________________
P ૪૨૭
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો
(8) પાદપૂર્તિરૂપ કાવ્યો પાદપૂર્તિરૂપ કાવ્યનું અનેકાર્થી કૃતિ સાથે સામ્ય- પ્રત્યેક પદ્યને સામાન્ય રીતે ચાર પાદ યાને ચરણ હોય છે. એ પાદ જે પદ્યનાં અંશરૂપ છે ત્યાં એનો જે અર્થ થાય છે તેને કાયમ રાખીને કે એનો અન્ય પદચ્છેદાદિ દ્વારા અભિનવ અર્થ કરીને એના અનુસંધાનરૂપે ત્રણ નવા પાદ યોજવા તે “પાદ-પૂર્તિ કહેવાય છે. આ ક્રિયા દ્વારા રચાયેલા પદ્યને કે એના સમૂહને “પાદપૂર્તિરૂપ કાવ્ય' કહે છે. એની નિષ્પત્તિમાં અર્થ કે વિચારણારૂપ જે શક્તિ પ્રધાન પદ ભોગવે છે તે જ શક્તિ સામાન્ય રીતે અધિક પ્રમાણમાં હોય તો એને લઈને અમુક અમુક પદ્યોના અનેક અર્થો ફુરે અને તેમ થતાં અનેકાર્થી સાહિત્ય યોજાય. આ દૃષ્ટિએ વિચારતાં પાદપૂર્તિરૂપ કાવ્યો અને અનેકાર્થી પઘોમાં જે સામ્ય રહેલું છે તેને લક્ષ્યમાં લેતાં આ બન્ને પ્રકારના સાહિત્યનો ક્રમશઃ વિચાર કરવા હું હવે પ્રવૃત્ત થાઉં છું.
પાદપૂર્તિરૂપ કાવ્યોને બે વર્ગમાં વિભક્ત કરી શકાય તેમ છે કેમકે જૈન લેખકોએ જૈન કૃતિઓની જ પાદપૂર્તિરૂપે રચના ન કરતાં અજૈન કાવ્યો-સ્તોત્ર વગેરેને અંગે પણ એવી રચના કરી છે. આથી આપ ણને (અ) જૈન કૃતિઓની પાદપૂર્તિ અને (ગા) અજૈન કૃતિઓની પાદપૂર્તિ એમ બે પ્રકારની કૃતિઓનો વિચાર કરવાનો રહે છે. તેમાં પ્રથમ પ્રકારથી હું શરૂઆત કરું છું. કેમકે એમ કરવાથી ગત પ્રકરણ સાથેનો સંબંધ ચાલુ રહે છે. અજૈન કૃતિઓની અંગેની કેટલીક પાદપૂર્તિરૂપ રચના
આના કરતાં મોટી અને મહત્ત્વની છે પણ તેમાં એક ચતુર્થાંશ જેટલું લખાણ અજૈન છે. એથી પણ P ૪૨૮ એને પ્રથમ સ્થાન આપવામાં હું સંકોચ અનુભવું છું.
(મ) જૈન કૃતિઓની પાદપૂર્તિ
[ ૧૨ + ૨૨ + ૫ + ૭ = ૪૬ ] (૧) કલ્યાણમદિર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યો [૧૨]
કલ્યાણમદિર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યની સંખ્યા ભક્તામર સ્તોત્રની એ જાતની કૃતિઓને હિસાબે લગભગ અડધી છે. વળી એ કાવ્યો મોટે ભાગે ચતુર્થ જ ચરણની પાદપૂર્તિરૂપ છે.
(૧) કલ્યાણમન્દિર સ્તોત્રની પાદપૂર્તિ (લ. વિ. સં. ૧૭૫૦) આના કર્તા લક્ષ્મીવલ્લભભના શિષ્ય લક્ષ્મીમેન છે. (૨) વિજયક્ષમાસૂરિલેખ. (વિ. સં. ૧૭૭૮)- આમાં ૩૮ પદ્યો છે એવો ઉલ્લેખ
૧. શું એઓ “ખરતર” ગચ્છના લક્ષ્મીકીર્તિના શિષ્ય થાય છે ? જો એમ જ હોય તો એમણે વિ. સં. ૧૭૨૭માં વિક્રમાદિત્ય પંચદંડ રાસ અને વિ. સં. ૧૭૪૫માં ધર્મોપદેશ ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે. આ ઉપરાંત એમણે ઉત્તરઝયણ ઉપર તેમ જ ૫. ક. ઉપર પણ એકેક વૃત્તિ રચી છે. ૫. ક.ની વૃત્તિનું નામ કલ્પદ્રુમકલિકા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org