________________
P. ૪૪૬
૨૭૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ (ગા) અજૈન કૃતિઓની પાદપૂર્તિ [૧૧ + ૨ + ૪ = ૧૭]
પાદપૂર્તિરૂપ કાવ્યના જે બે વર્ગ પૃ. ૪૨૭માં મેં સૂચવ્યા છે તેમાના પ્રથમ વર્ગને અંગેનાં ૪૭ જૈન કાવ્યો આપણે વિચારી ગયા એટલે હવે દ્વિતીય વર્ગનાં કાવ્યો વિચારીશું. આ કાવ્યો, રઘુવંશ, મેઘદૂત, કિરાતાર્જુનીય, શિશુપાલવધ અને નૈષધચરિત એ પાંચ મહાકાવ્યો સાથે, પુષ્પદન્તકૃત શિવમહિમ્ન સ્તોત્ર સાથે તેમ જ પ્રકીર્ણ સમસ્યાઓ સાથે સંબંધ ધરાવે છે. આમ આના ત્રણ ઉપવર્ગો પડે છે. એનો હવે ક્રમશઃ વિચાર કરાય છે.
(૧) મહાકાવ્યોની પાદપૂર્તિ [૧ + ૭ + ૧ + ૧ + ૧ = ૧૧]
(૧) જિનસિંહસૂરિ-પદોત્સવ-કાવ્ય- “કવિકુલકિરીટ' કાલિદાસની જે વિવિધ કૃતિઓ છે તેમાંની એક તે રઘુવંશ છે. એના ત્રીજા સર્ગમાં ૭૦ પદ્યો છે અને એમાં રઘુના રાજ્યાભિષેકનો અધિકાર છે. આ સર્ગની પૂર્તિરૂપે ઉપાધ્યાય સમયસુન્દરગણિએ જિનસિંહસૂરિ-પદોત્સવ નામનું કાવ્ય રહ્યું છે. એ કાવ્ય કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયું જણાતું નથી.'
(૨) પાર્થાન્યુદય-કાવ્ય (ઉ. વિ. સં. ૮૪૦)- આના કર્તા આદિપુરાણના પ્રણેતા દિ જિનસેન પહેલા છે. આ કાવ્યની પ્રશંસા જિનસેન બીજાએ શકસંવત્ ૭૦૫માં રચેલા હરિવંશપુરાણ (શ્લો. ૪૦)માં કરી છે. એ હિસાબે આ કાવ્ય એ પહેલાનું ગણાય.
દિ. વીરસેનના શિષ્ય વિનયસેનની પ્રેરણાથી આ કાવ્ય કાલિદાસકૃત મેઘદૂતની પાદપૂર્તિરૂપે ૩૬૪ પદ્યોમાં “મન્દાક્રાન્તા' છંદમાં રચાયું છે. અંતમાં અમોઘવર્ષ (પહેલા)નો નિર્દેશ છે. આ ખંડ-કાવ્યની વિશિષ્ટતા છે કે એમાં મેઘદૂતના પ્રત્યેક પદ્યનું એકેક અને કેટલીક વાર એનાં બબ્બે ચરણો લઈ એની પૂર્તિરૂપે અન્ય ચરણો રચી આ કૌતુકાવહ કાવ્ય દ્વારા સંપૂર્ણ મેઘદૂત ગૂંથી લેવાયું છે.'
| મેઘદૂત અને આ પાશ્વભ્યદયના વિષયમાં અંતર છે. આનું કરાણ એ છે કે મેઘદૂતમાં વિયોગ અને શૃંગાર અગ્ર ભાગ ભજવે છે જ્યારે આમાં પાર્શ્વનાથનું ચરિત્ર અને ભક્તિ પ્રધાન પદે
P ૪૪૭
૧. અજૈન વ્યાકરણો અને કોશ સાથે સંબંધ ધરાવનારી પાદપૂર્તિરૂપ કૃતિઓ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)નાં
પૃ. ૨૭૩ અને ૨૮૦માં અનુક્રમે વિચારી છે. ૨. રઘુવંશ, કુમારસંભવ, કિરાતાર્જુનીય, શિશુપાલવધ અને નૈષધચરિત એમ પાંચ મહાકાવ્યો પંડિતો ગણાવે
છે અને એમાં કેલાંક મેઘદૂત ઉમેરે છે એમ સ્વ. લક્ષ્મણ રામચન્દ્ર વૈદ્ય રચેલ The Standard Sanskrit English Dictionary (p. 561)માં ઉલ્લેખ છે. ૩. શ્રી અગરચંદ નાહટા પાસે આની મુદ્રણાલયપુસ્તિકા છે એમ એમની “ભાવારિવારણ-પાદપૂર્તિ
સ્તોત્રાદિસંગ્રહ”ની પ્રસ્તાવના (પૃ. ૧) ઉપરથી જણાય છે. ૪. આ કાવ્ય પ્રો. કે. બી. પાઠકના અનુવાદ સહિત પૂનાથી ઈ. સ. ૧૮૯૪માં (અને બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૧૬માં) છપાવાયું છે. યોગિરાજની ટીકા સહિત આ કાવ્ય “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૦૯માં પ્રકાશિત કરાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org