________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો ઃ સ્તુતિ સ્તોત્રો : [પ્ર. આ. ૪૦૯-૪૧૨]
૨૫૧ (૩૫) 'શાન્તિનાથગીત કિંવા શાન્તિનાથસ્તોત્ર- (વિક્રમની ૧૭મી સદી)- આ ત્રણ પદ્યની P ૪૧૧ કૃતિ “કેદારો' રાગમાં ગવાય છે. એ શાન્તિનાથના ગુણગાનરૂપ છે. | પૃ. ૪૯૮માં કોઈ કૃતિમાંથી કેવળ ત્રીજું પદ્ય, પૃ. ૪૯૮-૪૯૯માં કોઈક કૃતિમાંથી ત્રણ પદ્યો તેમ જ કોઈકમાંથી૩, પ, ૬ અને ૭ એ ક્રમાંકવાળાં ચાર જ પડ્યો, પૃ. ૪૯૯-૫૦૦માં કોઈ કૃતિમાંથી પહેલાં ચાર જ પડ્યો અને પૃ. ૫૦૦માં બે કે પછી ત્રણ ગણવાં હોય તો ત્રણ પદ્યો અપાયાં છે કે જેમાંનાં છેલ્લાં બે પ્રહેલિકારૂપ છે પણ આમ આ કૃતિઓ ત્રુટક હોઈ એનો મેં અહીં વિચાર કરવાની વાત જતી કરી છે.
આમ જે મેં અહીં સંસ્કૃત અને અર્ધસ્કૃત કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે તે પૈકી વીસ કૃતિઓ વિશિષ્ટ તીર્થકરને અંગેની છે. બીજી કૃતિ વીતરાગને લગતી છે. ૧૫મી કૃતિ જિનકુશલસૂરિના, ૨૩મી જિનચન્દ્રસૂરિના અને ૨૪મી જિનસાગરસૂરિના ગુણોત્કીર્તનરૂપ છે. પાંચમી કૃતિ તીર્થમાલા પરત્વે છે એટલે આ કૃતિઓ સ્તુતિસ્તોત્રરૂપ ગણાય. ૪, ૧૨ ૧૭ ૧૮ અને ૧૯ ક્રમાંકવાળી કૃતિઓ એ પ્રકારની નથી. એ તો અન્ય વિષયની લઘુ પદ્યાત્મક કૃતિઓ છે. નવમી અને બારમી કૃતિ સમસ્યારૂપ છે. ચિત્રકાવ્ય તરીકે ૧૧મી અને ૨૧મી કૃતિ નોંધપાત્ર છે.
P. ૪૧૨ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ (લ. વિ. સં. ૧૬૬૦)– આના કર્તા “પંડિત” “મેરુવિજયગણિ છે. એઓ પંડિત આનન્દ-વિજયગણિના ભક્ત ( ? શિષ્ય ) થાય છે. એમણે વિજયસેનસૂરિના રાજ્ય દરમ્યાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થકરોને અંગે ચચ્ચાર પદ્યોની ચમકમય સ્તુતિ રચી છે. એમાં એમણે અનુક્રમે નિમ્નલિખિત ૨૪ દેવીઓને સ્થાન આપ્યું છે :૧. આ સમગ્ર કૃતિ એના મારા ગુજરાતી અનુવાદ સહિત મારા લેખ નામે “ગીતકાર સમયસુન્દરકત શાન્તિનાથસ્તોત્ર'માં
છપાઈ છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૭૫ અં. ૮-૯ ભેગા)માં પ્રકાશિત થયેલો છે. ૨. એના ક્રમાંક તીર્થંકરના નામ સહિત આ મુજબ છે :- ૬ (આદિનાથ), ૭ (નેમિનાથ), ૯, ૧૧, ૧૩, ૧૪, ૨૦
૨૩, ૨૫, ૨૭-૩૨ (પાર્શ્વનાથ), ૮ (મહાવીરસ્વામી), ૩૫ (શાન્તિનાથ), અને ૩૩ (સીમન્વરસ્વામી). ૩. આમ હોઈ એનું સમુચિત સ્થાન એકત્રીસમું પ્રકરણ છે. ૪. આ સ્તુતિ અવચૂરિ સહિત “દે. લા. જે. પુ. સંસ્થા” તરફથી ઇ. સ. ૧૯૧૫માં પ્રકાશિત કરાઈ હતી. ત્યાર બાદ આ સ્તુતિ સ્વોપજ્ઞ વિવરણ, સોમતિલકસૂરિકૃત સાધારણજિનસ્તુતિ (સાવચૂરિ), રવિસાગરકૃત ગૌતમસ્તુતિ (સાવચૂરિ), જિનપદ્ધકૃત પાર્શ્વનાથસ્તવ (સાવચૂરિ) અને જિનપ્રભસૂરિકૃત અજિતજિનસ્તોત્ર (સટિપ્પણક) એ ચાર પરિશિષ્ટો તેમ જ મેં મૂળ કૃતિ વગેરેનાં તૈયાર કરેલાં શબ્દાર્થ, ગુજરાતી શ્લોકાર્થ અને ગુજરાતી સ્પષ્ટીકરણ તથા મૂળ કૃતિને અંગેનો મારો સમાસવિગ્રહ અને મારી ભૂમિકા ઇત્યાદિ સહિત
આ. સમિતિ” તરફથી ઇ. સ. ૧૯૨૭માં છપાવાઈ છે. આ મારી આવૃત્તિમાં સોળ શાસનદેવીઓ અને સોળ યક્ષોનાં ભેગાં ચિત્રો તેમ જ છ વિદ્યાદેવી અને સરસ્વતીનાં ચિત્રો, ગૌતમસ્વામી વગેરે ગણધરોનું
ભેગું એક ચિત્ર એમ ૨૪ ચિત્રો અપાયાં છે. ૫. એમણે સંસ્કૃતમાં વિજ્ઞપ્તિપત્રી રચી હોવાનું કહેવાય છે. ૬. એઓ આનન્દવિલમસૂરિના શિષ્ય વાનરગણિ (વિજયવિમલ)ના શિષ્ય અને બુદ્ધિવિમલના ગુરુ હોય એમ
લાગે છે. જુઓ ઉપર મારી દ્વિતીય ટિપ્પણગત ભૂમિકા (પૃ. ૨૪-૨૫). ૭. પ્રત્યેક પદ્યમાં દ્વિતીય અને ચતુર્થ ચરણની સમાનતા છે. વિવિધ યમકોથી અલંકૃત જૈન કૃતિઓ વિષે મેં મારી દ્વિતીય ટિપ્પણગત ભૂમિકા (પૃ. ૧૮-૨૧)માં નોંધ લીધી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org