________________
૨૩૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ 'પંચજિનહારબંધ-સ્તવ (લ. વિ. સં. ૧૪૫૦)- આ પણ ઉપર્યુક્ત કુલમંડનસૂરિની કૃતિ છે. એનો પ્રારંભ “રીયોન'થી કરાયો છે. એમાં ૨૩ પદ્યો છે. સૌથી પ્રથમ ચાર પદ્યનો આદિસ્ત છે. ત્યાર બાદ ચાર પદ્યનો શાન્તિ-સ્તવ, પાંચ પદ્યન નેમિસ્તવ, ચારનો પાર્થસ્તવ અને ચારનો મહાવીરસ્તવ
છે. અંતમાં બે પદ્યો છે. P. ૩૭૭
ચતુર્થારાવલી-ચિત્રસ્તવ (? વિક્રમની ૧૫મી સદી)– આ “આગમ ગચ્છના જયતિલકસૂરિ ઉર્ફે જયશેખરસૂરિની કૃતિ છે. એમણે ચારિત્રપ્રભ પાસે દીક્ષા લીધી હતી એમ આ કૃતિનું ૧૪મું પદ્ય તેમ જ એની ટીકા જોતાં જણાય છે.
પ્રસ્તુત કૃતિ ચાર હારાવલીમાં વિભક્ત છે અને એ પ્રત્યેકમાં ચૌદ ચૌદ પડ્યો છે, પ્રત્યેક હારાવલીનું ચૌદમું પદ્ય લગભગ સરખું છે. પ્રથમ હારાવલીના ચૌદમાં પદ્યની ટીકા જોતાં કર્તાનું નામ જયશેખર છે, જ્યારે બાકીની હારાવલી પ્રમાણે જયતિલક છે. આથી આ બંને નામાન્તર ગણી શકાય તેમ છે.
પ્રથમ હારાવલીમાં ઋષભદેવ વગેરે વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરોની, દ્વિતીયમાં અતીત ૨૪ તીર્થકરોની, તૃતીયમાં અનાગત ૨૪ તીર્થકરોની અને ચતુર્થમાં ૨૦ વિહરમાન અને ૪ શાશ્વત P ૩૭૮ તીર્થકરોની સ્તુતિ કરાઈ છે. આ ચારેના પ્રત્યેક પદ્યમાં એવી ખૂબી છે કે પૂર્વ અને પશ્ચિમમાં એકેક
તીર્થકરના નામના અક્ષરરૂપ હારથી એ અલંકૃત છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો પ્રથમ પદ્યનાં ચારે ચરણોના પહેલા પહેલા અક્ષર એકની નીચે એક ગોઠવીને વાંચતાં “શ્રીવૃષભ” એમ વંચાય છે અને છેલ્લા છેલ્લા અક્ષર એ રીતે ગોઠવીને વાંચતા “મહાવીર એમ વંચાય છે. વિશેષમાં પ્રત્યેક હારાવલીનું 'તેરમું પદ્ય ચિત્રકાવ્યરૂપ છે. એ અનુક્રમે ચતુર્વિશતિદલપધ, સ્વસ્તિક, વજ-બન્ધ અને બબૂક
૧. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧. પૃ. ૨૯) વિશેષમાં TL D (2nd instal, pp. 114116)માં પણ આ સંપૂર્ણ કૃતિ છપાઈ છે. એ હારબંધથી વિભૂષિત છે પણ એનું ચિત્ર કેમ દોરવું તે
સમજાતું નથી. ૨. આ સ્તોત્ર કોઈકની (? સ્વોપજ્ઞ) ટીકા સહિત જૈનસ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૩૪૫-૫૪ માં છપાયું
છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૧૬)પ્રમાણે આ જ ટીકા સ્વોપજ્ઞ છે. “અનેકાંત” (વર્ષ ૧, કિ. ૮-૧૦, પૃ. ૫૨૨-૫૨૮)માં પ્રથમ હારાવલી પૂરતાં ૧૪ પદ્યો ઉપર્યુક્ત ટીકા તેમ જ હિંદી અનુવાદ સહિત છપાયાં
છે પરંતુ આ હારાવલીના કર્તાનું નામ પ્રારંભમાં અપાયું નથી. ૩. આ નામો અનુક્રમે નીચે મુજબ છે :
સીમન્વર, યુગન્ધર, યુગબાહુ, સુબાહુ, સુજાત, સ્વયંપ્રભ, વૃષભાનન, અનંતવીર્ય, રવિપ્રભ, વિસાલ, વજંધર, ચન્દ્રાનન, ચન્દ્રબાહુ, ભુજંગદેવ, ઈશ્વર, નેમિપ્રભ, વિરાસન, મહાભદ્ર, દેવયશસ્ અને અજિતવીર્ય. ૪. ઋષભ, વારિષેણ, ચન્દ્રાનન અને વર્ધમાન. પ-૬. જુઓ TL D (2nd instal., p. 111).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org