________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૫૬-૩૫૭]
૨૨૧
. ૩૫૭. ૫. ૨. અંબિકા-સ્તોત્ર (વિ. સં. ૧૨૯૦)- આ સ્તોત્ર સચિવ વસ્તુપાલે દસ પદ્યમાં રચ્યું છે. એનો પ્રારંભ “પુષ્ય નિરીશ”થી કરાયો છે. આ જ કૃતિ તે પૃ. ૧૧૯માં નિર્દેશાયેલું અંબિકાસ્તવન હશે.
અંબિકાષ્ટક અને અંબિકાસ્તુતિયુગલ- આ ત્રણે કૃતિઓમાં અનુક્રમે આઠ આઠ પદ્યો છે. એના પ્રારંભિક અંશો અનુક્રમે “ચાત્તોતાનq” “ૐ મહાતીર્થ” અને “રેવન્ય” છે. પહેલી કૃતિના અંતમાં “અંબાપ્રસાદ” છે. એ ઉપરથી આના કર્તાનું નામ અંબિકાપ્રસાદ હોવાનું સૂચવાયું છે. બીજી કૃતિના અંતમાં આ કૃતિમાં ગુપ્ત રખાયેલો મંત્ર અપાયો છે. ત્રીજી કૃતિ જિનેશ્વરસૂરિએ રચી છે અને એમાં મંત્રાક્ષરો છે.
અંબિકાતાતંક અને અંબિકાતાક- આ બે કૃતિઓના પ્રારંભમાં અનુક્રમે એક અને બે પદ્યો છે. પહેલી કૃતિનો બાકીનો ભાગ ગદ્યમાં છે. એમાં અનેક સંબોધનો છે બીજીમાં દ્વિતીય પદ્ય પછી ગદ્યાત્મક લખાણ છે અને વિવિધ મંત્રો છે અને અંતમાં પાંચ પડ્યો છે.
| "રત્નાકરપંચવિંશતિકા કિંવા વીતરાગસ્તોત્ર (વિ. સં. ૧૩૦૮)- આના કર્તા રત્નાકરસૂરિ ૩૫૭ છે. એઓ દેવચન્દ્રપ્રભસૂરિના શિષ્ય થાય છે અને એમણે આ સ્તોત્ર વિ. સં. ૧૩૦૮માં રચ્યું છે એમ અભિધાનરાજેન્દ્ર (ભા. ૬, પૃ. ૪૮૮)માં ઉલ્લેખ છે. આ ૨૫ પદ્યના સ્તોત્ર દ્વારા કર્તાએ પોતાના આત્માની નિન્દા અસરકારક શબ્દોમાં વર્ણવી છે.
ટીકાઓ- આના ઉપર ચાર ટીકા છે : (૧) કનકકુશલની, (૨) ભોજસાગરે વિ. સં. ૧૭૯૫માં રચેલી, (૩) વાઘજીની ૧૩૦૮ શ્લોક જેવડી અને (૪) અજ્ઞાતકર્તૃક. ૧. આ ભૈ. ૫. ક.માં પરિશિષ્ટ ૨૦ તરીકે પૃ. ૯૫માં છપાયું છે. અહીં આ કૃતિનો “અંબિકાસ્તવન' તરીકે ઉલ્લેખ છે. અંતિમ પદ્યમાં આનો “સ્તોત્ર' તરીકે અને એ પદ્ય પછીની પંક્તિમાં “અંબિકાસ્તુતિ' તરીકે જે ઉલ્લેખ છે તે સંપાદકને કે એની હાથપોથીને આભારી હશે. ૨. આ ત્રણે કૃતિઓ ભૈ. ૫. ક. માં અનુક્રમે ૧૬માં, ૧૭મા અને ૨૧માં પરિશિષ્ટરૂપે છપાએલી છે. ૩. એજન, પૃ. ૯૧. ૪. એજન, પૃ. ૯૯૨-૯૪ પ. આ સ્તોત્ર ભીમસી માણેકે “લઘુપ્રકરણસંગ્રહમાં ઈ. સ. ૧૯૦૩માં છપાવ્યું છે. એ સજ્જનસન્મિત્રમાં ઈ.
સ. ૧૯૧૩માં પ્રસિદ્ધ થયેલું છે. એનો ભાવવાહી “હરિગીત” છંદમાં “માસ્તર” શામજી હેમચંદ્ર દેસાઈએ કરેલો ગુજરાતી અનુવાદ સૌભાગ્યસિન્ધ (પૃ. ૨૩૧-૨૩૪)માં ઈ. સ. ૧૯૩૮માં છપાયેલો છે જ્યારે એવો બીજો અનુવાદ સાંકળચંદ પિ. શાહે કર્યો છે અને એ એમણે જ છપાવ્યો છે (જુઓ પૃ. ૩૪૬ ટિ.૧) આ સ્તોત્રનો સ્વ. કેશવલાલ પ્રેમચંદ મોદીએ કરેલો અંગ્રેજી અનુવાદ “જૈન સાહિત્ય સંશોધક” (વ. ૧, અં. ૧) માં ઈ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયેલો છે. મૂળ કૃતિ માસ્તર શામજીના ગુજરાતી અનુવાદ અને શ્રી. કૃષ્ણલાલ વર્માકૃત હિન્દી અનુવાદ તેમ જ પ્રત્યેક પદ્યના ભાવવાહી ચિત્ર સહિત શ્રી લાલભાઈ એલ. પરીખે અમદાવાદથી વિ. સં. ૨૦૨૨માં પ્રસિદ્ધ કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org