________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૫૩-૪પ૬]
૨૭૫ તરીકે ઉલ્લેખ કર્યો છે. તેમ છતાં કેટલાક એને “દેવાનન્દાલ્યુદય' કહે છે. આ એક પ્રકારનું ચિત્ર કાવ્ય હોવાથી એમાં અનુસ્વાર, વિસર્ગ વગેરેની લગતી છૂટ કોઈ કોઈ વાર લેવાઈ છે અને મૂળ કૃતિનાં ચરણોનો અર્થ નવીન રીતે ઘટાવાયો છે. આ કાવ્ય રચવામાં કવિતાનો મદ કે માઘ કવિ સાથે સ્પર્ધા સમાનતા કારણરૂપ નથી, પરંતુ કર્તાની પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ જ કારણરૂપ છે એમ ગ્રંથકારે P ૪૫૫ સ. ૭ના શ્લો. ૮રમાં કહ્યું છે. સ. ૫, શ્લો. ૬૩માં સુરતને “સૂરતિ’ અને શ્લો. ૬૬માં “સ્કૂર્તિ-બન્દર' કહ્યું છે. સ. ૭, શ્લો. ૧૨માં ચલણીનામું એ અર્થમાં “મહમૂંદિકા' શબ્દ એમણે વાપર્યો છે.
વિષય- પ્રથમ સર્ગમાં કથાના નાયક વાસુદેવકુમારની કે જેઓ પાછળથી વિજયદેવસૂરિ બનનારાની ઉત્પત્તિનું વર્ણન છે. બીજા સર્ગમાં નાયકનો અભ્યદય આલેખાયો છે. યુવરાજની સ્થાપના, મારવાડ, મેવાડ, સૌરાષ્ટ્ર વગેરેમાં વિહાર તેમ જ જાતજાતનાં ચરણોની પાદપૂર્તિ એ બાબતોને ત્રીજા સર્ગમાં સ્થાન અપાયું છે. ચોથો સર્ગ યમકો વડે અલંકૃત છે. પાંચમાં સર્ગમાં દક્ષિણ દિશાનો વિજય વર્ણવાયો છે. છઠ્ઠા સર્ગમાં પટ્ટધરનું સ્થાપન અને છ ઋતુઓનું વર્ણન એ બાબતો હાથ ધરાઈ છે. સાતમા સર્ગમાં વિજયદેવસૂરિનું 'નિર્વાણ-ગમન અને એમની પાટને શોભાવનારા વિજયપ્રભસૂરિનો અભ્યદય આલેખાયો છે અને અંતમાં સાત પદ્યની પ્રશસ્તિ દ્વારા કર્તાએ પોતાના ગુરુ વગેરેનો નિર્દેશ કર્યો છે. આમ આ કાવ્ય ‘વિજયદેવસૂરિના ચરિત્ર ઉપર પ્રકાશ પાડે છે.
ટિપ્પણ- ગ્રંથકારે જાતે આ કાવ્ય ઉપર ટિપ્પણો રચ્યાં છે. એમણે પૃ. ૭પમાં સ્વસ્તિક જેવી રચનાને “નૂહલી' કહી છે. પૃ. ૪૪માં નારી-મંગલગીત'નો ઉલ્લેખ છે.
(૧૧) શાન્વિનાથ-ચરિત્ર કિવા નૈષધીય સમસ્યા (લ. વિ. સં. ૧૭૨૮)- આના કર્તા P ૪૫૬ ૧. અહીં આનો અર્થ “સ્વર્ગ” કરવાનો છે. ૨. જેમ મોગલ સામ્રાજ્યમાં અકબર, જહાંગીર અને શાહજહાન એ ત્રિપુટી ગૌરવાંકિત ગણાય છે તેમ જૈન
શાસનમાં હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિની ત્રિપુટી માનવંતુ સ્થાન ભોગવે છે. ૩. આ કાવ્ય ટિપ્પણી સહિત “જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા”માં વીરસંવત્ ૨૪૪૪માં છપાયું છે. એનું સંપાદન ૫. હરગોવિન્દદાસે કર્યું છે. એમણે કોઈકે રચેલાં ટિપ્પણોમાં કવચિત્ પોતાના તરફથી ઉમેરો કર્યો છે. આ આવૃત્તિમાં નૈષધચરિત (સર્ગ ૧)ના ૨૮મા પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ પદ્ય નથી. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૮૦)માં આ શાન્તિનાથચરિત્રની કોઈ હાથપોથીની નોંધ નથી. અહીં તો “બિકાનેરની અભયદેવસરિ-ગ્રંથમાલામાં આ કાવ્ય છપાયાનો ઉલ્લેખ છે પણ એ સંસ્કરણ મારા જોવામાં આવ્યું નથી.” મૂળ કૃતિ શ્રીવિજયામૃતસૂરિજીએ રચેલ અન્વય અને વિદ્ધવિનોદિની નામની વૃત્તિ સહિત “જૈન સાહિત્ય વર્ધક સભા” તરફથી ઈ. સ. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. વૃત્તિના પ્રારંભમાં આઠ પદ્યો છે. તે પૈકી પહેલાં ચાર નૈષધચરિતના આદ્ય પદ્યના ચરણદીઠની પાદપૂર્તિરૂપ છે. શ્રીવિજયધુરન્ધરસૂરિએ પરિચય દ્વારા કેટલાંક શાન્તિનાથચરિત્રો તથા પ્રસ્તુત કાવ્યની રૂપરેખા તેમ જ મૂળકાર અને વૃત્તિકારને અંગે સંક્ષિપ્ત માહિતી એમ વિવિધ બાબતો રજૂ કરી છે. અંતમાં બે પરિશિષ્ટો છે : (અ) નૈષધચરિત કાવ્યનો પ્રથમ સર્ગ અને (આ) અજિતપ્રભસૂરિકૃત શાન્તિનાથચરિત્રમાંથી ખપ પૂરતું ઉદ્ધરણ મેઘવિજયગણિએ પ્રસ્તુત શાન્તિનાથચરિત્રને અંતે જે પાંચ પડ્યો રચ્યાં છે તે પૈકી ત્રીજાનો જે અર્થ વૃત્તિમાં કરાયો છે તે બરાબર નથી કેમકે શીલવિજય એ કંઈ કમલવિજય અને ચારિત્રવિજયના ગુરુભાઈ નથી પણ એઓ તો એ બંનેના તેમ જ સિદ્ધિવિજયના ગુરુ છે. પરિચયમાં પણ ઉપર્યુક્ત ભૂલ કરાઈ છે. [આ. દર્શનસૂરિની પ્રબોધિનીવૃત્તિ સાથે નેમિદર્શનજ્ઞાનશાળા પાલીતાણાથી સં. ૨૦૧૭માં છપાઈ છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org