________________
|
P૪૭પ
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો
(એ) વિજ્ઞપ્તિપત્રો
(૧) પ્રભાચન્દ્રીય વિજ્ઞપ્તિપત્ર (લ. વિ. સં. ૧૨૫૦)- આ તાડપત્ર ઉપર લખાયેલું વિજ્ઞપ્તિપત્ર છે. એ આ પ્રકારની ઉપલબ્ધ કૃતિઓની અપેક્ષાએ પ્રાચીનતમ છે. એનો રચના સમય વિક્રમની તેરમી સદીના મધ્યકાળ હોવાનું વિજ્ઞપ્તિત્રિવેણિની પ્રસ્તાવના (પૃ. ૩૨)માં કહ્યું છે. આ વિજ્ઞપ્તિપત્રના રચનાર પ્રભાચન્દ્રગણિ છે. એમણે “ચ કુળના ભાનુપ્રભસૂરિ ઉપર વડોદરાથી વિજ્ઞપ્તિરૂપે આ લખાણ કર્યું છે. એ કૃતિનું કેવળ એક જ પત્ર અને તે પણ વચમાંનું મળી આવ્યું છે. એના ઉપરનું તમામ લખાણ હૃદયંગમ અને આલંકારિક ગદ્યમાં છે અને એ કાદંબરી અને તિલકમંજરી જેવી કૃતિઓનું સ્મરણ કરાવે છે. એમાંથી અવતરણરૂપે કેટલીક પંક્તિ વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૩૨-૩૩)માં ઉદ્ઘત કરાઈ છે.
| ઉપલબ્ધ વિજ્ઞપ્તિપત્રો જોતાં એમ જણાય છે કે એ બધાંમાં પદ્યો તો છે જ. એ ઉપરથી હું આ પ્રભાચન્દ્રીય વિજ્ઞપ્તિપત્રમાં પણ પદ્યો હશે એમ માનવા લલચાઉં . સાથે સાથે ચિત્રો પણ હોય તો ના નહિ.
(૨) વિજ્ઞપ્તિલેખ (ઉ. વિ. સં. ૧૪૩૦)- આ અયોધ્યાથી “ખરતર' ગચ્છના લોકહિતસૂરિએ જિનોદયસૂરિ ઉપર લખેલો વિજ્ઞપ્તિ લેખ છે. એમાં પોતે કરેલાં તીર્થયાત્રાદિ કાર્યોનો ઉલ્લેખ છે. એના ઉત્તરરૂપે જિનોદયસૂરિએ લોકહિતસૂરિ ઉપર વિસ્તૃત વિજ્ઞપ્તિપત્ર લખ્યું હતું એમ એમના 'વિજ્ઞપ્તિમહાલેખ જોતાં જણાય છે ખરું પરતું લોકહિતસૂરિએ લખેલ વિજ્ઞપ્તિપત્ર અદ્યાપિ અનુપલબ્ધ છે.
(૩) "વિજ્ઞપ્તિમહાલેખ (વિ. સં. ૧૪૩૧)- આ ૧૧૦૦ શ્લોક પ્રમાણક મહાવિજ્ઞપ્તિપત્ર ખરતરમ્ ગચ્છના જિનોદચૂસરિએ પત્તન (પાટણ)થી અયોધ્યામાં ચાતુર્માસાર્થે રહેલા પોતાના પૂજ્ય
P ૪૭૬
૧. આ નામ મેં યોજ્યું છે. ૨. વિ. સં. ૧૪૧૫માં ત્રિવિક્રમરાસ રચનારા જિનોદયસૂરિ તે જ આ હશે. જો એમ જ હોય તો એમને
વિષે થોડીક માહિતી જૈન ગૂર્જર કવિઓ (ભા. ૧, પૃ. ૧૭-૧૮ ટિ. )માં અપાઈ છે. એ મુજબ જિનોદયસૂરિ વિ. સં. ૧૪૩રમાં સ્વર્ગ સંચર્યા હતા. ૩. જુઓ વિજ્ઞપ્તિલેખસંગ્રહ (ભા. ૧નું કિંચિત્ પ્રાસ્તાવિક (પૃ. ૨-૩), ૪. આ કૃતિ “સિ. જે. .”ના ગ્રંથાક ૫૧ તરીકે ઇ. સ. ૧૯૬૦માં પ્રકાશિત વિજ્ઞપ્તિલેખસંગ્રહ (ભા. ૧)માં
સૌથી પ્રથમ અપાઈ છે. પ. આ પ્રકાશિત છે ( જુઓ ઉપરનું ટિપ્પણ), આ વિજ્ઞપ્તિમહાલેખનાં પરિશિષ્ટરૂપ કાવ્યો એના અંતમાં
અપાયાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org