________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૪૨૪-૪૨૬]
૨૫૯ જિનચૈત્યવ
કેવા ત્રલોક્યપ્રકાશ- આ “ખરતર' ગચ્છના વાચક અમૃતધર્મ પાસે અગિયાર વર્ષની વયે વિ. સં. ૧૮૧૨માં દીક્ષા લેનારા ઉપાધ્યાય ક્ષમાકલ્યાણની વિવિધ છંદોબદ્ધ કૃતિ છે. એમાં ઋષભદેવાદિ ૨૪ તીર્થકરો પૈકી પ્રત્યેકને અંગે ત્રણ ત્રણ પદ્યો છે અંતમાં ત્રણ પદ્યોની પ્રશસ્તિ છે.
અનુવાદ– સાધ્વી બુદ્ધિશ્રીજીએ આનો વિ. સં. ૧૯૯૩માં તેમ જ છન્દઃપરિચયનો હિન્દીમાં અનુવાદ કર્યો છે અને એ પ્રકાશિત છે.
સ્વોપજ્ઞ વૃત્તિ- આ અપ્રકાશિત છે.
*વિદ્વત્મબોધ (લ. વિ. સં. ૧૬૬૦)- આ વિ. સં. ૧૬૫૪માં શિલોંછ નામમાલાની ટીકા રચનારા અને જ્ઞાનવિમલના શિષ્ય ઉપાધ્યાય શ્રીવલ્લભની રચના છે. એ ત્રણ પરિચ્છેદોમાં વિભક્ત છે. એમાં અનુક્રમે પ૬, ૬૦, અને ૨૬ (૨૦ + ૬) પદ્યો છે. આમ કુલ્લે ૧૪૨ પદ્યો છે. એ પૈકી આદ્ય ત્રણ પદ્યો ઉપક્રમણિકારૂપ છે જ્યારે અંતિમ છ પદ્યો પ્રસ્તુત કૃતિની પ્રશસ્તિરૂપ છે. વર્ણમાલાના અક્ષરો અનુસાર પદ્યો રચાયાં છે. એમાં નિમ્નલિખિત પંચેન્દ્રિય તિર્યંચોનાં–પશુપક્ષીઓનાં વર્ણન બાદ તૃતીય પદચ્છેદમાં સાધુ પંડિત અને વીરપુરુષનાં વર્ણન છે :
હાથી, અશ્વ, વૃષભ, સિંહ તથા ઊંટ તેમજ પોપટ, તેતર, હંસ, બગલો, ચક્રવાક, સારસ, ટીટોડી (ટિટ્ટિ), મોર અને ચાષ.
આ પૈકી હાથી ઇત્યાદિ પાંચ પશુઓનાં પ્રથમ પરિચ્છેદમાં અને નવ પક્ષીનાં દ્વિતીય પરિચ્છેદમાં વર્ણન છે. નમૂના તરીકે હું આદ્ય પરિચ્છેદનું નીચે મુજબનું ચોથું પદ્ય રજૂ કરું છું –
"क्लातले गजघटा प्रकटेष्टे, क्लावलीकृदिव सजलदाली ।
क्लापतीचन्द्र ! हृदयस्य मोददा, क्लारिज्ञजिरनिशं मददीप्ता ॥४॥" અવચૂર્ણિ– મૂળ કૃતિનાં પધો મોટે ભાગે દુર્ગમ છે. એ અવચૂરિની સહાયથી સુબોધ બને છે. માતૃકાપ્રસાદ– ઉપા.મેઘવિજય. (અપ્રગટ) માતૃકાપ્રકરણ-રત્નચન્દ્ર, (આ. યશોદેવસૂરિસંગ્રહ). માતૃકાપ્રકરણ– અક્ષયચન્દ્ર. (અનુસખ્યાન ૧૨) સિદ્ધમાતૃકા (અનુસંધાન ૨૫) સિદ્ધસેનસૂરિ.
૧. આકૃતિછન્દ:પરિચય,ક્ષમા કલ્યાણકૃતઋષભદેવાદિને અંગે એકેક ગુજરાતી ચૈત્યવન્દન (કુલ્લે ૨૪),ઋષભદેવાદિને
અંગે બબ્બે પોની તથા એકેક પદ્યની સ્તુતિ તેમ જ પ્રસ્તુત કૃતિ વગેરેના હિન્દી અનુવાદ સહિત અજમેરના
“શ્રાવિકાસંઘ” તરફથી વિ. સં. ૧૯૯૩માં છપાવાઈ છે. એમાં ક્ષમાકલ્યાણની પ્રતિકૃતિ અપાઈ છે. ૨. આ કૃતિ એની અવચૂર્ણિ, જિનવલ્લભસૂરિકૃત મહાવીર સ્તોત્ર અને એની નરચન્દ્રગણિકૃત અવસૂરિ તેમ જ વિમલકીર્તિગણિએ વિ. સં. ૧૬૮૧માં ૧૬૯ પદ્યમાં રચેલા ચન્દ્રદૂત અને એની કોઈકે રચેલી વૃત્તિ સહિત “શ્રી જિનદત્તસૂરિજ્ઞાનભંડાર” તરફથી અહીંથી : (સુરતથી) વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત કરાઈ છે. વિશેષમાં અહીં ચન્દ્રદૂતના શ્લો. ૧-૩૦ ઉપર અજ્ઞાતકર્તૃક ટીકા પણ છે. એના શ્લોક. ૫૯ના અંતમાં
“રૂત્યેન પન સમસ્થા” એવો ઉલ્લેખ છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૨. ૪. આ પદ્યોના અર્થ માટે અનેકાર્થી કોશ ઇત્યાદિ સાધન કામમાં લેવાં પડે તેમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org