઉપરાંતનું બીજું પ્રાચીન નામ 'સુશર્મપુર છે. એના કિલ્લાનું નામ કંગદકુદર્ગ હતું. (જુઓ પૃ. ૪૬).
એનું આજે કાંગડા તરીકે રૂપાંતર થયું છે.'
અત્યારના કાંગડાના બજારમાં ઈન્દ્રવર્માનું હિન્દુ મંદિર છે. એની કમાનમાં પાર્શ્વનાથની પ્રતિમા છે. એને આજે લોકો ભૈરવની મૂર્તિ સમજી તેલ અને સિંદૂર દ્વારા એની પૂજા કરે છે, એ મૂર્તિની ગાદી ઉપર એક લેખ છે. એ તેલ અને સિંદૂરને લઈને દબાઈ ગયો છે.'
વિજ્ઞપ્તિત્રિવેણીના પ્રારંભમાં ૪૨ પદ્યો છે. એ પૈકી નિમ્ન-લિખિત ૨૨મું પદ્ય કુન્થનાથને અંગે વક્રોક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે :
વું વન્ત ! નમઃ પ્રિયતમે ! : સુઝતું નમે ? ભર્તઃ ! શ્રીયં વનિ, મન: વિં ? નૈવ, સૂરાત્મનઃ | किं मन्दोऽयमयि प्रभो ! नहि, जगत्प्रद्योतकस्तीर्थकृत्
दम्पत्योरिति वक्रवाक्यविषयः पुष्यात् सुखान्येष वः ॥२२॥" આનું ૨૯મું પદ્ય પ્રશ્નોત્તરરૂપ છે.
પૃ. ૮ ઉપરના છઠ્ઠા પદ્યમાં કુ અને લૂ એ બે જ વ્યંજનો વપરાયાં છે– એ પદ્ય દ્વિવ્યંજનચિત્રરૂપ છે. એવી રીતનું “તું” અને “ન વાળું એક પદ્ય પૃ. ૨૫માં “સુ” અને “રવાળું એક પદ્ય પૃ. ૧. આ મધ્યદેશ, જાંગલ દેશ, જાલંધર દેશ અને કાશ્મીર દેશ એ ચારની સીમાં જ્યાં મળે ત્યાં આવેલું છે.
હરિયાણા આગળ કામુક યક્ષનું મંદિર છે. જુઓ પ્રથમ આવૃત્તિનું પૃ. ૩૫ ૨. આનો વિસ્તૃત પરિચય વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૮૫-૮૯)માં અપાયો છે. વિલે. સં. (ભા. ૧,
પૃ. ૭૦)માં મહામહોપાધ્યાય જયસાગરકૃત “નગરકોટ્ટ, મહાતીર્થ ચૈત્યપરિપાટી છપાઈ છે. એમાં ૧૭ પદ્યો છે. ૩. કાંગડા જિલ્લાને પહેલાંના સમયમાં જાલંધર કે ત્રિગર્ત દેશ” કહેતા હતા. ૪. મહાભારત (વિરાટપર્વ, અ. ૩૦)માં કહ્યું છે કે દુર્યોધન તરફથી ‘વિરાટ’ નગર ઉપર સુશર્મ રાજા ચઢાઈ
લઈ ગયો હતો. એ રાજાના નામ ઉપરથી આ નગરનું નામ પડ્યું છે. ૫. વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૮૯)માં એવો ઉલ્લેખ છે કે આજે નગરકોટ્ટમાં ભાગ્યે કોઈ જૈન હશે. વિજ્ઞપ્તિત્રિવેણીમાં નિર્દેશાયેલાં ચાર જિનમંદિરમાંથી આજે એકે અહીં નથી. આથી એ અસલ જૈન તીર્થ હોવાની શંકા પણ ઊઠે તેમ નથી, પહેલાં તો અહીં રૂપચન્દ્ર (વિ. સં. ૧૪૧૬) રાજાએ બંધાવેલું જિનમંદિર હતું અને નરેન્દ્રચન્દ્ર (વિ. સં. ૧૫૨૧) રાજા જૈન ધર્મ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો હતો. ૬. જુઓ વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૯૩).
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org