________________
P ૪૦૬
૨૪૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ વિદ્વાન બન્યા હોય તેઓ ગુરુની ભક્તિ ન કરતા હોય તો એ શિષ્યો શા કામના એમ પહેલાં સોળ પદ્યોમાં કહ્યું છે. એ સોળે પદ્યનો ઉત્તરાર્ધ નીચે મુજબ છે :
“રિ તે = વત: શિષ્ય વિ સૈનિર્થિકૈ ?” અંતમાં શિષ્યનો દોષ ન કાઢતાં ગુરુએ પોતાના કર્મનો દોષ કાઢવો એ વાત રજૂ કરાઈ છે.
તેરમાં પદ્યમાં હિન્દુ અને મુસલમાન એ બે શબ્દો જાણે સંસ્કૃત ન હોય એમ એનો પ્રયોગ કરાયો છે.
આ સ્તોત્ર વિ. સં. ૧૬૯૮માં રાજધાનીમાં રચાયું હતું.
(૫) તીર્થમાલાસ્તવન- (ઉ. વિ. સં. ૧૬૭૨)– આમાં શત્રુંજય, ગિરનાર, આબુ, અષ્ટાપદ, સમેતશિખર, જેસલમેર, રાણકપુર, સ્તષ્મતીર્થ, શંખેશ્વર ગૌડી, મગસી, ફલોધિ, નંદીશ્વર વગેરેની જિનપ્રતિમાઓને તેમ જ શાશ્વત જિનપ્રતિમાઓને વંદન કરાયું છે.
(૬) આદિનાથસ્તોત્ર- આનાં પહેલાં તેર પદ્યો પાદાન્તયમકથી વિભૂષિત છે. અંતિમ પદ્યમાં કર્તાએ કહ્યું છે કે આ સ્તોત્ર ભંગશ્લેષથી યુક્ત છે.
(૭) નેમિનાથસ્તવન– આનાં પહેલાં છ પદ્યો ખૂટે છે. સાતમું પદ્ય જ. મમાં છે. એના જ અક્ષરો લઈ આઠમું પદ્ય બનાવાયું છે અને એ પાઈયમાં છે. એવી રીતે નવમા સંસ્કૃત પદ્ય ઉપરથી દસમું પદ્ય સંસ્કૃતમાં યોજાયું છે. ૧૧મા પદ્યમાં બધા જ અક્ષર અકારાન્ત છે અને બારમા પદ્યમાં બધા જ અક્ષર ગુરુ છે (આ બંને પદ્યો સંસ્કૃતમાં છે). આથી તો કર્તાએ અંતિમ પદ્યમાં આ સ્તવન વિવિધકાવ્યભેદ'થી યુક્ત હોવાનું કહ્યું છે.
(૮) મહાવીરસ્વામિસ્તવન- પૂર્વાર્ધનાં બંને ચરણોમાં જેમ ચાર ચાર અક્ષર સમાન છે તેમ ઉત્તરાર્ધમાં પણ છે. આમ આ યમકમય સ્તવન છે.
(૯) પાર્શ્વનાથસમસ્યાસ્તવ- આના અંતિમ પદ્ય સિવાયનું પ્રત્યેક પદ્ય કોઇ ને કોઇ સુપ્રસિદ્ધ પંક્તિરૂ૫ સમસ્યાની પાદપૂર્તિ તરીકે છે. દા. ત. બીજું પદ્ય નિમ્નલિખિત પંક્તિની પાદપૂર્તિરૂપ છે :
“ોfધર્નસ્નધ: પયોધરુવાનિધવવિધ ?” (૧૧) પાર્શ્વનાથ-વૃંગાટકબન્ધાસ્તવન- આ કૃતિ “શૃંગાટકબન્ધથી વિભૂષિત હોવાનો અંતિમ પદ્યમાં ઉલ્લેખ છે. આમ આ ચિત્ર કાવ્ય છે. અત્યાર સુધી એક પણ અન્ય જૈન કૃતિ આ બન્ધવાળી મારા જોવામાં આવી નથી વિશેષમાં આને અંગેનું ચિત્ર કેમ દોરવું તે પણ જાણવામાં નથી.
(૧૨) સમસ્યાસ્તવ- આના દસમા પદ્યમાં કહ્યું છે કે વિદ્વાનોના પરસ્પર વાર્તાલાપમાં “શતન્દ્ર નમસ્તસ્ત્રમ્"ને અંગે આ સમસ્યામય કૃતિ રચાઈ છે. પૃ. ૪૯૮ માં આ કૃતિ પૂર્ણ કરાયા બાદ ત્રણ અધિક પદ્યો આ પાદસમસ્યાથી અલંકૃત અપાયાં છે અને એના ક્રમાંક ૧૪-૧૬ રખાયા ૧. બાણે પણ આ પાદસમસ્યાની પૂર્તિ કરી છે એમ સુભાષિતરત્ન-ભાંડાગાર જોતાં જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org