________________
P ૪૯૭
૨૯૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ (૧૮) "વિજ્ઞપ્તિકા (ઉં. વિ. સં. ૧૭૧૩)- આ મેઘવિજયગણિએ દ્વીપબંદરમાં રહેલા વિજયદેવસૂરિ ઉપર ૧૨૫ પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિકા છે. આની શરૂઆત શાન્તિનાથના ગુણોત્કીર્તનથી કરાઈ છે. આદ્ય આઠ પદ્યનું ‘શ્રીપ્રભુસેવા પ્રયત્નરત્નવર્ણનાષ્ટક' નામ રખાયું છે. ત્યાર બાદ ભાગ્યસૌભાગ્યવર્ણનાષ્ટક છે. પછી ભાગ્યવાદીના વિચારોના ખંડનરૂપે નવ પદ્યો છે.
પદ્ય ૬૯-૭૬માં ‘પ્રાવૃષ’ ઋતુનું વર્ણન છે. ' (૧૯) વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૭૧૭)- આ નિયવિજયગણિએ ધનૌધ (ઘોઘા) નગરથી જીર્ણદુર્ગ (જુનાગઢ)માં રહેલ વિજયપ્રભસૂરિ ઉપર વિ. સં. ૧૭૧૭માં દીપોત્સવીએ ૧૦૨ પદ્યોમાં લખેલી કૃતિ છે. આમાં તીર્થકરને પ્રણામ, જીર્ણદુર્ગ અને ધનઘ નગરનાં વર્ણન, સ્વકીય સમાચાર તેમ જ વિજયપ્રભસૂરિનું વર્ણન એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે. અંતમાં જીર્ણદુર્ગમાં રહેલા મુનિવરોને વંદન કરી ઘોઘામાં રહેલા મુનિવરોનાં નામો રજૂ કરાયાં છે.
(૨૦) વિજ્ઞપ્તિપત્રિકા (વિ. સં. ૧૭૧૮)- આ પં. 'ઉદયવિજયે શ્રીપુરબંદિરમાં રહેલા વિજયપ્રભસૂરિ ઉપર વિ. સં. ૧૭૧૮માં સ્તંભતીર્થથી ૫૬ પદ્યમાં લખેલી પત્રિકા છે. એમાં નગરની શોભા વર્ણવાઈ છે.
(૨૧) “વિજ્ઞપ્તિકા ( )- આ ઉદયવિજયગણિએ દ્વીપબદિર (દીવ)માં રહેલા વિજયપ્રભસૂરિ ઉપર ૮૧ પદ્યમાં લખેલી કૃતિ છે. આનો પ્રારંભ શાન્તિનાથ વગેરે તીર્થકરોને વંદનપૂર્વક કરાયો છે. ત્યાર બાદ દીપબન્દિરનું વર્ણન છે. રાજધન્યપુર (રાધનપુર) વિષે પણ કેટલુંક લખાણ છે.
(૨૨) વિજ્ઞપ્તિકા ( )- આ કૃતિમાં પર પડ્યો છે. એ વિજ્ઞપ્તિકા ઉદયવિજયગણિએ સિદ્ધપુરથી જીર્ણદુર્ગ (જુનાગઢ)માં રહેલા વિજયપ્રભસૂરિ ઉપર લખી છે. એમાં આ ગણિએ પોતાને ત્યાંના કૃત્યોનો ઉલ્લેખ કર્યો છે.
(૨૩) ઇન્દુદૂતકિવા વિજ્ઞતિપત્ર (લ. વિ. સં. ૧૭૧૮)- આ મેઘદૂતના છાયાકાવ્યરૂપ
| P ૪૯૮
| P. ૪૯૯
૧-૩. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૨૦-૧૬૫)માં છપાવાઈ છે. ૪. શું એઓ વિજયસહિંના શિશુ છે કે જેમની એક વિજ્ઞપ્તિ વિ. સં. ૧૬૯૯ની છે ? ૫-૬. આ વિજ્ઞપ્તિકાને વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૨૬-૧૭૮)માં સ્થાન અપાયું છે. ૭. આ ખંડ-કાવ્ય “કાવ્યમાલા” (ગુ. ૧૪)માં અંતમાંના ગદ્યાત્મક લખાણ વિનાનું છપાવાયું છે. વળી એ મુનિ
(હાલ સૂરિ) ધુરન્ધરવિજયજીએ રચેલ ‘પ્રકાશ' નામની સંસ્કૃત વિવૃત્તિ તેમ જ ગુજરાતી પરિચય સહિત શિરપુરની “જૈન સાહિત્યવર્ધક સભા” તરફથી ઇ. સ. ૧૯૪૬માં છપાવાયું છે અને એના અંતમાં ઇન્દુદૂતગત ૨૩ અર્થાન્તરન્યાસની સૂચી અપાઈ છે. આ ખંડકાવ્ય વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૮૯-૯૭)માં છપાયું છે. અંતમાં ગદ્યાત્મક લખાણ છે. અહીં પૃ. ૯૭માં આ કાવ્યને “મેઘદૂતચ્છાયા-કાવ્ય' કહ્યું છે. ૮. આનો થોડોક પરિચય વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૬૧૮)માં અપાયો છે. મેં વિનયસૌરભ (પૃ. ૬૮
૭૨)માં આ કાવ્યની રૂપરેખા આલેખી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org