________________
૧૯૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ (૨) ટીકા- આના કર્તા દિ. વસુનદિ છે.
આપ્તપરીક્ષા (લ. વિ. સં. ૮૬૦)- આના કર્તા દિ. વિદ્યાનન્દ છે. એમને કેટલાક વિદ્યાનન્ટિ તેમ જ વિદ્યાનદિસ્વામી પણ કહે છે. એઓ દક્ષિણ ભારતના વતની ગણાય છે. એમણે આપ્તમીમાંસા ઉપરની અષ્ટશતીના વિવરણરૂપે અષ્ટસહસ્ત્રી અને સમન્તભદ્રકૃત યુજ્યનુશાસન ઉપર ટીકા રચી છે. વળી એમણે ત. સૂ.ને અંગે તત્ત્વાર્થ શ્લોકવાર્તિક રચી એને સ્વપજ્ઞ વિવરણથી વિભૂષિત કર્યું છે. આ ઉપરાંત
એમણે પ્રમાણ-પરીક્ષા, પત્ર-પરીક્ષા તેમ જ સત્ય-શાસન-પરીક્ષા નામની કૃતિઓ રચી હોવાનું મનાય છે. P ૩૧૦ વળી અષ્ટસહસ્ત્રીમાં જે “વિદ્યાનન્દ-મહોદય’નો ઉલ્લેખ છે તે પણ આ વિદ્યાનન્દની કૃતિ ગણાય છે. વિશેષમાં જે. ઝં. (પૃ. ૯૨) પ્રમાણે એમણે પ્રમાણનિર્ણય અને પ્રમાણમીમાંસા પણ રચ્યાં છે.
સમય- અષ્ટસહસ્ત્રીમાં કુમારિલભટ્ટનાં મંતવ્યોનું ખંડન છે. વળી એમાં મંડનમિશ્રકૃત બૃહદારણ્યકવાર્તિકમાંથી અવતરણ આપી એનું પણ ખંડન કરાયું છે. વિદ્યાનન્દ અકલંક પછી થયા છે. આ ઉપરથી વિદ્યાનન્દનો સમય મોડામાં મોડો વિક્રમની દસમી સદીનો ગણાય છે. કેટલાક વિદ્વાનો એમને ઈ. સ. ૮૦૦ની આસપાસમાં થયેલા માને છે.
આમપરીક્ષામાં ૧૨૪ પદ્યો છે. એની રચના આખમીમાંસાને આધારે કરાઈ છે. એ દ્વારા સાચા આપ્ત કોણ છે તેનું સ્વરૂપ અહીં આલેખાયું છે અને એના લક્ષણ તરીકે વીતરાગતા અને સર્વજ્ઞતાનો નિર્દેશ કરી એ લક્ષણ વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ વગેરે દર્શનોને સંમત દેવોમાં ઘટતું નથી પણ જૈન તીર્થકરોમાં જ ઘટે છે એમ અહીં કહેવાયું છે. આલંકારિક શબ્દોમાં કહું તો વિવિધ દાર્શનિક માન્યતારૂપ આગગાડીઓમાંથી કઈ આગગાડીમાં બેસવાથી નિર્ભયપણે મુક્તિપુરી પહોંચાશે એ બાબત ઉપર પ્રકાશ પડાયો છે. આનું ત્રીજું પદ્ય આ કૃતિના અર્કરૂપ છે.
૧. નાથરંગ ગાંધી દ્વારા આ પ્રકાશિત છે. ૨. આ કૃતિ ટીકા સહિત “સં. જે. ગ્રં.” માં કાશીથી ઈ. સ. ૧૯૧૩માં પ્રકાશિત કરાઈ છે. વળી આ મૂળ કૃતિ ઉમરાવસિંહ જૈન તરફથી એમણે કરેલા હિંદી ભાવાનુવાદ સહિત વિરસંવત્ ૨૪૪૧માં છપાવાઈ છે. એમાં વૃદ્ધેશભવનવ્યાખ્યાનને વિદ્યાનન્દની કૃતિ કહી છે. વળી દિ. પાત્રકેસરીને જ વિદ્યાનન્દ ગણ્યા છે એ તો
ભૂલ છે’
૩. એઓ પાત્રકેસરીથી ભિન્ન છે. જુઓ “અનેકાંત” (વ. ૧, કિ. ૨). ૪. જુઓ “અનેકાંત” (વ. ૧, પૃ. ૨૫૭)
"मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् ॥ જ્ઞાતિના વિદ્યુતત્ત્વોનાં વન્ને
ત બ્ધ રૂ ' આ પદ્યને વિદ્યાનન્દ અહીં ત. સૂ. નો મંગલ-શ્લોક ગણ્યો છે. અભયનદિએ અને શ્રુતસાગરે પણ તેમ જ કર્યું છે પરંતુ એ સર્વાર્થસિદ્ધિનો મંગલશ્લોક છે એમ કેટલાક આધુનિક વિદ્વાનો માને છે. દા. ત. મહેન્દ્રકુમાર જૈને શ્રુતસાગરીય તત્ત્વાર્થવૃત્તિની હિંદી પ્રસ્તાવના (પૃ. ૮૫-૮૬)માં એ સર્વાર્થસિદ્ધિનો, નહિ કે ત. સૂ.નો મંગલશ્લોક છે એમ કહી એનાં કારણો રજૂ કર્યા છે. સાથે સાથે “અનેકાંત” (વ. ૫)માં આ વિષયની ચર્ચા (અનુકૂળ તેમ જ પ્રતિકૂળ) ચાલે છે એમ કહી મારી તો આ જ માન્યતા છે એવો એમણે ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org