________________
૨૬૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ ઉપર્યુક્ત ઋષભ-ભક્તામરના શ્લો. ૧ અને ૪૫ આપ્યા છે. આ સમગ્ર કાવ્ય ભ. સ્તો. પા. કા. સં. ના તૃતીય વિભાગ માટે મેં ગુજરાતી શબ્દાર્થ, શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ઈ. સ. ૧૯૨૬માં
તૈયાર કર્યું હતું પણ એ સામગ્રીના પ્રકાશનાર્થે હજુ સુધી પ્રબંધ થઈ શક્યો નથી. P ૪૩પ ટીકા– આ અવસૂરિરૂપ છે અને તે પણ નવ જ પદ્ય પૂરતી સમયસુ. કુમાં છપાઈ છે."
(૨) દાદા-પાર્શ્વ-ભક્તામર (લ. વિ. સં. ૧૬૮૫)– આ ભક્તામર-સ્તોત્રના પ્રત્યેક પદ્યના પ્રથમ ચરણની પાદપૂર્તિરૂપ છે. એ દ્વારા વડોદરાના “દાદા' પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે. એમાં ૪૫ પદ્યો છે. એના કર્તા પાસાગરના શિષ્ય રાજસુન્દર છે.
(૩) પાર્શ્વ-ભક્તામર ( )- આના કર્તા વિનયપ્રમોદના શિષ્ય પં. વિનયલાભગણિ છે. એમણે આ કાવ્યમાં ૪૪ પદ્યો ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપે રચી ૪૫મું પદ્ય પ્રશસ્તિરૂપે રચ્યું છે. એમાં પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે, જો કે કેટલાં યે પડ્યો ગમે તે તીર્થકરની સ્તુતિરૂપ ગણી શકાય તેવાં છે કેમકે આ કાવ્ય કંઈ પાર્શ્વનાથનું ચરિત્ર પૂરું પાડતું નથી.
(૪) નેમિ-ભક્તામર કિંવા પ્રાણપ્રિય-કાવ્ય (લ. વિ. સં. ૧૭૩૦)- આના કર્તા સંઘર્ષના P ૪૩૬ શિષ્ય ધર્મસિંહના શિષ્ય રત્નસિંહ છે. આ ૪૯ પદ્યના કાવ્યમાં નેમિનાથ અને રાજીમતી સંબંધી
અધિકાર છે. આ કાવ્ય પણ ઉપર મુજબ ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. આનો પ્રારંભ “પ્રાપ્રિય નૃપસુત”થી થાય છે આથી એને કેટલાક “પ્રાણપ્રિય-કાવ્ય' પણ કહે છે.
(૫) વીર-ભક્તામર (વિ. સં. ૧૭૩૬)- આના કર્તા ખરતર' ગચ્છના વિજયહર્ષના અનુગામી ઉપાધ્યાય ધર્મવર્ધનગણિ ઉર્ફે ધર્મસિંહ છે. એમણે ડભાષામય પાર્શ્વનાથ-સ્તવન રચ્યું છે. આ ઉપરાંત એમણે ગુજરાતીમાં કેટલીક કૃતિઓ રચી છે. એમના શિષ્યનું નામ કીર્તિસુન્દરગણિ છે.
ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આ કાવ્યમાં વીર જિનેશ્વરનું ચરિત્ર મનોમોહક રીતે રજૂ કરાયું છે. આ ૪૫ પદ્યનું કાવ્ય બેનાટમાં વિ. સં. ૧૭૩૬માં રચાયું છે. એના ઉપરની સ્વોપજ્ઞ ટીકા પ્રકાશિત છે. ૧. સમયસુંદરકૃતિકુસુમાંજલી (પૃ. ૬૦૪-૬૧૪) જુઓ ૨. આ કાવ્ય મદીય અન્વય, ગુજરાતી શબ્દાર્થ, પદ્યાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ભ. સ્તો. પા. કા. સં.ના
દ્વિતીય વિભાગમાં પૃ. ૧૨૩-૧૮૩માં ઇ. સ. ૧૯૨૬માં છપાવાયું છે. ૩. જુઓ યુગપ્રધાન જિનચન્દ્રસૂરિ (પૃ. ૧૮૬). ૪. આ નામથી આ કાવ્યઃ હિંદી ભાષાંતર સહિત “જૈનગ્રંથરત્નકાર્યાલય” તરફથી શ્રીનાથુરામ પ્રેમીએ છપાવ્યું છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૭૯) પ્રમાણે આ કાવ્યમાં ૪૮ પદ્યો છે અને એ રત્નસિંહસૂરિની કૃતિ
ખુરઈથી વીરસંવત્ ૨૪૪રમાં પ્રકાશિત થયેલી છે. ૫. આ કાવ્ય સ્વોપજ્ઞ ટીકા તેમ જ મદીય અન્વય, ગુજરાતી શબ્દાર્થ, શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણ ભ. સ્તો.
પા. કા. સં.ના પ્રથમ વિભાગ (પૃ. ૧-૯૨)માં ઈ. સ. ૧૯૨૬માં છપાયું છે. ૬. જુઓ ઉપરનું ટિપ્પણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org