________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૯૯-૫૦૪]
૩૦૧ (૨૭) વિજ્ઞપ્તિ (ઉ. વિ. સં. ૧૭૪૧)- આ ‘દેવપત્તન' નગરથી મેરુવિજયે દ્વીપબદિરમાં રે ૫/૩ રહેલા પોતાના ગુરુ ઉપર ૭૬ (૭૪ + ૨) પદ્યમાં લખેલી કૃતિ છે. આના પ્રારંભમાં ઋષભદેવની જટારૂપ મુકુટનું વર્ણન છે. ત્યાર બાદ દ્વીપબન્દિર અને દેવપત્તનને અંગે કેટલાંક પડ્યો છે. એના પછી વિજ્ઞપ્તિકારે પોતાને ત્યાંની પ્રવૃત્તિઓનો નિર્દેશ કર્યો છે. ત્યાર બાદ શ્રીપૂજ્યના અર્થાત્ એમના ગુરુના કે વડીલના વદનનું વર્ણન છે. અંતમાં વિજ્ઞપ્તિકારે પોતાની સાથે રહેલા શ્રમણોનો ઉલ્લેખ કર્યો છે.
(૨૮) વિજ્ઞપ્તિપત્રી ( )– મેરુવિજયની ૧૪૨ શ્લોક જેવડી રચના છે. એ ગદ્યમાં છે કે પદ્યમાં અને એના કર્તા 'મે વિજય તે કોણ ઇત્યાદિ બાબતો જાણવી બાકી રહે છે.
(૨૯) "વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૪૩)-આ પં. લાભવિજયે પત્તનમાં બિરાજતા વિજયપ્રભસૂરિ ઉપર ૧૨૭ પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિ છે. આનો પ્રારંભ પાર્શ્વનાથ અને શાન્તિનાથ વગેરે જિનેશ્વરોના ગુણોત્કીર્તનથી કરાયો છે.
પદ્ય ૭૮-૮૧ સોળ પાંખડી વાળા કમલબન્ધથી વિભૂષિત છે. એના પરિધિમાં પત્રપ્રેષકના ગુરુનું – વિજયપ્રભસૂરિનું નામ છે. ૮૨મા પદ્યના અંતમાં ‘ખગ” બંધનો ઉલ્લેખ છે. ૯૬મું પદ્ય પાઈયમાં છે. પદ્ય ૯૭-૧૦૦ “સ્નાતસ્યા” ઈત્યાદિની પાદપૂર્તિરૂપ છે.”
(૩૦) વિજ્ઞપ્તિકા (. વિ. સં. ૧૭૪૭)- આ માલપુરથી આગમસુન્દરમણિએ જીર્ણદુર્ગમાં ૫૦૪ રહેલા વિજયપ્રભસૂરિ ઉપર ૮૧ પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિ છે. જિનેશ્વરની સ્તુતિથી શરૂ કરાયેલી આ કૃતિમાં જીર્ણદુર્ગના સંક્ષિપ્ત વર્ણન બાદ પત્રપ્રેષકના સમાચાર અને વિજયપ્રભસૂરિનાં ગુણોત્કીર્તન છે. પુષ્યિકામાં વિજયપ્રભસૂરિના નામની પૂર્વે “ભટ્ટારકશ્રીશ્રી૧૦૫” છે.
(૩૧) "વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૪૭)– આ લાવણ્યવિજયગણિએ પત્તનમાં વિરાજમાન વિજયપ્રભસૂરિ ઉપર ૯૭ પદ્યમાં લખેલી વિનતિ છે. ઋષભદેવની સ્તુતિ બાદ “પત્તન' નગરનું વર્ણન
૧. આ કૃતિને વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૫૧-૧૫૪)માં સ્થાન અપાયું છે. આની એક હાથપોથી વિ. સં.
૧૭૪૧માં લખાયેલી છે એમ અંતિમ પંક્તિ જોતાં જણાય છે. ૨. આ જ કૃતિ તે પૃ. ૫૦૩માં મેં જે વિજ્ઞપ્તિપત્રી વિષે માહિતી આપી છે તે છે કે નહિ તે જાણવું બાકી
રહે છે. ૩. આદર્શને અંગેની ટિપ્પણી પ્રમાણે આદ્ય તેમ જ અન્તિમ એકેક પદ્ય લુપ્ત થયેલ છે. એ બે ઉમેરતાં ૭૬ થાય ૪. એઓ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ રચનારા હશે ? જુઓ પૃ. ૪૧૨ ૫. આને વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૬૬-૧૭૧)માં સ્થાન અપાયું છે. ६. श्रीविजयप्रभसूरिशो जयतादवन्याम. ૭. જુઓ પૃ. ૪૪૫, ૪૪૫, ૪૩૪ અને ૪૪૧ ૮. આ કૃતિ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૯૦-૧૯૪)માં છપાવાઈ છે. ૯. એમનું રાજ્ય વિ. સ. ૧૭૧૦થી વિ. સં. ૧૭૪૭ સુધી હતુ. ૧૦. આ વિજ્ઞપ્તિકા વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૯૫-૧૯૮)માં રજૂ કરાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org