________________
૨૫૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ પાનિસ્તોત્ર- આ પણ ન્યાયાચાર્યની કૃતિ છે. એમાં ૨૧ પદ્યો છે અને એ બધાં “સ્વાગતા'
છંદમાં રચાયેલાં છે. આ સ્તોત્રનો જ કેટલાક વારાણસીપાર્શ્વનાથસ્તોત્ર તરીકે નિર્દેશ કરે છે. | P ૪૨૫ શમીના-પાર્થ-સ્તોત્ર (લ. વિ. સં. ૧૭૩૦)- આ અનુષ્ટ્રમાં રચાયેલાં નવ પદ્યરૂપ
સ્તોત્રનાં કર્તા “ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. અંતમાં “યશોવિનયપૂતમ્” એવો શબ્દગુચ્છ છે, અંતિમ પદ્યમાં સૂચવાયા મુજબ આ “શમીન” પાર્શ્વનાથની સ્તુતિ છે.
'આદિજિનસ્તવન- આ “પુંડરીક ગિરિ ઉપરના આદિનાથના ગુણગાનરૂપે છે પદ્યમાં ન્યાયાચાર્યે રચ્યું છે. એનાં પહેલાં પાંચ પડ્યો “શૃંખલા” યમકથી અલંકૃત છે.
અનુવાદ– આ મારો અનુવાદ છપાયેલો છે.”
ચતુર્વિશતિ-જિન-સ્તુતિ (વિ. સં. ૧૮૫૯)- આ સ્તુતિના કર્તા “ખરતર' ગચ્છના પુણ્યશીલ R ૪૨૬ છે. એઓ ગૌતમીયમહાકાવ્ય વગેરે રચનારા રૂપચન્દ્રના શિષ્ય, સમયસુન્દરના ગુરુ અને શિવચન્દ્રના
પ્રગુરુ થાય છે. એમની આ કૃતિમાં ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરની એકેક સ્તુતિ અને અંતમાં એ ચોવીસેની ભેગી એક સ્તુતિ એમ ૨૫ સ્તુતિઓ છે. અંતમાં સાત પદ્યની પ્રશસ્તિ છે. બધું મળીને લગભગ બસો પડ્યો છે. આ સ્તુતિઓની વિશેષતા એ છે કે ચાલુ વૃત્તમાં રચાયેલી નથી પરંતુ મુખ્યતયા પ્રચલિત “હિંદી' દેશીઓમાં રચાયેલી છે. વળી એ વિભાસ, કાફી, સોરઠ, વેલાઉલ ઈત્યાદિ રાગમાં પણ ગવાય છે. આમ આ સ્તુતિ “ગેય કાવ્યરૂપ છે.
સ્તુિતિનદિની–૪00જેટલા ગ્રંથોના મંગલાચરણગત દેવ-ગુરુવ.ની વિભાગવાર સ્તુતિઓ આમાં આપી છે. આનું સંકલન મુનિહિતવર્ધનવિજયદ્વારા અને પ્રકાશન “કુસુમઅમૃતપ્રકાશન' દ્વારા થયું છે.
શ્રીરામચન્દ્રીય મહાકાવ્ય- મુનિમોલરતિવિજયકૃત આ કાવ્ય ગુજ. અનુવાદ સાથે પરમપદપ્રકાશન મુંબઈ સં. ૨૦૫૮માં પ્રકાશિત થયું છે.] ૧. આ ય. વા. ગ્રંથસંગ્રહ (પત્ર ૪૩૮-૪૪૪)માં છપાયું છે. ૨. આ સ્તોત્ર જૈન સ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૩૯૨-૩૯૩)માં પ્રકાશિત થયેલું છે પરંતુ એનું આદ્ય પદ્ય નથી. ૩. શું યશોવિજયગણિકૃત સમીકાપાર્થ-સ્તોત્ર તરીકે ઓળખાવાતી કૃતિ તે આ જ છે ? ૪. રાધનપુરની પાસે તેમ જ ગુજરાતના બીજાપુરની પાસે પણ “સમી' નામનું ગામ છે. કોઈ કોઈ મુનિવર આ બે સમી પૈકી શંખેશ્વરથી થોડેક દૂર અને રાધનપુરની પાસે આવેલા “સમી’ ગામના પાર્શ્વનાથને ઉદેશીને
શમીન' શબ્દનો વ્યવહાર કરાયો છે એમ કહે છે. ૫. આ મારા અનુવાદ સહિત “આ. સમિતિ” તરફથી ઇ. સ. ૧૯૨૬માં પ્રકાશિત ચતુવિંશતિકા (પૃ. ૮૨
૮૩)માં છપાયું છે. ૬. આને લઈને આ સ્તોત્રનું “પુંડરીકગિરિરાજસ્તોત્ર' નામ સાન્વર્થક ગણાય. આને “શત્રુંજયમંડન
શ્રી ઋષભદેવસ્તવન' પણ કહે છે. ૭. જુઓ ઉપરનું ટિપ્પણ ટિ. ૫. ૮. આ કૃતિ “ચતુર્વિશતિ-જિનેન્દ્ર-સ્તવનાનિ” એ નામથી “હિન્દી જૈનાગમ-પ્રકાશક સુમતિ-કાર્યાલય” તરફથી
કોટાથી વિ. સં. ૨૦૦૪માં પ્રકાશિત કરાઈ છે. ૯. એમણે વિ. સં. ૧૮૭૬માં ગદ્યમાં પ્રદ્યુમ્નલીલાપ્રકાશ નામનો કથાત્મક ગ્રંથ રચ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org