________________
P. ૩૧૬
૧૯૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ (૪) વૃત્તિ- આ ચૈત્ર ગચ્છના ગુણાકરસૂરિની દૃષ્ટાંતો પૂર્વકની ૧૮૫૦ શ્લોક જેવડી વૃત્તિ છે. એ
એમણે વિ. સં. ૧૫૨૪માં રચી છે. (૫) વૃત્તિ- આ કનકકુશલગણિએ “વૈરાટ' નગરમાં વિ. સં. ૧૬૫રમાં બાળ જનોના હિતાર્થે
રચી છે. આથી આને “બાલહિતૈષિણી' તરીકે ઓળખાય છે.
વૃત્તિ- આ “ખાંડિલ્સ' ગચ્છના શાન્તિસૂરિની ચાર હજાર શ્લોક જેવડી રચના છે. (૭) "વૃત્તિ- આ એક હજાર શ્લોક જેવડી વૃત્તિ મેઘવિજયગણિએ વિજયપ્રભસૂરિના કહેવાથી રચી છે. (૮) 'ટીકા- આના કર્તા સિદ્ધિચન્દ્રમણિ છે. (૯) ટીકા- આ બ્રહ્મરાયમલ્લે વિવિધ કથાઓ સહિત વિ. સં. ૧૬૬૭માં રચી છે. (૧૦) ટીકા- આ શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચન્દ્રની રચના છે. એમણે આનો ઉલ્લેખ પ્રદ્યુમ્નચરિત્રમાં
કર્યો છે. એ હિસાબે આ વિ. સં. ૧૬૭૧ની પહેલાંની રચના ગણાય. (૧૧) ટીકા- આ હર્ષકીર્તિસૂરિએ રચી છે. (૧૨) અવચૂરિ– આ સમયસુન્દરમણિની રચના છે. (૧૩) અવચૂરિ– આ ક્ષેમદેવે રચી છે. (૧૪) વૃત્તિ- આ દિ. રત્નચન્દ્રસૂરિની એક હજાર શ્લોક જેવડી શકસંવત્ ૧૬૬૭ની અર્થાત્ વિ.
સં. ૧૮૦૨ની રચના છે. (૧૫) ચૂર્ણિ (અવચૂર્ણિ ?)- આ સુધાનન્દસૂરિના શિષ્ય ઈન્દ્રરત્નગણિએ રચી છે.
આ ઉપરાંત નિમ્નલિખિત વ્યક્તિઓએ પણ એકેક ટીકા રચ્યાનું મનાય છે – કીર્તિગણિ (?), ચન્દ્રકીર્તિસૂરિ, પદ્મવિજય, દિ. પ્રભાચન્દ્ર, દિ. શુભચન્દ્ર અને હરિતિલકગણિ. વાર્તાબોધ– આ મેરુસુન્દરે સર્વસુન્દરસૂરિના આદેશથી ગુજરાતીમાં રચ્યો છે. બાલાવબોધ– દિ. લક્ષ્મીકીર્તિએ તેમ જ દિ. શુભવર્ધને એકેક બાલાવબોધ રચ્યો છે.
ભક્તામર સ્તોત્રચ્છાયાસ્તવન- આ નામથી એક કૃતિ મલ્લિષેણે રચી છે અને બીજી કલ્યાણમદિરસ્તોત્રચ્છાયાસ્તવનના કર્તા રત્નમુનિએ રચી છે. ૧. એમણે સમ્યકત્વકૌમુદીકથા રચી છે. ૨. ભક્તા. સ્તોત્રત્રયમાં આ પ્રકાશિત છે. ૩. એમના પરિચય માટે જુઓ પૃ. ૨૬૯ ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૮૮)માં આનો “બાલહિતૈષિણી તરીકે નિર્દેશ છે. આ શબ્દગુચ્છ આ વૃત્તિના
પ્રારંભમાં જોવાય છે.' ૫. ભક્તા. સ્તોતત્રત્રયમાં આ પ્રકાશિત છે. ૬.જિ. ૨. કો.માં આની નોંધ નથી તો શું આ ટીકા રચાઈ નથી ? ૭. આ ગુણાકરસૂરિકૃત વિવૃતિને આધારે થોડાંક નામ ફેરવીને અપાઈ છે. જુઓ પૃ. ૩૧૮ ૮. આ સંસ્કૃત ટિપ્પણ સહિત મારી ભક્તા.સ્તોત્રત્રયની આવૃત્તિ (પૃ. ૨૪૫-૨૪૯)માં છપાયેલી છે. ૨૪મા પદ્ય ઉપરનું ટિપ્પણ દાર્શનિક બાબતો રજૂ કરે છે.
P ૩૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org