________________
૨૭૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧
વિષય- વિરહિણી રાજીમતી ગિરનાર' ઉપર રહેતા નેમિનાથને સંસારાભિમુખ બનાવવા
માટે સખી સાથે ત્યાં જઈ કાલાવાલા કરે છે. અને પોતાની વિરહની વ્યથા વિસ્તારથી વર્ણવે છે. P ૪૫૦ (ગ્લો. ૬-૮૮) ત્યારબાદ એની સખી પણ પ્રયત્ન કરે છે (શ્લો. ૮૯-૧૨૩) પણ બેમાંથી એકેને
સફળતા મળતી નથી. ઊલટું નેમિનાથ રાજીમતીને સંસારનું દુઃખદ સ્વરૂપ સમજાવી અને વિષયવાસનાથી વિમુખ બનાવી દીક્ષા લેવા પ્રેરે છે અને એ સતી તેમ કરે છે. આ કાવ્યમાં છેલ્લાં બે પદ્યો ન હોત તો આ કાવ્યનું નામ “રાજીમતીવિપ્રલંભ કે “રાજીમતી-વિલાપ” જેવું રખાયું હોત. આ કાવ્યમાં નિમ્નલિખિત ગિરિ, નદી વગેરેનાં વર્ણન છે :
રામગિરિ (શ્લો. ૧) દ્વારિકા (શ્લો. ૧૬), વેત્રવતી (શ્લો. ર૬), સ્વર્ણરેખા (શ્લો. ૩૨ ને ૪૫), ક્રીડાપર્વત (શ્લો. ર૭), વામન રાજાની નગરી (શ્લો. ૩૨), ભદ્રા (શ્લો. ૫0, પૌર (ગ્લો. ૫૧), ગંધમાદન અને વેણુન પર્વત (શ્લો. પ૩ અને ૬૧).
| વિવરણો– આ કાવ્ય ઉપર એક અવચૂર્ણિ છે. વળી આ કાવ્ય ઉપર ગુણવિનયે *વ્યાખ્યા રચી છે. એના પૃ. ૧૦માં એમણે એક અવચૂર્ણિનો ઉલ્લેખ કર્યો છે.
અભિપ્રાય- આ કાવ્યને અંગે સ્વ. કિલાભાઈ એમ કહ્યું છે કે “આની ભાષા, વિચાર અને પદ્યરચના વગેરે સારાં છે અને કાવ્યના ગુણોમાં પાર્થાન્યુદય કરતાં એ કંઈક ચઢિયાતું છે.” P ૪૫૧ . (૪) શીલ-દૂત (વિ. સં. ૧૪૮૭)- આના કર્તા ચારિત્રસુન્દરગણિ છે. એ રત્નસિંહસૂરિના ૧. આ વિષય નિમ્નલિખિત પદ્યમાં કોઈકે આલેખ્યો છે :
"विरहानलतप्ता सीदति सुप्ता
__ रचितनलिनदलतल्पतले मरकतविमले । न सखीमभिनन्दति गुरुमभिवन्दति
निन्दति हिमकरनिकरं परितापकरम् । करकलितकपोलं गलितनिचोलं
नयति सततरुदितेन निशामनिमेषदृशा । मनुते हृदि भारं मुक्ताहारं
दिवसनिशाकरदीनमुखी जीवितविमुखी ॥१॥" ૨. જુઓ જૈ. સા. ઈ. પૃ. ૪૯૧ ૩. આ બધાના પરિચય જૈ. સા. ઈ. (પૃ. ૪૯૪-૪૯૫)માં અપાયો છે. એમાં રામગિરિ તે ગિરનાર, સ્વર્ણરેખા
તે સુવર્ણ, વામન રાજની નગરી તે વણથલી, ભદ્રા તે ભાદર અને પૌર તે પોરબંદર એમ કહ્યું છે. ૪. આ હિંદી જૈનાગમ પ્રકાશક સુમતિ કાર્યાલય તરફથી પ્રકાશિત છે. ૫. આ “ય. જે. ગ્રં.”માં ગ્રંથાક ૧૮ તરીકે ઈ. સ. ૧૯૦૯માં છપાવાયું છે. [સા. પ્રમોદશ્રી સંશોધિત એ. વિશ્વનાથના હિન્દી સાથે પાર્શ્વનાથશોધપીઠ વારાણસી દ્વારા અને વિવિધ સ્તોત્રસંગ્રહમાં અને આ. સુશીલસૂરિની સુશીલાવૃત્તિ સાથે સુશીલસૂરિ જ્ઞા. સિરોહીથી પ્રસિદ્ધ થયું છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org