________________
૨૨૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ - ટબ્બા- રત્નાકરપંચવિંશતિકા ઉપર બે 'ટબ્ધા છે. તેમાંના એકની હાથપોથી વિ. સં. ૧૮૪૩માં લખાયેલી છે.
અનુવાદો- આ સ્તોત્રના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં અનુવાદો થયા P ૩૫૮ છે અને એ બધા છપાવાયાં છે. ગુજરાતીમાં જે બે અનુવાદો થયા છે તેમાંનો એક શામજી હ. દેસાઈએ
કર્યો છે અને બીજો સાંકળચંદ પી. શાહે કર્યો છે. હિન્દીમાં પણ બે અનુવાદો થયા છે. તેમાંના એકના કર્તા માસ્તર વિજયચંદ મોહનલાલ શાહ છે અને બીજાના શ્રી કૃષ્ણ વર્મા છે. અંગ્રેજી અનુવાદ સ્વ. કેશવલાલ છે. મોદીએ કર્યો છે.
પાદપૂર્તિ- પ્રસ્તુત સ્તોત્રની પાદપૂર્તિરૂપ કૃતિઓ ૩૧મા પ્રકરણમાં વિચારાઈ છે.
વિરોધગર્ભિત ઋષભજિનસ્તુતિ ( – આ ૩૪ પદ્યની સ્તુતિ જિનપતિસૂરિએ રચી છે. એ વિરોધાલંકારનાં વિવિધ ઉદાહરણો પૂરાં પાડે છે.
“અવચૂર્ણિ– આ અજ્ઞાતકર્તૃક છે.
*ઉપમા-દ્વાર્નાિશિકા (? લ. વિ. સં. ૧૨૩૦)- આ બત્રીસ પદ્યોની જિનસ્તુતિમાં “ઉપમાની રેલમછેલ જોવાય છે. એના કર્તા “કલિ. હેમચન્દ્રસૂરિના શિષ્ય રામચન્દ્ર છે. પં. કલ્યાણવિજયગણિ તો આ તેમ જ આ પછી અહીં નોંધેલી બીજી આઠે દ્વાáિશિકાઓના કર્તા તરીકે પૂર્ણદેવસૂરિના શિષ્ય અને વિ. સં. ૧૨૬૮માં પ્રતિષ્ઠા કરાવનાર રામચન્દ્રસૂરિ હોવાનું કહે છે.
°દષ્ટાન્ત-દાવિંશિકા- આ બત્રીસ પદ્યની સ્તુતી પુષ્કળ પ્રમાણમાં દૃષ્ટાન્તો પૂરાં પાડે છે.
અર્થાન્તરચાસ-દાવિંશિકા- પાર્શ્વનાથને અંગેની ૩૨ પદ્યની આ કૃતિ એક પછી એક અર્થાન્તરન્યાસ રજૂ કરે છે.
વ્યતિરેક-દ્વાર્નાિશિકા- આ ૩૨ પઘોની કૃતિ ‘વ્યતિરેક અલંકારની રમઝટ જમાવે છે. એમાં પાર્શ્વનાથની સ્તુતિ છે. પ્રથમ પદ્યમાં વ્યતિરેક અને ૩૨મામાં “વ્યતિરેક' શબ્દ વપરાયા છે. અજિયસંતિથયની ૧૫મી અને ૧૯મી ગાથા “વ્યતિરેક અલંકારથી વિભૂષિત છે.
P ૩૫૯
૧. આ બંને ટબ્બાની નોંધ D c G C M (Vol. XIX, sec. 1 pt. 2 pp. 73-75) માં મેં લીધી છે. ૨. જુઓ પૃ. ૨૨૧ ટિ. ૫ ૩. એમણે કરેલો અનુવાદ “નિત્યસ્મરણપાઠમાલા”માં વિ. સં. ૧૯૮૨માં છપાવાયો છે. એમાં મૂળ કૃતિ
અપાઈ નથી. ૪. આ સ્તુતિ અવચૂર્ણિ સહિત ભક્તાસ્તોત્રત્રયની મારી આવૃતિ (પૃ. ૨૫૭-૨૬૩)માં પાંચમા પરિશિષ્ટરૂપે
છપાવાઈ છે. ૫. આ છપાઈ છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૬. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૧૪૦-૧૪૩)માં પ્રકાશિત થયેલી છે. ૭. એજન પૃ. ૧૪૪-૧૪૭ ૮. એજન પૃ. ૧૨૭-૧૩૦ ૯. એજન પૃ. ૧૩૦-૧૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org