________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો
P. ૩૯૦ (8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ) 'નવખંડપાર્શ્વસ્તવ (લવિ. સં. ૧૪૯0)– આના કર્તા ત્રિસન્ધાન-સ્તોત્ર વગેરેના પ્રણેતા રત્નશેખરસૂરિ છે. એઓ સોમસુન્દરસૂરિના શિષ્ય થાય છે. એમણે આ આઠ પદ્યોના સ્તવમાં ઘોઘાના નવખંડ'- પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. એમણે આનાં પહેલાં સાત પદ્યોના પ્રત્યેક ચરણમાં “નવખંડ' શબ્દગુચ્છ વાપર્યો છે અને એના ભિન્ન ભિન્ન રીતે સંદર્ભ અનુસાર અર્થો કર્યા છે. આમ આ “જય વૃષભ” સ્તોત્રનું સ્મરણ કરાવે છે.
અવચૂરિ– આ કોઈકે રચી છે અને એ [‘જૈ. સ્તો. સ. પૃ. ૬૯-૭૦માં] પ્રકાશિત છે.'
*નવગ્રહસ્તવગર્ભ પાર્થસ્તવ (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા ઉપર્યુક્ત રત્નશેખરસૂરિ છે. આમાં દસ પદ્યો છે અને એમાં સૂર્ય વગેરે નવ ગ્રહોનો શ્લેષાત્મક ઉલ્લેખ છે.
અવચૂરિ– આ કોઈકની રચના છે અને જૈિ. સ્તો. સ. પૃ. ૭૧-૭૨માં એ છપાવાઈ છે."
મહિમ્ન સ્તોત્ર યાને ઋષભ-મહિમ્ન સ્તોત્ર (લ. વિ. સં. ૧૫00)- આ ૩૮ પદ્યની કૃતિ - ૩૯૧ રત્નશેખરસૂરિએ રચી છે. ૩૮મા પદ્યમાં વિશાલરાજનો ઉલ્લેખ છે. એ જોતાં આ રત્નશેખરસૂરિ ‘તપા' ગચ્છના હશે. જો એમ જ હોય તો એઓ વિ. સં. ૧૪૯૬માં સૂરિ બન્યા હતા.
સમાનનામક કૃતિઓ– જયચન્દ્રસૂરિના શિષ્ય સત્યશેખરગણિએ મહિમ્ન સ્તોત્ર રચ્યું છે. એ સ્વોપજ્ઞ અવચૂરિથી અલંકૃત છે.
લોંકા' ગચ્છના રઘુનાથે પણ મહિમ્નઃસ્તોત્ર ૪૦ પદ્યમાં વિ. સં. ૧૮૫૭માં રચ્યું છે. એમાં પાર્શ્વનાથનો મહિમા વર્ણવાયો હોવાથી એને પાર્શ્વમહિમ્ન સ્તોત્ર પણ કહે છે.
‘નમસ્કાર-માહાભ્ય (? વિક્રમની પંદરમી સદી)- આના કર્તા સિદ્ધસેનસૂરિ છે. પ્રસ્તુત કૃતિમાં આઠ પ્રકાશ છે અને કુલ્લે ૨૧૬ પદ્યો છે. એના અંતમાં કહ્યું છે કે “સરસ્વતી’ નદિને કિનારે સિદ્ધપુર-પાટણમાં સિદ્ધસેનસૂરિએ સિદ્ધચક્રનું માહાત્મ ગાયું છે. ૧. આ જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૬૯-૭૦)માં અવચૂરિ સહિત છપાયું છે ૨.જુઓ પૃ. ૩૬૨ . ૩. જુઓ ટિ. ૧ ૪. આ જૈન સ્તોત્રસમુચ્ચય (પૃ. ૭૧-૭૨)માં અવચૂરિ સહિત પ્રસિદ્ધ કરાયું છે. પ. જુઓ ટિ. ૪. ૬. આ ઈ. સ. ૧૮૭૬માં પ્રકાશિત પ્ર. ૨. (ભા. ૨, પૃ. ૧-૩)માં છપાવાયું છે. વળી આ સ્તોત્ર અનુવાદ
સહિત જૈન સ્તોત્ર તથા સ્તવન-સંગ્રહમાં ઈ. સ. ૧૯૦૭માં પ્રકાશિત કરાયું છે. ૭. આ બનારસથી રામચન્દ્રની વિ. સં. ૧૯૩૫માં રચાયેલી ટીકા સહિત ઈ. સ. ૧૮૮૦માં પ્રસિદ્ધ કરાયું છે. ૮. આ કૃતિ “. ઘ. પ્ર. સ.” તરફથી કૂર્મપુત્રચરિત્ર સહિત વિ. સં. ૧૯૭૬માં છપાવાઈ છે. હીરાલાલ
હંસરાજ તરફથી પ્રસ્તુત કૃતિ ઈ. સ. ૧૯૧૧માં છપાવાઈ હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org