________________
૨૦૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ P ૩૩૦
(૩) વૃત્તિ- આ “દેવાનન્દિત' ગચ્છના પંડિત ગુણાકારની રચના છે. અને એની એક હાથપોથી વિ. સં. ૧૨૧૧માં લખાયેલી પાટણના ભંડારમાં છે. એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૮૭)માં ઉલ્લેખ છે. આ ભ્રાંત છે કેમકે પત્તન સૂચી (ભા. ૧, પૃ. ૧૯૬)માં ગુણાકારે એ લખાવ્યાનો, નહિ કે રચ્યાનો ઉલ્લેખ છે. આ વૃત્તિના રચનાર ધનપાલ છે કે અન્ય કોઈ એ જાણવા માટે હાથપોથી તપાસવી ઘટે.
(૪) *વૃત્તિ– આ ર૩૫૦ શ્લોક જેવડી સુખબોધી વૃત્તિ દેવવિજયના શિષ્ય જયવિજયગણિએ વિ. સં. ૧૬૭૧માં રચી છે. એમણે મૂળ કૃતિને “શોભન-સ્તુતિ' કહી છે. સિદ્ધિચન્દ્રગણિએ તેમ જ દેવચક્રે પણ એમ જ કર્યું છે.
(૫) *વૃત્તિ- ૨૨૦૦ શ્લોક જેવડી વૃત્તિના કર્તા ભાનુચન્દ્રમણિના શિષ્ય સિદ્ધિચન્દ્રમણિ છે.
(૬) “વૃત્તિ- આના કર્તા દેવચન્દ્રમણિ છે. એઓ પણ ઉપર્યુક્ત ભાનુચન્દ્રણિના શિષ્ય થાય
છે. અને આ રીતે એઓ સિદ્ધિચન્દ્રમણિના ગુરુભાઈ થાય છે. એમણે નવતત્ત્વચોપાઈ અને P ૩૩૧ શત્રુંજય તીર્થપરિપાટી એ બે ગુજરાતી રચી છે. પૃથ્વી-ચન્દ્ર-સૌભાગ્ય પંચમી-સ્તુતિ એ સંસ્કૃતમાં છે
તે પણ એમની કૃતિ ગણાય છે.
(૭) વૃત્તિ- આ સૌભાગ્યસાગરસૂરિની રચના છે અને એનું સંશોધન, જ્ઞાનવિમલસૂરિએ વિ. સં. ૧૭૭૮માં કર્યું છે. આ સૌભાગ્યસાગરસૂરિ આનન્દવિમલસૂરિના સંતાનીય જ્ઞાનવિમલસૂરિના પટ્ટધર થાય છે.
(૮) અવચૂરિ– આ કોઈકે રચી છે.
[(૯) રમ્યપદભંજિકા– સાધ્વી રમ્ય રેણુએ રચેલી આ ટીકા ‘પણિપીયૂષપસ્વીની' નામે “ૐકાર સાહિત્ય નિધિ” ભીલડીયાજીથી પ્રસિદ્ધ છે. આમાં જ્ઞાનપંચમી વ. સ્તુતિઓ ઉપર પણ ટીકા છે.] ૧. આ બપ્પભટ્ટિસૂરિકૃત ચતુર્વિશતિકાની ગુણાકરે રચેલી વૃત્તિ તો નથી એવો પ્રશ્ન જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૧૫)માંનો ઉલ્લેખ જોતાં ઉદ્ભવે પરંતુ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૯૬) જોતાં એ પ્રકારનો જિ. ૨.
કો. ગત ઉલ્લેખ બ્રાંત છે એમ જાણી શકાય છે. ૨. “આ. સમિતિ” તરફથી આ પ્રકાશિત છે. ૩. એઓ વિજયદાનસૂરિના શિષ્ય વિજયરાજસૂરિના શિષ્ય થાય છે. એમણે વિ. સં. ૧૬૬૬માં “કુલક”ની
વ્યાખ્યા રચી છે અને એ એમના શિષ્ય જયવિજય વગેરેએ સધારી છે. એમને વિષે વિશેષ માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૫૪-૬૩) ૪. “આ. સમિતિ’ તરફથી આ પ્રકાશિત છે. ૫. આ. સમિતિ તરફથી આ પ્રકાશિત છે. ૬. આ નામ વિચિત્ર લાગે છે. આ નામથી કોઈ કૃતિ જિ. ૨. કો. (વિ. ૧)માં તો નોંધાયેલી નથી. ૭. “આ. સમિતિ” તરફથી આ પ્રકાશિત છે. ૮. એક એવચૂરિ મારી આવૃત્તિમાં છપાયેલી છે. જુઓ પૃ. ૩૨૭ ટિ. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org