________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૪૪-૩૪૭]
૨૧૩ 'વીતરાગ-સ્તોત્ર કિંવા વિંશતિપ્રકાશ (લ. વિ. સં. ૧૨00)- આના કર્તા “કલિ.” હેમચન્દ્રસૂરિ
P. ૩૪૬ છે. આ ભક્તિભાવથી ભરપૂર અને દાર્શનિક ઝલકથી શોભતા સ્તોત્રમાં ૧૮૮૫દ્યો છે. એ વીસ પ્રકાશમાં વિભક્ત છે. અજયપાલ રાજાના મંત્રી યશપાલે મોહપરાજય-નાટક (અં. ૫પૃ.૧ ૨૩) માં આને “વીસ દિવ્ય ગોળીઓ' કહી છે.
આ સ્તોત્ર પરમહંત કુમારપાલને માટે એ જૈન' થયા બાદ રચાયું છે. એ ઉપરથી એના સમયનો ક્યાસ કાઢી શકાય.
વિષય- પ્ર. ૩-૫માં અતિશયોનું પ્ર. માં “કલિ' યુગના ગૌરવનું અને પ્ર. ૧૪માં યોગના P ૩૪૭ માહાભ્યનું વર્ણન છે.
પ્ર. ૧૦, ૧૩, ૧૬ અને ૧૭ ભક્તિપ્રધાન છે. પ્ર. ૭માં ઈશ્વરને જગત્કર્તા માનનારની દલીલોના રદિયા અપાયા છે. પ્ર. ૮માં એકાન્તવાદના પરિવારપૂર્વક અનેકાન્તવાદનાં સ્થાપન અને નિરૂપણ કરાયાં છે.
આ હૃદયસ્પર્શી આર્ષ સર્જનમાં કોઈ કોઈ સ્થળે ઉપનિષી અસર જોવાય છે. દા. ત. પ્ર. ૧, ગ્લ. ૧ ને ૪માં અને પ્ર. ૧૧, શ્લો. ૩-૪માં.
ટીકાઓ- આ સ્તોત્ર ઉપર નીચે મુજબની ટીકાઓ છે –
(૧) "દુર્ગાદપ્રકાશ- આ ૨૧૨૫ શ્લોક જેવડી ટીકાના રચનાર ખરતર' ગચ્છના ૧. “આ સ્તોત્ર પ્રભાનન્દસૂરિ અને સોમોદયગણિની એકેક ટીકા તેમ જ પદ્યાનુક્રમણિકાદિ સહિત” દે. લા.
જૈ. પુ. સં.” તરફથી વિ. સં. ૧૯૯૮માં છપાયું છે. આ સંસ્થા તરફથી એની દ્વિતીય આવૃત્તિ મુનિશ્રી ચન્દ્રપ્રભસાગરજીના ગુજરાતી અનુવાદ સહિત ઈ. સ. ૧૯૪૯માં છપાવાઈ છે. આ સ્તોત્ર કપૂરવિજયજીના ગુજરાતી અનુવાદ, શ્રી સાંકળચંદ પિતાંબરદાસ શાહના પદ્યાત્મક-મુખ્યતયા હરિગીતમાં કરાયેલા ગુજરાતી અનુવાદ, મહાદેવ-સ્તોત્ર, એ સ્તોત્રના કપૂરવિજયજીએ કરેલા ગુજરાતી અનુવાદ અને ઉપર્યુક્ત સાંકલચંદ પિ. શાહે હરિગીતમાં કરેલા પઘાત્મક અનુવાદ તેમ જ આ શાહે હરિગીતમાં ગુજરાતીમાં કરેલા પરમાઈત કુમારપાલકૃત વિંશિકાના અને રત્નાકરપંચવિંશતિકાના અનુવાદો સહિત સાં. પી. શાહ તરફથી ઈ. સ. ૧૯૨૩માં છપાયેલું છે. આ સ્તોત્ર ગુજરાતી અનુવાદ સહિત “જૈન શ્રેયસ્કર મંડળ” તરફથી ઈ. સ. ૧૯૪૯માં છપાયું છે. આગામોદ્ધારકે આ વીતરાગસ્તોત્રનો ગુજરાતી પદ્યાત્મક અનુવાદ છઠ્ઠા પ્રકાશના
સાતમા પદ્ય સુધીનો જે કર્યો હતો તે આરાધના-માર્ગમા વિ. સં. ૨૦૦૬માં છપાયો છે. ૨. જુઓ પ્ર. ૧૦, ૧૩, ૧૬ અને ૧૭ ૩. આ ઉપરથી એનું વિંશતિપ્રકાશ એવું બીજું નામ યોજાયું લાગે છે. ૪. જુઓ હમસમીક્ષા (પૃ. ૨૪૪) ૫. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિ. ૧. આ આ. પ્રભાનન્દસૂરિની ટીકા અને અવચૂરિ અને આ. રાજશેખરસૂરિજીના ગુજરાતી અનુવાદ સાથે અરિહંત પ્રકાશન ભીવંડીથી બહાર સં.૨૦૫૭ માં પડેલી છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org