________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૪૧૬-૪૨૦)
૨૫૫ 'સ્તંભન-પાર્શ્વજિનસ્તવન– આ આઠ પદ્યોનું ‘સ્તંભન” પાર્શ્વનાથને અંગેનું સ્તોત્ર છે. એનાં P. ૪૧૯ પહેલાં સાત પદ્યો “શૃંખલા' યમકથી અલંકૃત છે એટલે કે પ્રથમ ચરણના અંતિમ બે અક્ષરોથી બીજા ચરણની અને એ બીજા ચરણના અંતિમ બે અક્ષરોથી ત્રીજાની અને ત્રીજાના અંતિમ બે અક્ષરોથી ચોથાની શરૂઆત કરાઈ છે અને એ રીતે સાત પદ્યો રચાયાં છે.
ન્યાયાચાર્યકૃત આઠ (૨+૬) સ્તુતિ-સ્તોત્રો ન્યાયાચાર્ય યશોવિજયગણિએ એકંદર કેટલાં સ્તુતિ-સ્તોત્રો રચ્યાં છે તે જાણવા માટે હજી તો કોઈ સાધન મળી આવ્યું નથી. એ પરિસ્થિતિમાં જે સ્તુતિ-સ્તોત્રો ઉપલબ્ધ છે તેનો પરિચય મેં “ન્યાયાચાર્યકૃત સંસ્કૃત સ્તુતિ-સ્તોત્રો” નામના મારા લેખમાં આપ્યું છે અને એનું વિસ્તૃત નિરૂપણ યશોદોહનમાં કર્યું છે એટલે અહીં તો ઐન્દ્રસ્તુતિ કે જે વિષે પૃ. ૩૩૨-૩૩૪માં વિચાર કરાયો છે તે સિવાયની કૃતિઓની હું સામાન્ય રૂપરેખા આલેખું છું અને એનો પ્રારંભ બે દાર્શનિક કૃતિઓથી કરું છું –
'ચાયખંડખાદ્ય કિંવા મહાવીર-સ્તવ (લ. વિ. સં. ૧૭૩૦) આના કર્તા ન્યાયાચાર્ય P. ૪૨૦ ૧. આ અજ્ઞાતકર્તક કૃતિ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૯૪-૯૫)માં છપાઈ છે. ૨. આ લેખ “આ. પ્ર.” (પુ. પ૫, અં. ૭)માં છપાયો છે. ૩. આને અંગે આગમોદ્ધારકે એક અવસૂરિ રચી છે. એ આ કૃતિ, હિંસાષ્ટક (સાવચૂરિ) અને સર્વશસિદ્ધિ
સહિત “ઋ. કે. ટ્વે. સંસ્થા” તરફથી વિ. સં. ૧૯૮૦માં છપાવાઈ છે. ૪. આ કૃતિ સ્વોપજ્ઞ વિવરણ (ટીકા) સહિત મનસુખભાઈ ભગુભાઈ તરફથી અમદાવાદથી
ન્યાયખંડખાદ્યાપરનામ-મહાવીરપ્રકરણ”ના નામથી પ્રકાશિત કરાઈ છે પણ એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી. ત્યાર બાદ આ જ નામથી આ કૃતિ શ્રીવિજયનેમિસૂરિકૃત ન્યાયપ્રભા સહિત માણેકલાલ મનસુખભાઈએ ઈ. સ. ૧૯૨૮માં છપાવી છે. આ ઉપરાંત આ મૂળ કૃતિ કલ્પલતિકા નામની વિવૃત્તિ સહિત બે ખંડમાં વિ. સં. ૧૯૯૩માં (એક જ વર્ષમાં) જાવાલના રહીશ તારાચંદ મોતીજીએ પ્રકાશિત કરી છે. બંને ખંડમાં બબ્બે વિભાગ છે. આમ ચાર વિભાગો પૈકી પ્રથમ વિભાગ સૌત્રાંતિક મતના નિરૂપણરૂપ છે. એમાં ૨૨
શ્લોક પૂરતી નિવૃત્તિ છે અને એ ૨૫૪આ પત્ર ઉપર પૂરી થાય છે. પત્ર ૨૫૫૮-૨૭૪આ સુધી બીજો વિભાગ છે. એમાં ગ્લો. ૨૩-૩૪ સુધીની વિવૃત્તિ છે. એ પ્રત્યભિજ્ઞા-પ્રત્યક્ષત્વના સ્વીકારરૂપ ન્યાયમતનું નિરસન પૂરું પાડે છે. પત્ર ૨૭૫૫-૪૧૧ સુધીના ત્રીજા વિભાગમાં શ્લો. ૩૫-૫૧ની નિવૃત્તિ છે. એમાં વિજ્ઞાનવાદીના મતનું ખંડન કરાયું છે. ચોથા વિભાગમાં પત્ર ૪૧૨૮ ૫૪૪ માં શ્લો. પર-૧૧૦ સુધીની વિવૃત્તિ છે. એ દ્વારા સ્યાદ્વાદના ઉપદેશનું દિગ્દર્શન કરાવાયું છે. ત્યાર બાદ વિવૃત્તિકારની પ્રશસ્તિ છે. એના પછી એ વિવૃતિનો વિસ્તૃત વિષયાનુક્રમ છે અને અંતમાં પત્ર ૫૪૫૮-૫૪૬૮માં મોટું શુદ્ધિપત્રક છે. ૫૪૬અમા પત્ર પછીનાં તમામ પત્રો નિરક છે. પ્રસ્તુત કૃતિના શ્લો. ૧-૩૪ શ્રી. જીવરાજભાઈ ઓધવજી દોશીના શ્લોકાર્થ અને ભાવાર્થ સહિત “જૈ. ધ. પ્ર.” (પુ ૬૧, ૧૦, ૧૩, પુ. ૬૨, એ ૧, ૪-૭, અને પુ. ૬૩ અં. ૨-૩ તથા૪)માં વિ. સં. ૨૦૦૧થી વિ. સં. ૨૦૦૩ સુધીમાં નવ કટકે પ્રસિદ્ધ કરાયા છે. [“જૈન ન્યાયખંડખાઘ” આ નામે આ કૃતિ બદરીનાથ શુક્લના હિંદી વિવેચન સાથે ચૌખંબા સંસિરિજ વારાણસીથી છપાઈ છે.] પ.જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૯)માં આ કૃતિનો ખંડખાદ્ય અને મહાવીર-સ્તવન નામથી પણ ઉલ્લેખ છે.
અહીં એનું પ્રમાણ ૫૫૦૦ શ્લોકનું દર્શાવાયું છે તે વિચારણીય છે. એ સટીક મૂળનું સંભવી શકે. ૬. આના શ્લો. ૧ અને ૧૦૬ જોતાં અને વરસ્તોત્ર પણ કહી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org