________________
૩૦૫
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : [પ્ર. આ. ૫૦૦-૫૧૦]
અંગ્રેજી સારાંશ- ડૉ. બ્રુહને (Bruhn) આ સારાંશ ઉપનમહાપુરિસચરિયના અંગ્રેજી ઉપોદઘાત (પૃ. ૨૭-૨૮)માં આપ્યો છે.
બુદ્ધિસાગરીય નાટક (લ. વિ. સં. ૧૦૮૦)- બુદ્ધિસાગરસૂરિએ કોઈ નાટક રચ્યું હતું એમ ને ૫૦૯ વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪૦-માં રચેલી મનોરમાચરિયની પ્રશસ્તિ જોતાં જણાય છે. એ સંસ્કૃત અને પાઇય એમ ઉભય ભાષામાં હશે. ગમે તેમ પણ આ નાટક હજી સુધી તો મળી આવ્યું નથી.
મહાકવિ રામચન્દ્રકૃત અગિયાર રૂપકો– “કલિ.” હેમચન્દ્રસૂરિના આ વિદ્વાન વિનેયે જાતજાતનાં રૂપકો રચ્યાં છે. જેમકે નાટક, નાટિક, પ્રકરણ અને વ્યાયોગ. આ પૈકી કેટલાંક રૂપકો એકાંકી, પંચાંકી, ષડકી, સપ્તાંકી અને દશાંકી છે. આ બાબતો હવે થોડાક વિસ્તારથી હું રજૂ કરું છું :
(૧) યાદવાળ્યુદય (લ. વિ. સં. ૧૧૯૫)- આના કર્તા કલિ.” હેમચન્દ્રસૂરિના સુપ્રસિદ્ધ શિષ્ય-પટ્ટધર “કવિકટારમલ્લ રામચન્દ્ર છે. એમની આ કૃતિનો ઉલ્લેખ નલવિલાસ ( ) નાટ્યદર્પણની નિવૃત્તિ (પૃ. ૪૨, ૬૩ ઈ) અને રઘુવિલાસ ( )માં જોવાય છે. એ ઉપરથી આ અમુદ્રિત કૃતિ એ ત્રણે કરતાં પ્રાચીન ગણાય. એની કોઈ સ્થળે હાથપોથી હોય તો તે જાણવામાં નથી.
(૨) રાઘવાળ્યુદય (લ. વિ. સં. ૧૨00)- આ નાટકના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે પોતાના રઘુવિલાસ નાટકમાં આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. આથી એ એના કરતાં પહેલાંની રચના ગણાય. એ નાટક મળે છે ખરું ? [બૃહદ્દીપણિકા મુજબ આમાં ૧૦ અંક છે. જૈ. સા. બુ. ભા. ૬/પૃ. ૫૮૧]
(૩) "નલવિલાસ (લ. વિ. સં. ૧૨૦૦)- આના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે P. ૫૧૦ આ નાટક દ્વારા પુણ્યશ્લોક નળ અને સતી દમયન્તીનો વૃત્તાન્ત રજૂ કર્યો છે એમ કરતી વેળા એમણે કેટલાંક કાલ્પનિક પાત્રો યોજ્યાં છે. વળી કેટલાંક પાત્રનાં નામમાં તેમ જ કેટલીક બાબતમાં ફેરફાર જોવાય છે. જેમકે અહીં નળના પિતાનું નામ નિષધ અપાયું છે જ્યારે મહાભારત વગેરેમાં વીરસેન છે. એમના ભાઈનું નામ મહાભારતની જેમ પુષ્કર ન આપતાં યુવરાજ કૂબર અપાયું છે. મહાભારતમાં દમયન્તીની માતાના નામનો નિર્દેશ નથી જ્યારે અહીં એ પુષ્કવદી (સં. પુષ્પવતી) અપાયું છે.
મહાભારત વગેરેમાં નળ અને દમયન્તી વચ્ચે અનુરાગ ઉત્પન્ન કરનાર તરીકે “હંસ' પક્ષીનો ઉલ્લેખ છે જ્યારે અહીં નળને મિત્ર કલહંસ એ કાર્ય કરે છે.
મહાભારતમાં ચાર લોકપાલો નળ પાસે દૂતનું કાર્ય કરાવે છે અને સ્વયંવરમાં એ ચાર નળનું રૂપ ધારણ કરતાં પાંચ નળ બને છે. એ વાત આ નલવિલાસમાં તેમ જ વસુદેવહિડી વગેરેમાં નથી. ૧. આ નામ મેં યોજયું છે. “ ૨. અન્ય પૃષ્ઠો માટે જુઓ મુદ્રિત વિવૃત્તિ (પૃ. ૨૨૭) ૩. આ નાટક “ગા. પી. ગ્રં.”માં ગ્રંથાંક ૨૯ તરીકે ઈ. સ. ૧૯૨૬માં વડોદરા રાજ્યના નરેશ સર સયાજીરાવ ગાયકવાડ (ઇ. સ. ૧૮૭૫-૧૯૨૫)ના “સુવર્ણમહોત્સવના પ્રસંગે પ્રકાશિત કરાયું છે. આની પ્રસ્તાવના (પૃ. ૧૦)માં જૈન નૈષધચરિતનો ઉલ્લેખ છે પણ જિ. ૨.કો.માં તો આ નામથી કોઈ કૃતિ નોંધાયેલી નથી. [હર્ષપુષ્યામૃત.માં સં. ૨૦૪૦માં પ્રસિદ્ધ થયું છે. ધીરેન્દ્ર મિશ્રનો અનુવાદ છપાયો છો. ]
૨૦
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org