________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : [પ્ર. આ. ૪૪૨-૪૪૫]
૨૬૯ રચી છે. એમણે વિ. સં. ૧૬૬૭માં ૧૪૧ પદ્યનો ક્ષુલ્લક-ઋષિ-પ્રબન્ધ રચ્યો છે. વળી એમણે કેટલાંક P. ૪૪૪ સ્તવન, ગીત વગેરે પણ રચ્યાં છે.'
સ્વોપજ્ઞ વૃત્તિ પધરાજે આ વૃતિ વિ. સં. ૧૬૫૯માં જેસલમેરમાં રચી છે.
(૨) રત્નાકરપંચવિંશતિકાની પાદપૂર્તિ- “શ્રેયઃ-fશ્રયથી શરૂ થતી અને રત્નાકર મુનિએ રચેલી કૃતિ રત્નાકર-પંચવિંશતિકા તરીકે સુપ્રસિદ્ધ છે. આના આદ્ય પદ્યના પ્રથમ ચરણની અને સમગ્ર કૃતિના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આત્મબોધ-પંચવિંશતિકા (અનુશય-પંચવિશતિકા) નામની કૃતિ શ્રીવિજયધુરંધરસૂરિજીએ ૨૬ પદ્યોમાં રચી છે.
'અનુવાદ– અને ભાવાર્થ– આ કૃતિનો ગુજરાતીમાં પદ્યાત્મક અનુવાદ ભાવાર્થ સહિત વ્યાકરણાચાર્ય મુનિશ્રી (હાલ ગણિ) હેમચન્દ્રવિજયજીએ કર્યો છે.
(૩) પાર્થ-જિન-સ્તુતિ- આ ઉપર્યુક્ત રત્નાકર-પંચવિંશતિકાના આદ્ય પદ્યનાં ચારે ચરણોની પૂર્તિરૂપ સ્તુતિ છે. એ કોઈકે ચાર પદ્યોમાં રચી છે.
(૪) શાન્તિ-જિન-સ્તુતિ- “નિશવનીથી શરૂ થતી એક પદ્યની સ્તુતિનાં ચારે P ૪૪૫ ચરણોની પૂર્તિરૂપ આ સ્તુતિ કોઈકે ચાર પઘોમાં રચી છે.
(૫) “વીર-જિન-સ્તુતિ– આ સ્તુતિ “નતિયાથી શરૂ થતી સ્તુતિના પ્રત્યેક પદ્યના આદ્ય ચરણની પૂર્તિરૂપ છે. એ કોઈકે ચાર. પદ્યમાં રચી છે.
(૬) વિજ્ઞપ્તિલેખગતપાદપૂર્તિ- આ પં. લાભવિજયે રચેલા વિજ્ઞપ્તિલેખનું ૯૭મું પદ્ય છે. એ “સ્નાતસ્યા” સ્તુતિના આદ્ય પદ્યની પાદપૂર્તિરૂપ છે. જુઓ પૃ. ૪૩૩
(૭) જ્ઞાનપંચમી-સ્તુતિ-પાદપૂર્તિ- “શ્રીમ:પશ્ચરૂપથી શરૂ થતી જે જ્ઞાનપંચમીસ્તુતિ | કિવા ઉદ્યોતપંચમી-સ્તુતિ છે એના ચોથા ચરણની પૂર્તિરૂપે આ સ્તુતિ કોઈકે રચી છે.
(૮) વિજ્ઞપ્તિલેખગત પાદપૂર્તિ- પં. લાભવિજયે રચેલા વિજ્ઞપ્તિલેખનું ૯૮મું પદ્ય તે ઉપર્યુક્ત જ્ઞાનપંચમીસ્તુતિના દ્વિતીય પદ્યના દ્વિતીય ચરણની પાદપૂર્તિરૂપ છે. જુઓ પૃ. ૨૬૩.
૧. એની એક સૂચી ઉપર્યુક્ત પાદપૂર્તિની આવૃત્તિની પ્રસ્તાવના (પૃ. ૭-૮)માં અપાઈ છે. ૨. આ “હિંદી જૈનાગમ પ્રકાશક સમિતિ” કોટાથી પ્રકાશિત છે. ૩. આ કૃતિ ગુજરાતી અનુવાદ અને ભાવાર્થ તેમ જ રત્નાકરપંચવિંશતિકા સહિત “જૈન સાહિત્યવર્ધક સભા”
તરફથી વિ. સં. ૨૦૨૨માં છપાવાઈ છે. ૪-૫. આ બંને પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ ૬. આ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૧, પૃ. ૧૭)માં પ્રકાશિત થયેલી છે. ૭-૮, આ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૨, પૃ. ૧૬-૨૦)માં છપાવાઈ છે. ૯. આ વિજ્ઞપ્તિલેખ સંગ્રહમાં છપાયેલ છે. ૧૦. આ જૈનસ્તોત્રસંગ્રહમાં છપાવાઈ છે એમ શ્રી. નાહટાએ કહ્યું છે પરંતુ એમાં તો એ નથી તેનું કેમ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org