________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૬૧-૩૬૫]
૨૨૫ એઓ વિ. સં. ૧૩૫૭માં સ્વર્ગ સંચર્યા તે પૂર્વે એમણે સંસ્કૃત, પાઈય અને અપભ્રંશમાં નાનીમોટી કૃતિઓ રચી છે. એ પૈકી સંસ્કૃત સ્તુતિઓમાંની એક તે આ “જય વૃષભ'સ્તુતિ છે જ્યારે બાકીની નીચે મુજબની છે :(૧) દેવેરનિશ” સ્તુતિ- આ શ્લેષથી અલંકૃત કૃતિ કેટલાં પદ્યની છે તે જાણવું બાકી રહે છે. (૨) “યૂય યુવાં – સ્તુતિ- આ પણ શ્લેષાત્મક સ્તુતિ છે પણ એમાં કેટલાં પડ્યો છે તે જાણવામાં નથી. (૩) 'જિનસ્તવન- આ નવ પદ્યની કૃતિમાંનાં પહેલાં આઠ પદ્યોના પૂર્વાર્ધ સંસ્કૃતમાં અને ઉત્તરાર્ધ રે ૩૬૪
જ. મ.માં છે. આમ આ “અર્ધસંસ્કૃત” સ્તુતિ છે. નવમું પદ્ય સર્વીશે સંસ્કૃતમાં છે તો શું એ અન્ય કોઇએ ઉમેર્યું હશે ? આ સૂરિએ અષ્ટાપદ-કલ્પ તેમ જ 'ગિરનાર-કલ્પ રચ્યા છે. વળી એમણે "ચેઇયવન્દણભાસ ઉપર સંઘાચારવિધિ નામની વૃત્તિ રચી છે. આ સૂરિએ અવંતીમાં એક મંત્રસિદ્ધ યોગીને હરાવ્યો હતો.
અવસૂરિઓ– પ્રસ્તુત સ્તુતિના ઉપર કોઈકની અવચૂરિ છે. એના પ્રારંભમાં વાલ્મટાલંકાર અને અલંકારચૂડામણિનો ઉલ્લેખ છે. આ કરતાં વધારે વિસ્તૃત એવી પણ એક ‘બીજી અવચૂરિ છે. અને તેમાં પણ આ બે ગ્રંથોનો ઉલ્લેખ છે. જિનપ્રભસૂરિકૃત સ્તવાદિ
P. ૩૬૫ (૧) “વીરસ્તવ (લ. વિ. સં. ૧૩૬૫)- આ પચ્ચીસ પદ્યનો સ્તવ જિનપ્રભસૂરિએ રચ્યો છે. એમાં એ ખૂબી છે કે જે પદ્ય જે છંદમાં રચાયું છે તે પદ્યમાં તે છંદનું નામ ગૂંથી લેવાયું છે. એ છંદોના નામ અકારાદિ ક્રમે છંદ અને પદ્યાંક એવાં બે શીર્ષકપૂર્વક હું નીચે મુજબ રજૂ કરું છું :૧. આની સૂચી માટે જુઓ B C G C M (Vol. XIX, sec. 1, p. 1. pp. 78-79) ૨. આ જૈનસ્તોત્રદોહ (ભા. ૧, પૃ. ૧૩-૧૪)માં છપાયું છે. ૩. શું આ સંસ્કૃતમાં છે ? ૪. આ ૩૨ પદ્યનો કલ્પ મારા ગુજરાતી અનુવાદ સહિત ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૧)માં દ્વિતીય પરિશિષ્ટ
તરીકે છપાવાયો છે. ૫. આ ભાસ દેવેન્દ્રસૂરિએ રચ્યું છે. ૬. આ કૃતિ “ઋ. કે. જે. સં.” તરફથી મૂળ સહિત ઈ. સ. ૧૯૩૮માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં સંસ્કૃતમાં સંક્ષિપ્ત
અને વિસ્તૃત વિષયાનુક્રમ, દૃષ્ટાન્તો-કથાઓની સૂચી, સ્તુતિસ્થાનો, સ્તુતિસંગ્રહ, દેશનાસ્થાનો, દેશનાસંગ્રહ, સૂક્તિનાં પ્રતીકો, સાક્ષીરૂપ ગ્રંથોની નામાવલી, સાક્ષીરૂપ પદ્યોનાં પ્રતીક અને આગમોદ્ધારકે લખેલો વિસ્તૃત ઉપક્રમ (પ્રસ્તાવના) છે. ૭-૮. આ “સ્તોત્રરત્નાકર' અને જૈન સ્તોત્રસમુચ્ચયમાં પ્રકાશિત છે. ૯. આ સ્તવ “કાવ્યમાલા” (ગુ. ૭)ના ઈ. સ. ૧૯૦૭માં છપાયેલા ત્રીજા સંસ્કરણમાં પૃ. ૧૧૨-૧૧૫માં
અપાયો છે.
૧૫
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org