________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૪૧-૩૪૪]
૨૧૧ યોગનો અભાવ હોવાનું ખંડન છે. આમ બે રીતે જૈન તીર્થકરોનું આતત્વ વિચારવા માટે બે જુદી જુદી લાનિંશિકાઓ યોજાઈ છે.
વિષય- ગ્લો. ૧ દ્વારા મહાવીરસ્વામીના ચાર અતિશયોનો નિર્દેશ છે. ગ્લો. ૪-૨૯માં દાર્શનિક ચર્ચા છે. જેમકે શ્લોક ૪-૧૦માં તૈયાયિક-વૈશેષિકના નિમ્નલિખિત સિદ્ધાન્તો વિષે ઊહાપોહ છે :
સામાન્ય-વિશેષ-વાદ, નિત્યાનિત્ય-વાદ, જગત્ કર્તૃત્વ, ધર્મ અને ધર્મીનો એકાન્ત ભેદ, સામાન્યની સ્વતન્ન પદાર્થ તરીકે ગણના, આત્મા અને જ્ઞાનની ભિન્નતા તેમ જ મુક્તિમાં જ્ઞાનનો
અભાવ.
શ્લો. ૧૧-૧૨માં જૈમિનીય દર્શનનું– મીમાંસકોની માન્યતાનું ખંડન છે.
P. ૩૪૩ શ્લો. ૧૩માં વેદાન્ત દર્શનનું-માયાવાદનું ખંડન છે. શ્લો. ૧૪માં એકાન્ત-સામાન્ય અથવા એકાન્ત-વિશેષરૂપ “વા-વાચક' ભાવની આલોચના છે. શ્લો. ૧૫માં સાંખ્યદર્શનનાં મન્તવ્યોની ચર્ચા છે.
શ્લો. ૧૬-૧૯માં બૌદ્ધોના કેટલાક સિદ્ધાન્તોનું– દા. ત. પ્રમાણ અને પ્રમિતિનો અભેદ, જ્ઞાનાદ્વૈતવાદ, શૂન્યવાદ અને ક્ષણભંગવાદનું ખંડન છે.
ગ્લો. ૨૦માં ચાર્વાક દર્શનનો વિચાર કરાયો છે.
આમ વિવિધ અજૈન દર્શનોનાં મંતવ્યોની આલોચના દ્વારા એમાં દૂષણો બતાવી એ સિદ્ધ કરાયું છે કે જૈનોના તીર્થકરો સિવાય અન્ય દર્શનના દેવોમાં આતત્વ ઘટી શકતું નથી, કેમકે એમનામાં અનેકાન્ત દૃષ્ટિનો અભાવ છે.
શ્લો. ૨૧-૨૯માં જૈન દર્શનના પ્રાણરૂપ અનેકાન્તવાદનું અને એની સાથે સંલગ્ન, નયવાદ, સપ્તભંગી, સકલાદેશ અને વિકલાદેશનું નિરૂપણ છે. સંક્ષેપમાં કહું તો સ્યાદ્વાદની સર્વોત્તમતાની અત્ર સિદ્ધિ કરાઈ છે.
અંતના ત્રણ શ્લોકો દ્વારા એવું પ્રતિપાદન કરાયું છે કે જૈન દર્શનનો આશ્રય લેવાથી અજ્ઞાનીઓના અજ્ઞાનનો નાશ થાય છે અને તેમ થતાં તેમનું અધઃપતનથી રક્ષણ થાય છે.
આ ધાર્નિંશિકા ઉપર નીચે મુજબની ટીકાઓ છે :
સ્યાદ્વાદમંજરી- આ વિદ્વતાપૂર્ણ ટીકા ‘નાગેન્દ્ર ગચ્છના મલ્લિષેણે શકસંવત્ ૧૨૧૪માં ૩૪૪ અર્થાત્ વિ. સં. ૧૩૪૯માં રચી છે. એઓ ધર્માલ્યુદયના કર્તા ઉદયપ્રભસૂરિના શિષ્ય થાય છે. એમણે
૧. આ તેમ જ એનાં ભાષાન્તર પ્રકાશિત છે. જુઓ પૃ. ૩૪૧ ટિ. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org