________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : [પ્ર. આ. ૩૩૦-૩૩૩]
૨૦૫ અનુવાદ– શોભનસ્તુતિનો ડૉ. યાકોબીએ જર્મનમાં અનુવાદ કર્યો છે. મેં આ સ્તુતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે પણ તે હજી સુધી તો પ્રસિદ્ધ કરી શકાયો નથી જ્યારે એ જ સમયે શરૂ કરેલો મારો ગુજરાતી અનુવાદ છપાઈ ગયો છે.
અનુકરણ– ન્યાયાચાર્ય યશોવિજયગણિએ શોભન-સ્તુતિના આબેહુબ અનુકરણરૂપે ઐન્દ્રસ્તુતિ રચી છે.
*ઐન્દ્ર-સ્તુતિ (લ. વિ. સં. ૧૭૨૫)- મૂળની પ્રશસ્તિ (ગ્લો. ૧) પ્રમાણે આ કૃતિનું નામ ૩૩૨ “અસ્તુતિ' છે જ્યારે સ્વીપજ્ઞ વિવરણની પ્રશસ્તિ (શ્લો. ૧) પ્રમાણે “જિનસ્તુતિ' છે. આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમણે આ ૯૬ પદ્યની કૃતિ શોભન-સ્તુતિને સામે રાખીને યોજી છે. આમ એ એના અનુકરણરૂપ છે ખરી પરંતુ એ સબળ અને મનોમોહક હોઈ એ સ્વતંત્ર અને વિદ્વદ્ભોગ્ય કૃતિની ગરજ સારે છે. એમાં વિષયની તેમ જ છંદોની પણ સમાનતા છે. ફક્ત ૭૬માં પદ્યમાં શોભન–સ્તુતિમાં કપર્દિયક્ષની સ્તુતિ છે જ્યારે અહીં સરસ્વતીની છે. આ જ એક વિષયના P ૩૩૩ સામ્યમાં અપવાદરૂપ છે. બાકી ઐન્દ્ર-સ્તુતિ એ શોભન-સ્તુતિની તાદૃશ પ્રતિકૃતિ છે. એ બંનેનાં ચરણોમાં પણ કેટલીક સમાનતા છે. આમ હોવા છતાં મુદ્રિત સ્વીપજ્ઞ વિવરણમાં શોભન મુનિનો કે એમણે રચેલી સ્તુતિચતુર્વિશતિકાનો જરા યે નિર્દેશ નથી તેથી આશ્ચર્ય થાય છે. ન્યાયાચાર્યની કીર્તિને કલંકિત કરવાના દુષ્ટ આશયથી એમના કોઈ દ્વેષીએ વિવરણમાંથી યથાયોગ્ય નિર્દેશ પૂરતા ભાગનો નાશ કર્યો હશે ? આ માટે સ્વોપજ્ઞ વિવરણની હાથપોથીઓ તપાસવી ઘટે. ૧. આ અનુવાદ મૂળ કૃતિ સહિત 2 D M G (Vol. 32, p. 509 ft)માં છપાયો છે. ૨. જુઓ પૃ. ૩૨૭ ટિ. ૧. ૩. આના પરિચય માટે જુઓ પૃ. ૩૩૨-૩૩૪ ૪. આ નામની એક એક અજ્ઞાતકર્તુક કૃતિની એક હાથપોથી જૈનાનંદ પુસ્તાકલયમાં છે એમ જિ. ૨. કો.
(વિ. ૧, પૃ. ૬૨)માં ઉલ્લેખ છે પણ એ બ્રાન્ત છે, કેમ કે આ તો સ્વપજ્ઞ વૃત્તિ સહિતની મૂળ કૃતિ છે. ૫. આ કૃતિ સ્તુતિચુતવિંશતિકાની મારી આવૃત્તિમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે પૃ. ૧-૧૭માં છપાઈ છે. એના
પછી એના ઉપર કોઈકે રચેલી અવચૂરિ પણ અપાઈ છે. આ મૂળ સ્તુતિ અવચૂરિ સહિત “જૈ. આ. સં.” તરફથી પ્રસિદ્ધ કરાઈ છે. સ્વોપજ્ઞ વિવરણના આધારે રચાયેલી મૂળ કૃતિ સ્વીપજ્ઞ વિવરણ સહિત “જૈ. આ. સં.” તરફથી વિ. સં. ૧૯૮૪માં પ્રકાશિત કરાઈ છે. આ સભાના પ્રકાશનમાં એન્દ્ર-સ્તુતિગત નવીનભાવનૂતન વિચારો જણાઈ આવે તે માટે તે તે ભાગ ધૂળ અક્ષરમાં છપાવાયા છે. પ્રસ્તુત કૃતિ સ્વોપજ્ઞ વિવરણ, અજ્ઞાતકર્તૃક અવચૂરિ, મૂળકૃતિ, મૂળ અને અન્વય તેમ જ મૂળના હિન્દી ભાષાન્તર, ચાર પરિશિષ્ટો, શ્લિષ્ટ શબ્દાદિની સૂચિ અને ન્યાયાચાર્યની કૃતિઓની યાદી સહિત યક્ષો અને યક્ષિણીઓ ચિત્રપૂર્વક “શ્રી યશોભારતી જૈન પ્રકાશન સમિતિ” તરફથી મુંબઈથી ઈ. સ. ૧૯૬૨માં છપાવાઈ છે. ૬. પ્રસ્તુત કૃતિની સ્વપજ્ઞ વિવરણવાળી એક હાથપોથીની પુસ્તિકામાં “ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા' નામ છે. ૭. આ છંદોના હૈમ છન્દોડનુશાસન મુજબનાં લક્ષણો મેં મારા સંપાદનમાં ટિપ્પણરૂપે આપ્યાં છે. ૮. આ સન્તુલનના સંબંધમાં તેમ જ એના સ્વપજ્ઞ વિવરણ વિષે યશોદોહન (પૃ. ૩૮-૪૦)માં મેં વિચાર કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org