________________
૨૫૨
P૪૧૩
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ ચક્રેશ્વરી, અજિતબલા, દુરિતારિ, રોહિણી, કાલી, શ્યામા, (અય્યતા), શાન્તા, વજાંકુશી, સુતારકા, અશોકા, માનવી, ચંડા વિદિતા, અંકુશી, પ્રજ્ઞપ્તિ, નિર્વાણી, બલા (અય્યતા), ચક્રધરા, ધરણપ્રિયા (વૈરોચ્યા), ગૌરી, કાલી, અંબા, પદ્માવતી અને અંબિકા.
આ પૈકી સૌળ શાસનદેવીઓ અને છ'વિદ્યાદેવીઓ છે. કાલી અને અંબિકા એ બે દેવીઓની બબ્બે વાર સ્તુતિ કરાઈ છે.
સ્વોપજ્ઞ વિવરણ અને અવચૂરિ– પ્રસ્તુત કૃતિ ઉપર સ્વોપજ્ઞ વિવરણ તથા અવચૂરિ છે. એ બંને પ્રકાશિત છે. [‘આ. સમિતિ દ્વારા]
અરનાથજિનસ્તવન (લ. વિ. સં. ૧૬૭૦)- આના કર્તા ખરતરમ્ ગચ્છના જ્ઞાનવિમલગણિના શિષ્ય વાચક શ્રીવલ્લભગણિ છે. એમણે શિલોંછ, હૈમ લિંગાનુશાસન અને અ. ચિ. ઉપર એકેક વૃત્તિ રચી છે. આ ઉપરાંત એમણે વિજયદેવમાહાભ્ય અને એની વૃત્તી રચી છે.' એમણે આ પ્રસ્તુત સ્તવ દ્વારા જૈનોના ૧૪મા તીર્થંકર અરનાથની સ્તુતિ કરી છે. એમાં ૫૫ પદ્યો છે. આ સ્તવની વિશેષતા એ છે કે એ એક હજાર પાંદડીવાળા કમળરૂપ બંધ વડે વિભૂષિત છે.
સ્વોપજ્ઞ વૃત્તિ- પ્રસ્તુત સ્તવમાં “એકાક્ષરી' શબ્દનો ઉપયોગ કરાયો છે તે વાત આ સ્વપજ્ઞ વૃત્તિ જોતાં જણાય છે.
"રાવણપાર્શ્વનાથસ્તોત્ર કિવા રાવણપાર્શ્વનાથાષ્ટક- આ નવ પદ્યનું સ્તોત્ર છે. એનું અંતિમ પદ્ય વિચારતાં “મેઘવિજય' નામના કોઈ મુનિએ આ રચ્યું જણાય છે. એ મુનિ ચન્દ્રપ્રભા વગેરેના
૧. રોહિણી, કાલી, વજાંકુંશી, પ્રજ્ઞપ્તિ, ચક્રધરા અને ગૌરી. ૨. આની સ્વોપજ્ઞ વૃત્તિ સહિતની એક હાથપોથી ભાં પ્રા. સં. મ. માં છે. એનો પરિચય મેં D c G C M (Vol. LXIX, sec. 1, Dt. 1, pp.12-13)માં આપ્યો છે. આદ્ય પદ્યTL D(2nd instal. p.124)માં છે. ૩. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)નાં અનુક્રમે પૃ. ૧૧૭ ૯૫, અને ૧૧૬. ૪. જુઓ પૃ. ૧૮૮ ૫. આ સ્તોત્ર ગુજરાતી અનુવાદ સહિત “મહામહોપાધ્યાય શ્રી મેઘવિજયજીગણિ વિરચિત અનુભૂત સિદ્ધબિશા યંત્ર આદિ છ કલ્પકા સંગ્રહ ભાષાંતર સહિત” નામના પુસ્તકના પ્રારંભમાં અપાયું છે. આ પુસ્તક “શ્રી મહાવીરગ્રન્થમાલા”ના પુષ્પ ૭ તરીકે વિ. સં. ૧૯૯૩ (ઇ. સ. ૧૯૩૭)માં છપાવાયું છે. એમાં અર્જુન પતાકા અને એને અંગેનાં ૪૫૩ યંત્રો, પાદલિપ્તસૂરિકૃત “નયે નવનતિન”થી શરૂ થતી છ પદ્યની કૃતિ અને એની પુણ્યસાગરકૃત ટીકા, પાદલિપ્તસૂરિકૃત “ગાતાજુઅલ” સ્તુતિ અને એનો સંસ્કૃત આમ્નાય, “ઉગ્રવીરકલ્પ', જિનદત્તસૂરીકૃત આમ્નાય (બાવન તોલા પાવ રતી, હેમકલ્પ) અને ચન્દ્રકલ્પ અપાયાં છે. વળી આ જ સ્તોત્ર
મહાચમત્કારી વિશાયંત્રકલ્પ તથા દાદાસાહેબ શ્રીજિનદત્તસૂરીશ્વરજી વિરચિત શ્રી હેમકલ્પ ભાષાંતર સહિત” નામના પુસ્તકના પ્રારંભમાં ગુજરાતી અનુવાદ સહિત શ્રી. મણિલાલ સારાભાઈ નવાબે “શ્રી જૈન પ્રાચીન સાહિત્યોદ્વાર ગ્રન્થાવલિ'ના ૧૩મા પુસ્તક તરીકે અમદાવાદથી ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત કર્યું છે. આ દ્વિતીય પ્રકાશન ઉપર્યુક્ત પ્રકાશનના આધારે યોજાયું છે. એ એનું લગભગ પુનર્મુદ્રણ છે. પ્રસ્તુત સ્તોત્ર ઘણું અશુદ્ધ છપાયું છે જયારે એનો ગુજરાતી અનુવાદ એકંદરે શુદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org