________________
૨૧૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ દેવભદ્રસૂરિના પટ્ટધર પ્રભાનન્દસૂરિ છે. ઉસભપંચાસિયા ઉપર લલિતોક્તિ નામની વૃત્તિ રચનાર પ્રભાનન્દસૂરિ આ જ છે.
(૨) ટીકા- આના કર્તા વિશાલરાજના શિષ્ય સોમોદયગણિ છે. એમણે આ ટીકા વિ. સં. ૧૫૧૨માં રચી છે. P ૩૪૮ (૩) ટીકા- રાજસાગરે આ ટીકા ૬૨૫ શ્લોક જેવડી રચી છે. '
(૪) ટીકા- આના કર્તા માણિજ્યગણિ છે. (૫) કઠિનબૃહવૃત્તિ- આના કર્તાનું નામ જાણવામાં નથી. અવચૂરિઓ- આ નીચે મુજબ છે :(૧) અવચૂરિ– મહેન્દ્રના શિષ્ય મેઘરાજે આ અવસૂરિ વિ. સં. ૧૫૧૦માંરચી છે.
(૨) અવચૂરિ– આની રચના નયસાગરગણિએ કે જૈ. ગ્રં. પ્રમાણે નદિસાગરે વિ. સં. ૧૫૨૫માં કરી છે.
(૩-૪) અવચૂરિ– આ બંનેના કર્તાનાં નામ જાણવામાં નથી.
સ્યાદાદરહસ્ય- આ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ આઠમા પ્રકાશ ઉપર રચેલી લઘુ, મધ્યમ અને બૃહત્ એ ત્રણે ટીકાઓનું નામ છે.
*સકલાત્ કિંવા બૃહચૈત્યવદન- આના કર્તા “કલિ.’ હેમચન્દ્રસૂરિ છે. આ લઘુ સ્તોત્ર P ૩૪૯ ૩૩ પદ્યમાં રચાયાનું મનાય છે. આ અર્થધન સ્તોત્રનો પ્રારંભ “સકલાઈથી થતો હોવાથી એનું આ
૧. એમના ગુરુ “રુદ્રપલીયમ્ ગચ્છના અયદેવસૂરિએ વિ. સં. ૧૨૭૮માં જયન્તવિજય નામનું કાવ્ય રચ્યું છે.
વળી આ દેવભદ્રસૂરિએ વિ. સં. ૧૩૦૨માં આદિનાથના બિંબની પ્રતિષ્ઠા કરી હતી. ૨. “દે. લા. જૈ. પુ. સં.” દ્વારા આ પ્રકાશિત છે. ૩. આનો પરિચય મેં યશોદોહન (પૃ. ૧૭, ૩૩, ૬૨, ૮૬, ૧૬૩-૧૭૧)માં આપ્યો છે. [આ ત્રણે ટીકાઓ
મુનિ યશોવિજયજીના સંપાદનપૂર્વક દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત છે. આ યશોદેવસૂરિદ્વારા સંપાદિત ત્રણેય ટીકાઓ યશોભારતી પ્ર. મુંબઈથી પ્રસિદ્ધ છે.] ૪. આ સ્તોત્ર “શ્રાદ્ધ પંચ-પ્રતિક્રમણ-સૂત્રોનાં વિવિધ પ્રકાશનોમાં છપાયેલું છે. વળી એના ગુજરાતી અને હિંદી અનુવાદ પણ પ્રકાશિત થયેલાં છે. વિશેષમાં આ સ્તોત્ર કનકકુશલની ટીકા સહિત “જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ થયેલું છે. હિમાંશુવિજયજીએ “સકલાહર્તની મહત્ત અને આલોચના” નામનો લેખ લખ્યો છે. એ “શ્રીવિજય ધર્મસૂરિ જૈન ગ્રંથમાલા” (પુ. ૪૬ પૃ. ૩૯૭-૪૧૦)માં છપાયો
છે. આ પ્રમાણેની નોંધ હેમસમીક્ષા (પૃ. ૨૪૬)માં છે પણ આ લેખ મારા જોવામાં આવ્યો નથી. ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૦૮)માં આ નામાંતર પણ છે. સાથે સાથે આમાં ૨૫ પદ્ય હોવાનો ઉલ્લેખ
છે. હેમસમીક્ષા (પૃ. ૨૪૬)માં ૩૫નો છે અને ચાર (નહિ કે બે) પદ્યો પરિશિષ્ટપર્વમાં પ્રારંભમાં હોવાનો વિલક્ષણ (ચિન્હ) ઉલ્લેખ છે. ૬. કોઈ કોઈ હાથપોથીમાં ૨૭, ૨૮ તેમ જ ૩૬ પદ્યો જોવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org