________________
૨૦૧
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૨૩-૩૨૬]
"શારદા-સ્તોત્ર કિંવા અનુભૂત-સિદ્ધ-સારસ્વત-સ્તવ (લ. વિ. સં. ૮૭૫)- આ પણ ઉપર્યુક્ત બપ્પભટ્ટિસૂરિની રચના છે. આમાં ૧૩ પદ્યો છે. દસમા પદ્યમાં મંત્રાક્ષરોનો ઉલ્લેખ છે. આ કૃતિનું નામ જ કહી આપે છે તેમ આ કૃતિ શારદા દેવીની યાને સરસ્વતીની સ્તુતિરૂપ છે.
“અનુવાદ– આનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
જિનશતક (ઉં. વિ. સં. ૧૦૨૫)- આના કર્તા જંબૂ છે. એમણે કે પછી સમાનનામક “ચન્દ્ર P ૩૨૫ ગચ્છના જંબૂએ (જંબૂનાગે) વિ. સં. ૧૮૦૫માં મુનિ પતિ-ચરિત રચ્યું છે. ચન્દ્રદૂતના કર્તાનું નામ પણ જંબૂ છે. શું તેઓ આ બેથી ભિન્ન છે કે અભિન્ન ?
આ જિનશતક એ “સગ્ધરા' છંદમાં સો પદ્યમાં રચાયેલી અને પચ્ચીસ પચ્ચીસ પદ્યના ચાર પરિચ્છેદોમાં વિભક્ત કરાયેલી કૃતિ છે. એ દ્વારા અનુક્રમે જિનેશ્વરનાં ચરણનું હસ્તનું, વદનનું અને વાણીનું શબ્દાલંકારાદિથી અલંકૃત વર્ણન કરાયું છે. છેલ્લા પરિચ્છેદના ૧૧મા પદ્યમાં જિનેશ્વરના મુખમાંથી નીકળેલી વાણી શ્રોતૃવર્ગને અંગે કેવી રીતે પરિણમે છે તે દર્શવાયું છે.
આ સ્તોત્ર ઉપર નીચે મુજબ વિવરણો છે :
(૧) પંજિકા– આના કર્તા ‘નાગેન્દ્ર' ગચ્છના સાંબ કવિ છે. એમણે આ ૧૫૫૦ શ્લોક જેવડી વૃત્તિ મલ્હણના પુત્ર દુર્ગકની અભ્યર્થનાથી વિ. સં. ૧૦૨૫માં રચી છે.
(૨-૩) અવસૂરિઓ– વિમલહંસગણિએ વિ.સં. ૧૬૫૩માં ખંભાતમાં એક અવસૂરિ રચી છે. બીજીના કર્તાનું નામ જાણવામાં નથી.
(૪) પંજિકા– આ વત્સરાજે વિ. સં. ૧૮૭૪માં રચી છે.
'પાર્શ્વનાથમહાસ્તવ, “ધરણોરગેન્દ્ર સ્તવ કિવા મંત્રસ્તવ, (ઉં. વિ. સં. ૧૦૨૫)- આના પ્રણેતા ભિન્નમાલ (શ્રીમાલ)ના વતની અને ત્યાંના રાજા દેવરાજના માનીતા શ્રાવક શિવનાગ છે. B ૩૨૬ એઓ જાતે વણિક હતા અને “કોટિધ્વજ શ્રેષ્ઠી હતા. એમની પત્નીનું નામ પૂર્ણલતા હતું અને પુત્રનું નામ વીર હતું. પ્ર. ચ. (ભૃગ ૧૫, શ્લો. ૧૬૫-૧૬૬) પ્રમાણે એ વીરનો જન્મ વિ. સં. ૯૩૮માં થયો હતો. એમણે પોતાના પિતાના અવસાનથી વૈરાગ્ય પામી સો વર્ષની વયના વિમલગણિ પાસે વિ. સં. ૯૮૦માં દીક્ષા લીધી હતી અને આગળ ઉપર સૂરિબની એઓ વિ.સં. ૯૯૧માં સ્વર્ગ સંચર્યા હતા. આ હિસાબે શિવનાગનો સમય લ. વિ. સં. ૯૨૦થી વિ. સં. ૯૭૦ની આસપાસનો ગણાય પરંતુ પ્ર. ચાને અંગેના “પ્રબંધાર્યાલોચન” (પૃ. ૭૯) પ્રમાણે વીરસૂરિનો સમય વિક્રમની અગિયારમી સદીનો પૂર્વાર્ધ છે કેમકે પ્ર. ચ. (શૃંગ ૧૫, શ્લો. ૬)માં સૂચવાયા મુજબ શિવનાગના સમયમાં શ્રીમાલમાં ધૂમરાજના વંશના દેવરાજે અને ગ્લો. ૧૦૫ પ્રમાણે અણહિલપુરમાં ચામુંડરાજ રાજા હતા. ૧-૨. “આ. સમિતિ” તરફથી આ પ્રકાશિત છે. ૩. આની ત્રીજી આવૃત્તિ “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ. ૧૯૦૭માં અને ચોથી ઈ. સ. ૧૯૨૬માં છપાઈ
છે. [ગુજરાતી અનુવાદ સાથે હર્ષપુષ્યામૃત ગ્રંથમાલામાં સં. ૨૦૪૧માં પ્રસિદ્ધ થયેલ છે.] ૪. આ મહાસ્તવ અજ્ઞાતકર્તૃક વૃત્તિ સહિત જૈન સ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૭૦-૮૭)માં ૧૯ યંત્રો સહિત
છપાવાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org