________________
પ્રકરણ ૩૨ : શ્રવ્ય કાવ્યો : અનેકાર્થી કૃતિઓ : પ્રિ. આ. ૪૬૧-૪૬૫].
૨૭૯ ઉપર્યુક્ત છ અર્થ તે કયા તે વિષે માહિતી મળતી હોય એમ જણાતું નથી.
૧૧૬ અર્થ– આ પૈકી ૩૧મો અર્થ કુમારપાલના વર્ણનરૂપ છે. ૪૧મો અર્થ “કલિ.” હેમચન્દ્રસૂરિને અંગેનો છે અને ૧૦૯મો અર્થ વાલ્મટ (બાહડ) મંત્રીનું વર્ણન પૂરું પાડે છે. બાકીના અર્થ બ્રહ્મા વગેરે વૈદિક દેવો, ગૌરી, નવ ગ્રહ, ચાર પુરુષાર્થ, ત્રણ લોક, રત્નત્રયી, ચકોર, સુવર્ણ, સ્યાદ્વાદવાદી, ઋષભદેવ, અરનાથ, પાર્શ્વનાથ, અને મહાવીર સ્વામી એ ચાર તીર્થકરો, ભરત ચક્રવર્તી, વાત્સ્યાયન મહર્ષિ, ભૌતિક તાપસ, સામાન્ય સ્ત્રી તથા ઐરિણી તેમ જ પંડિતાના વર્ણનરૂપ છે. સ્વોપજ્ઞ વૃત્તિનાં અંતમાં ૧૧૬ અર્થ શેને શેને અંગે છે તેને સૂચી છે. ઉપર્યુક્ત અર્થ કરવામાં સિ. હે. નો તેમ P. ૪૬૩ જ હૈમ સંસ્કૃત વયાશ્રયનો છૂટથી ઉપયોગ કરાયો છે.'
(૩) શતાર્થ-વૃત્ત (ઉ. વિ. સં. ૧૨૩૫)- આના કર્તા શતાર્થિક સોમપ્રભસૂરિ છે. તેઓ સિજૂરપ્રકર વગેરેના પ્રણેતા છે. એમણે નીચે મુજબનું વૃત્તકાવ્ય એકસો એક અર્થવાળું રચી એના ઉપર વૃત્તિ પણ રચી છે :
"कल्याणसारसविता न हरेक्ष मोह
कान्तारवारण समान जयाद्य देव ।। धर्मार्थकामद महोदय वीर धीर
सोमप्रभाव परमागम सिद्धसूरे ॥१॥" આની વૃત્તિમાં પ્રારંભમાં એમણે એક સો ને એક અર્થ શેને શેને અંગેના છે તેનો નિર્દેશ કર્યો છે. કર્તાએ પોતાને માટે “શતાર્થ-વૃત્ત-કવિ' એવું વિશેષણ અહીં વાપર્યું છે. શરૂઆતમાં ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોને અંગે ૨૪ અર્થો ઘટાવી, પુંડરીક નામના સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને ઉદેશીને અર્થ કરાયા છે. ત્યાર બાદ પુંડરક, ગૌતમસ્વામી અને સુધર્મસ્વામી એ ગણધરોને લક્ષીને અર્થ અપાયા છે. આગળ જતાં પાંચ મહાવ્રતો, ચાર પુરુષાર્થો, બ્રહ્મા વગેરે વૈદિક દેવો, નવ ગ્રહો, દસ P ૪૬૪ દિકપાલ તેમ જ સુવર્ણ, સમુદ્ર અને સિંહને લગતા અર્થ અપાયા છે. અંતમાં સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, ‘વાદી” દેવસૂરિ અને “કલિ.” હેમચન્દ્રસૂરિ એ ચાર આચાર્યોને તથા (સિદ્ધરાજ) જયસિંહ, કુમારપાલ, અજયદેવ અને મૂલરાજ એ ચાર નૃપતિઓને તેમ જ સિદ્ધપાલને અજિતદેવસૂરિને અને વિજયસિંહસૂરિને અંગે ઘટે એવા અર્થ અપાયા છે. સ્વોપજ્ઞ વૃત્તિમાં ૧૦૧મો અર્થ કર્તાએ આપ્યો નથી પરંતુ આ વૃત્તિનું અનુસંધાન કરનાર એમના શિષ્ય એ અર્થ પોતાના ગુરુ સોમપ્રભસૂરિ પરત્વે આપ્યો છે. વિશેષમાં એ શિષ્ય આ શતાર્થવૃત્તને “ધનુસ્વરૂપ' કાવ્ય કહી દરેક ચરણના થોડા થોડા અક્ષરો લઈ
૧. જુઓ સિ. હે. ની ચન્દ્રસાગરગણિકૃત પ્રસ્તાવના (પૃ. ગા). ૨. આ સ્વપજ્ઞ વૃત્તિ સહિત અનેકાર્થસાહિત્યસંગ્રહ (ભા. ૧, પૃ. ૬૮-૧૩૪)માં છપાયું છે. અંતમાં આ વૃત્તિનું
ગુજરાતી ભાષાંતર પણ છપાયું છે. વિશેષમાં આ સંગ્રહની ગુજરાતી પ્રસ્તાવના પૂ. પર ની સામે સોમપ્રભસૂરિનું વંશવૃક્ષ આપી એમાં નિર્દેશાયેલા મુનિચન્દ્રસૂરિથી માંડીને તે સોમચન્દ્ર સુધીના ચોવીસ મુનિવરોનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. ત્યાર બાદ સોમપ્રભસૂરિની કૃતિઓ વિષે વિચાર કરાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org