________________
P. ૩૪૫
૨૧૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ અનેક અજૈન કૃતિઓનું અવલોકન કરી આ ટીકા રચી સ્યાદ્વાદનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું છે. આ કાર્યમાં એમને જિનપ્રભસૂરિનો સહયોગ મળ્યો હતો.
આ સ્યાદ્વાદમંજરી ઉપર ન્યાયાચાર્ય યશોવિજયગણિએ સ્યાદ્વાદમંજૂષા રચી છે એમ મનાય છે પણ હજી સુધી તો એ મળી આવી નથી.
(૨) ટીકા- આના કર્તા ‘તપા' ગચ્છના વાર્ષિ છે.
(૩) આHસ્તુતિવૃત્તિ- આ આદ્ય અગિયાર પદ્યો પૂરતી અને લગભગ ૨૦૦ શ્લોક જેવડી વૃત્તિ આગમોદ્ધારકે વિ. સં. ૧૯૮૪ કરતાં પહેલાં રચી છે.
(૪) કીર્તિકલા- આ ૯00 શ્લોક જેવડી વ્યાખ્યા શ્રી કીર્તિીન્દ્રવિજયગણિએ (હાલ પંન્યાસ) વિ. સં. ૨૦૧૫માં રચી છે.
અનુવાદો– મૂળ કૃતિનો ગુજરાતી અનુવાદ તેમ જ એના હિન્દી અનુવાદો થયેલા છે.
અયોગવ્યવચ્છેદ-દ્વાáિશિકા– આમાં એના નામ પ્રમાણે ૩૨ પદ્યો છે. જેમ આની પહેલાની દ્રાવિંશિકામાં અજૈન મતોનું નિરસન પ્રધાન પદ ભોગવે છે તેમ આમાં જૈન દર્શનનું પ્રતિપાદન અગ્ર ભાગ ભજવે છે.
સસ્તુલન–અયોગ દ્વાદનાં ૬, ૧૪ અને ૨૯ એ ક્રમાંક્વાળાં પદ્યો સિદ્ધસેન દિવાકરકૃત પ્રથમ દ્વાäિશિકાનાં ૭, ૨૩ અને ૪ પદ્ય સાથે અને એનું ૨૬મું પદ્ય પાંચમી દ્વાäિશિકાના ૨૩માં પદ્ય સાથે વિચારની સમાનતા ધરાવે છે. વળી ૧૬મા પદ્યના એક અંશનું પાંચમી દ્વાર્નાિશિકાના ૨૬માં પદ્ય સાથે સામ્ય જોવાય છે.
ચૌદમા પદ્યનો “:સદા:રક્તપરિ” થી શરૂ થતો પ્રારંભ ભવભૂતિના ઉત્તરરામચરિત (. ૧)ના શ્લો. ૧૬ના દ્વિતીય ચરણનું સ્મરણ કરાવે છે.
અન્ય.કા. જેટલી આ અયોગ.દ્વા. ગહન નહિ હોવાથી કે અન્ય કોઈ કારણથી આના ઉપર પ્રાચીન સમયમાં કોઈ સંસ્કૃત ટીકા રચાયેલી જણાતી નથી.
"કીર્તિકલા- આ લગભગ ૬૦૦ શ્લોક જેવડી વ્યાખ્યા કીર્તિચન્દ્રવિજયગણિએ વિ. સં. ૨૦૧૫માં રચી છે.
ભાષાન્તર- મૂળનાં ગુજરાતી અને હિન્દીમાં ભાષાન્તર થયેલાં છે.
૧. આની નોંધ મેં યશોદોહન (પૃ. ૧૨, ૧૫, ૧૭, ૨૦૭)માં લીધી છે. ૨-૩. આ મદ્રાવાવિત દાયી'ના નામે ભાઇલાલ પેટલાદવાળાએ વિ.સં. ૨૦૧૫માં છપાવી છે. ૪. આ પ્રકાશિત છે (જુઓ પૃ. ૩૪૧ ટિ. ૧) એ પં. (હાલ સૂરિ) ધુરંધરવિજયજી દ્વારા તૈયાર કરાયેલા
પદ્યાત્મક ગુજરાતી અનુવાદ અને ભાવાર્થ સહિત કટકે કટકે “જૈ. ધ. પ્ર.'માં છપાવાઈ છે. પ-૬. આ બંને પ્રકાશિત છે. જુઓ પૃ. ટિપ્પણ ૨-૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org