________________
P ૩૧૨
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો
(8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ) "સિદ્ધિપ્રિયસ્તોત્ર કિવા પડરચક્ર સ્તોત્ર ( ? વિક્રમની છઠ્ઠી સદી )- આના કર્તા દેવનન્ટિ છે. શું જૈનેન્દ્ર વ્યાકરણ વગેરેના પ્રણેતા તે જ આ છે ? આ સ્તોત્રનો પ્રારંભ “સિદ્ધિw: ''થી થાય છે. એથી એનું ઉપર્યુક્ત નામ પડ્યું છે. એને કેટલાક લઘુસ્વયંભૂસ્તોત્ર' કહે છે. આમાં ૨૬ પદ્યો છે. એ પૈકી વસન્તતિલકામાં રચાયેલાં પહેલાં ૨૫ પદ્યો “પાદાન્ત-યમક'થી અલંકૃત છે. ર૬મું (અંતિમ) પદ્ય છ આરાના ચક્રબંધથી વિભૂષિત છે. એની ત્રીજા વલયમાં “રેવનન્દ્રિતિઃ ' એવો શબ્દગુચ્છ નજરે પડે છે. આમ અહીં તેમ જ ૨૫મા પદ્યમાં કર્તાએ પોતાનું નામ રજૂ કર્યું છે. આ સ્તોત્ર ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોની સ્તુતિરૂપ છે.
ટિપ્પણ– આ અજ્ઞાતકક છે. એની નોંધ મેં D C G C M (Vol. XIX, sec. 1, pt. 2, p. 288) માં લીધી છે.
ભાષાટીકા- પ્રસ્તુત સ્તોત્ર ઉપર ઋષિ રામે મુખ્યત્વે કરીને હિન્દીમાં આ રચી છે. આનો કેટલોક અંશ ઉપર્યુક્ત D c G C M (પૃ. ૨૮-૨૯૦)માં મેં આપ્યો છે.
“ભક્તામર-સ્તોત્ર (ઉ. વિક્રમની આઠમી સદી)- આ ૪૪ પદ્યના સ્તોત્રના કર્તા માનતુંગસૂરિ છે. એમણે “નમિઊણોત્ત તેમ જ ભત્તિબ્બરથો રચ્યાં છે. એમના સમય પરત્વે જાતજાતનો ઉલ્લેખ જોવાય છે. કેટલાકને મતે એઓ ઈ. સ.ની ત્રીજી સદીની શરૂઆતમાં થઈ ગયા છે તો કેટલાક એને બદલે પાંચમી સાતમી અને નવમી સદીનો પણ ઉલ્લેખ કરે છે. આ સ્તોત્ર શ્વેતાંબરોને તેમ જ
P. ૩૧૩
૧. આ સ્તોત્ર “કાવ્યમાલા” (ગુ. ૭)માં છપાવાયું છે. આને કેટલાક “સિદ્ધપ્રિયસ્તોત્ર' કહે છે તો શું શરૂઆતમાં સિદ્ધિને બદલે સિદ્ધ શબ્દ કોઈ કોઈ હાથપોથીમાં હશે ? રામ ઋષિએ પણ સિદ્ધપ્રિયસ્તોત્ર રચ્યું છે. અને
એની ટીકા પણ રચાયેલી છે. એમ જિ.૨.કો. પૃ. ૪૩૮માં છે પણ, તે બ્રાન્ત છે. ૨. આ નામ એના ૨૬મા પદ્યને આભારી છે. ૩. આ પદ્ય તેમ જ એની ચક્રબંધ તરીકેની રચના વગેરે બાબત મેં TL D(1st Instal, p. 71)માં આપેલાં છે. ૪. આ સ્તોત્ર ગુણાકરસૂરિ, મેઘવિજયગણિ અને કનકકુશલગણિ એ ત્રણેની એકેક ટીકા, આ સ્તોત્રના મારા
અંગ્રેજી અનુવાદ તથા મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૧૩૮) અને મારી ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૧-૩૪) તેમ જ ડો. હર્મણ યાકોબીના અંગ્રેજી અગ્રવચન સહિત ભક્તા.સ્તોત્રત્રયની મારી સચિત્ર આવૃત્તિમાં ઈ. સ. ૧૯૩૨માં છપાવાયું છે. પ. જુઓ પ્ર. ચ. (ઝંગ ૧૨, શ્લો. ૧૬૨) અહીં “ભયહર-સ્તોત્ર' તરીકે આનો ઉલ્લેખ છે. એ “નવ
સ્મરણો”ની વિવિધ આવૃત્તિઓમાં છપાવાયું છે. ૬. જુઓ ગુર્વાવલી (શ્લો. ૩૬.) ૭. આ “નમસ્કાર-સ્તોત્ર” મારી ભક્તા.સ્તોત્રત્રયની આવૃત્તિ (પૃ. ૨૩૭-૨૩૯)માં છપાવાયું છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org