________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : [પ્ર. આ. ૩૧૫-૩૧૯]
૧૯૭ અનુવાદો- આ સ્તોત્રના ગુજરાતી અને હિંદીમાં ગદ્યાત્મક અનુવાદ થયેલા છે. વળી આનો દુર્લભજી ગુ. મહેતાએ ગુજરાતીમા “હરિગીત' છંદમાં અને કોઈકે ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કરેલ છે.
આનો હિંદીમાં પદ્યાત્મક અનુવાદ પં. કમલકુમાર શાસ્ત્રીએ કર્યો છે. આ સ્તોત્રનો અંગ્રેજી P ૩૧૮ અનુવાદ મેં કર્યો છે જ્યારે એનો જર્મન અનુવાદો ડૉ. હર્મણ યાકોબીએ કર્યો છે.
યંત્રો- મહા. નવ.ની પ્રસ્તાવના (પૃ. ૧૦)માં કહ્યું છે કે ૪૮ યંત્રોને બદલે ૪૪ યંત્રવાળી હાથપોથીઓ શ્વેતાંબરોના ભંડારોમાં જોવાતી નથી એથી તેમજ ઋદ્ધિનાં પદ ૪૮ જ છે એથી ૪૮ પદ્યો હોવાં જોઈએ.
કથાઓનું સંતુલન– મહા. નવ.ની પ્રસ્તાવના (પૃ. ૧૦-૧૧)માં ગુણાકરસૂરિએ આપેલી કથાઓને અંગે નીચે મુજબની હકીકત અપાઈ છે :
ગુણાકરસૂરિએ આપેલી કથાઓનું અક્ષરે અક્ષર અનુકરણ કરીને ભક્તામરકથાસંગ્રહ રચાયો છે. કેટલાંક વિશેષનામોમાં ફેરબદલી કરવા સિવાય બ્રહ્મચારી રાયમલ્લે નવીન કૃતિ રચી જ નથી.
“હિન્દી જૈન સાહિત્ય પ્રસારક કાર્યાલય” તરફથી મુંબઈથી વિ. સં. ૧૯૧૪માં ભક્તામરકથા અને શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે ગુજરાતીમાં વિ. સં. ૧૯૭૮માં શ્રીભક્તામર-મંત્ર-માહાભ્ય છપાવ્યાં છે. આ બંને” પ્રકાશકોએ શ્રીયુત રાયમલ્લ બ્રહ્મચારીની કથાઓ છપાવી છે તો પણ 2 ૩૧૯ પોતપોતાના સંપ્રદાયને પુષ્ટિ આપતાં નામની ફેરબદલી કરી નાંખી છે.” જો આ વિધાન સાચું હોય તો એ આ બંનેની કીર્તિને કલંકિત કરનારી અને શરમજનક હકીકત ગણાય. ઐતિહાસિક દૃષ્ટિએ તપાસતાં ઉપર્યુક્ત બે પ્રકાશનોમાં અપાયેલાં કેટલાંક નામો અસત્ય ઠરે છે એમ આ પ્રસ્તાવનામાં કહ્યું છે. ૧. “પંચપ્રતિક્રમણ સૂત્રોની વિવિધ આવૃત્તિઓમાં આ નજરે પડે છે. ૨. આ “નવસ્મરણ સચિત્ર” (પૃ. ૬૩-૯૯)માં છપાયો છે. ૩. આ “શ્મીર૦” થી શરૂ થતાં ચાર અધિક પદ્યનું અર્થાત્ ૪૮નું ભાષાંતર મૂળ સ્તોત્ર, શ્લોકાર્ધ ગુણાકરસૂરિકૃત વિવૃતિગત ૨૮ કથાઓના ગુજરાતી ભાષાંતર અને મંત્રાસ્નાય સહિત મહા. નવ. (પૃ. ૩૧૫-૪૦૮)માં છપાવાયું છે. ત્યારબાદ વિધિયન્સ અને હરિભદ્રસૂરિકૃત ૪૮ યગ્નની વિધિ અપાયાં છે. ગબ્બીરતા૧૦ સિવાયનાં જે પદ્યો મેં મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૨)માં આપ્યાં છે તેમાં પ્રથમ પદ્ય નથી તેમ જ બીજાનું પ્રથમ ચરણ પણ નથી. એ ખૂટતું લખાણ મહા. નવ. (પૃ. ૯)માં જોવાય છે. વળી અહીં જે ત્રીજું પદ્ય
અપાયું છે તે સર્વથા ભિન્ન છે અને એના પાઠાંતર તરીકે મેં આપેલું ત્રીજું પણ રજૂ કરાયું છે. ૪. “કુન્ધસાગર સ્વાધ્યાય સદન” (બૂરઈ) તરફથી વીરસંવત્ ૨૪૭૭માં પ્રસિદ્ધ કરાયેલા ભક્તામર સ્તોત્રમાં
આ છપાયો છે. આ પ્રકાશનમાં ઋદ્ધિ, મંત્ર, સાધનાવિધિ, ફળ તેમ જ દિ. સોમસેનકૃત પૂજા, ઉદ્યાપન ઇત્યાદિને સ્થાન અપાયું છે. ૫. ભક્તા. સ્તોત્રત્રયમાં આ પ્રકાશિત છે. ૬. આ “Indische Studien” (Vol, XIV, p. 359 ft) માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org