________________
ય
છે.
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૪૦૫-૪૦૯]
૨૪૯ છે. આથી ૧૧, ૧૨ અને ૧૩ ક્રમાંકવાળાં પદ્યો ખૂટે છે એમ ફલિત થાય છે અને સાથે સાથે મૂળ કૃતિ દસ પદ્યની નહિ પણ સોળ પદ્યની છે એમ પણ ફલિત થાય છે.
(૧૪) પાર્શ્વનાથસ્તવન- આ કૃતિનાં પદ્યોની રચના એવી છે કે પ્રથમ ચરણના અંતિમ અક્ષરોથી દ્વિતીય ચરણ શરૂ થાય છે અને એના એવા અક્ષરોથી તૃતીય ચરણ અને એ તૃતીય ચરણના અંત્ય અક્ષરોથી ચતુર્થ ચરણની શરૂઆત કરાઈ છે. આ રીતે આઠ પદ્ય યોજાયાં છે પરંતુ પ્રત્યેક પદ્ય ભિન્ન ભિન્ન છે. એ કંઈ એવી શૃંખલાબદ્ધ નથી કે જેવી એકેક કૃતિ વૈયાકરણ વિનયવિજયગણિએ અને ન્યાયાચાર્યે રચી છે.
(૧૫) જિનકુશલસૂર્યષ્ટક (વિ. સં. ૧૬૫૧)- આ કૃતિ દ્વારા કર્તાએ પોતાના પૂજ્ય જિનકુશલસૂરિની સ્તુતિ કરી છે. આ વિ. સં. ૧૬૫૧ની રચના છે.
(૧૭) તૃણાષ્ટક- વિદ્વાનોની વિનોદગોષ્ઠીના પ્રસંગે આ અષ્ટક તેમ જ રજોડષ્ટક વિક્રમપુરમાં રચાયાં છે. તૃણાષ્ટકમાં તૃણાયાને ઘાસનો મહિમા વર્ણવાયો છે. આદ્ય પદ્યમાં અચ્છેદકથી તણખલું ભાંગશે કે નહિ એ બાબતની ગોશાલક અને મહાવીરસ્વામી વચ્ચે થયેલી ચર્ચાનો ઉલ્લેખ છે. ત્રીજા પદ્યમાં કરકંડુના રાજ્યત્યાગની હકીકત અપાઈ છે.
(૧૮) રજોડષ્ટક- આમાં ધૂળનું માહાસ્ય દર્શાવાયું છે. તેમ કરતી વેળા રજ:પર્વ યાને P ૪૦૮ ધૂળી પડવાનો ઉલ્લેખ કરાયો છે. મેં કોયડારૂપે ધૂળને અંગે એક કવિતા રચી છે અને ઇ. સ. ૧૯૪૮માં “સાર્વજનિક' (ક્રમાંક પ૭)માં “નિવેદન”ના નામથી છપાઈ છે.
(૧૯) ઉ ચ્છસૂર્યબિમ્બાષ્ટક– આ કૃતિ કૌતુકના કારણે રચાઈ છે. એમાં ઊગતા સૂર્યના બિમ્બનું કાવ્યદૃષ્ટિએ વર્ણન છે.
(૨૦) પાર્શ્વનાથસ્તવન- આ પાદાન્તઃ યમકથી અલંકૃત અષ્ટક છે. કર્તાએ અંતમાં પોતાનું નામ “સિદ્ધાન્તસુન્દર” પર્યાય દ્વારા રજૂ કર્યું છે.
(૨૧) પાર્શ્વનાથહારબન્ધાસ્તોત્ર- આ હારબન્ધથી તેમ જ શૃંખલાયમકથી અલંકૃત છે. એ બે હાર પૂરા પાડે છે.
(૨૨) પાર્વાષ્ટક– આનું અંતિમ પદ્ય સંસ્કૃતમાં છે જ્યારે બાકીનાં સાતે પદ્યોના પ્રત્યેક ચરણનો પ્રથમ યતિ પૂરતો વિભાગ એટલે કે પહેલા છ અક્ષર જેટલો ભાગ ગુજરાતીમાં છે તો P. ૪૦૯ બાકીનો સંસ્કૃતમાં છે. આમ આ ગુજરાતી-સંસ્કૃત કૃતિ છે. આમ આ એક પ્રકારની વિલક્ષણ ૧. જોન રસ્કિને "The Ethics of the Dust'નામની કૃતિ રચી છે. ૨.આ કૃતિ “જિનદત્તસૂરિ પુસ્તકોદ્ધાર ફંડ” તરફથી ઈ. સ. ૧૯૩૨માં પ્રકાશિત કલ્યાણમન્દિરસ્તોત્રની સમયસુન્દરગણિકૃત વૃત્તિના અંતમાં બે હારરૂપ બે ચિત્ર સહિત છપાયેલી છે. વિશેષમાં આ જ કૃતિ એક હારના ચિત્ર સહિત TL D(2nd instal, pp. 123-124)માં છપાઈ છે. જ્યારે હારનું ચિત્ર પૃ. ૧૪૬માં અપાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org