________________
૨૬૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ P ૪૪૨ પાદપૂર્તિરૂપે આ સ્તવન સોળ પદ્યમાં રચી અંતમાં ઉપસંહારરૂપે એક પદ્ય રચ્યું છે. આમ આમાં ૧૭ પદ્યો છે.
(૨) પ્રથમનિસ્તવન (વિ. સં. ૧૬૭૫)આના કર્તા “ખરતર' ગચ્છના જિનચન્દ્રસૂરિના ભક્ત (શિષ્ય) સુમતિકલ્લોલ છે. આ આખું સ્તવન ઉપર્યુક્ત પ્રમદ-પાર્શ્વ-જિન સ્તવન પ્રમાણેનું પાદપૂર્તિરૂપ સ્તવન છે અને એમાં ૧૭ પદ્યો છે. અંતિમ પદ્યમાં રચના-સમય તરીકે વિ. સં. ૧૬૭૫નો ઉલ્લેખ છે એમ એના રચના સમય તરીકે પ્રદ્યુમ્નપુયોધિયનો નિર્દેશ જોતાં જણાય છે. જો પોધિથી ચારનો અંક સમજવાનો હોય તો તે વાત જુદી છે.
(૩) પાર્જ-સ્તવન (લ. વિ. સં. ૧૭૪૫)- આ ૧૭ પદ્યના કર્તા લક્ષ્મીવલ્લભ છે. શું એઓ ખરતર' ગચ્છના લક્ષ્મીકીર્તિના શિષ્ય થાય છે ? જો એમ જ હોય તો એઓ ૫૦કની કલ્પદ્રુમકલિકા નામની વૃત્તિ રચનારા ગણાય અને આ હિસાબે એમની આ કૃતિ વિ. સં. ૧૭૪૫ની આસપાસમાં રચાઈ હશે એમ મનાય.
(૪) સંસારદાવાપાદપૂર્તિ- આના કર્તા જ્ઞાનસાગર છે.
(૫) જિન-સ્તુતિ- સંસારદાવાનલ-સ્તુતિના પ્રત્યેક પદ્યના આદ્ય ચરણની પૂર્તિરૂપ આ
સ્તુતિ કોઈકે ચાર પદ્યમાં રચી છે. એનો પ્રારંભ “પ્રેતિથી કરાયો છે. P ૪૪૩
(૪) પાદપૂર્તિરૂપ પ્રકીર્ણક કૃતિઓ [૮] (૧) “ભાવારિવારણ-પાદપૂર્તિ (વિ. સં. ૧૬૫૯)- ‘ભાવારિવારણથી શરૂ થતું આ સમસંસ્કૃત સ્તોત્ર ૩૦ પદ્યમાં જિનવલ્લભસૂરિએ રચ્યું છે. એને મહાવીર-સ્તવન તેમ જ વર્ધમાન-સ્તવન પણ કહે છે. એના પ્રત્યેક પદ્યના અંતિમ ચરણની આ પાદપૂર્તિના કર્તા “ખરતર' ગચ્છના જિનહંસસૂરિના પ્રશિષ્ય અને ઉપાધ્યાય પુણ્યસાગરના શિષ્ય ઉપાધ્યાય પદ્મરાજ છે. એઓ જ્ઞાનતિલક અને કલ્યાણકલશના ગુરુ થાય છે. એમણે ભુવનહિતસૂરિએ “સંગ્રામ દંડકમાં રચેલી જિન-સ્તુતિની વૃત્તિ વિ. સં. ૧૬૪૩માં અને જિનેશ્વરસૂરિકૃત 'ચિત દંડક-સ્તુતિની વૃતિ વિ. સં. ૧૧૬૪૪માં જેસલમેરમાં
૧. આ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૧, પૃ. ૬૫-૬૭)માં છપાવાયું છે. ૨. આ સ્તુતિ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૨, પૃ. ૨૦)માં પ્રકાશિત થયેલી છે. ૧. આ પાદપૂર્તિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત “શ્રી હિન્દી જૈનાગમ પ્રકાશક સુમતિ કાર્યાલય” તરફથી કોટાથી
વીરસંવત્ ૨૪૭૪ (હિન્દ સં. ૧)માં પ્રકાશિત કરાયેલી છે. એમાં પધરાજકૃત છ પદ્યનું કમકમય પાર્શ્વનાથલઘુ-સ્તોત્ર, એની સ્વોપજ્ઞ વૃત્તિ, ભુવનહિતસૂરિએ “સંગ્રામ' દંડકમાં રચેલી જિન-સ્તુતિ અને એની પદ્મરાજે કરેલી વૃત્તિ છપાયાં છે. ૨. એમણે આયાર ઉપર વિ. સં. ૧૫૮૨ (? ૧૫૭૨)માં દીપિકા રચી છે. વળી એમણે કલ્પલ્પાન્તર્વાચ્ય રચ્યું છે. ૩. એમની કૃતિની નોંધ ઉપર્યુક્ત પાદપૂર્તિની આવૃત્તિની પ્રસ્તાવના (પૃ. ૫-૬)માં અપાઈ છે. ૪. આને અભુત-દંડક-સ્તુતિ પણ કહે છે. ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૩૨)માં ૧૬૨૪નો ઉલ્લેખ છે તે બ્રાંત જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org