________________
૧૯૧
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૦૬-૩૦૯]
આ સ્તોત્રમાં ઉત્તરાર્ધમાં ઇવ અને સાત શબ્દનું રહસ્ય દર્શાવાયું છે.
આ સ્તોત્ર અનેક ગદ્યાત્મક સૂત્ર જાણે પૂરાં ન પાડતું હોય તેવી એની રચના છે. સાતમાં પદ્યમાંથી એના ચાર નમૂના શ્રી જુગલકિશોરે પોતાની પ્રસ્તાવના (પૃ. ૨૪)માં આપ્યા છે.
આ સ્તોત્રમાં જૈન તીર્થંકર જ ખરેખર આત છે એમ સિદ્ધ કરાયું છે. સાથે સાથે એકાન્તવાદનું નિરસન કરાયું છે.
સસ્તુલન– આ સ્તોત્રનાં કેટલાંક પદ્યો સમ્મઈપયરણ સાથે સરખાવી શકાય તેમ છે. જેમ કે શ્લો. ૯ એ સમ્મઈ ના પ્રથમ કાંડની ગા. ૩-૪૧ સાથે, ગ્લો ૨૪-૨૭ તૃતીય કાંડની ગા. ૪૮ સાથે, શ્લો. ૬૧-૭૨ સમગ્ર તૃતીય કાંડ સાથે, ગ્લો. ૭૫-૭૮ તૃતીય કાંડની ગા. ૪૫ સાથે, ગ્લો ૮૮૯૧ તૃતીય કાંડની ગા. ૫૩ સાથે અને ગ્લો. ૧૦૮ એ પ્રથમ કાંડની ગા. ૧૩-૧૪ સાથે સસ્તુલનાર્થે P ૩૦૮ વિચારી શકાય.
આ મહત્ત્વની કૃતિ ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે :
(૧) અષ્ટશતી- આ દિ. અકલંકની રચના છે. એ ૮૦૦ શ્લોક પૂરતું ભાષ્ય છે. આની નોંધ મેં યશોદોહન (પૃ. ૨૮, ૧૯૩, ૧૯૪)માં લીધી છે. | ‘અષ્ટસહસ્ત્રી પાને આપ્તમીમાંસાલંકૃતિ– આ અષ્ટશતીના ભાષ્યની ગરજ સારે છે. એથી એને અષ્ટશતીભાષ્ય પણ કહે છે. આના કર્તા દિ વિદ્યાનબ્દિ છે.
ટીકા- અસહસ્ત્રીમાંનાં દુર્ગમ સ્થળોને સમજાવવા માટે લઘુ” સમન્તભદ્ર આના ઉપર એક ટીકા રચી છે અને એને અષ્ટ-સહસીટીકા યાને વિષમપદતાત્પર્ય તરીકે ઓળખાવાય છે.
વિવરણ– અષ્ટસહસીના મંગલશ્લોક પૂરતું આ વિવરણ કોઈકે રચ્યું છે.
*અષ્ટસહસ્ત્રી-વિવરણ – આ દ્વારા ન્યાયાચાર્ય યશોવિજયગણિએ અષ્ટસહસ્ત્રીનું સ્પષ્ટીકરણ P ૩૦૯ પૂરું પાડ્યું છે. એ આઠ હજાર શ્લોક જેવડું છે. એની એક હાથપોથીનું વર્ણન મેં D c G C M. (Vol. XVIII. pt. 1, pp. 204, 205)માં આપ્યું છે.
૧-૨. સ. જૈ. ગ્રં. માંઆ છપાયેલી છે. ૩. જુઓ યશોદોહન (પૃ. ૧૬૯ અને ૧૯૩, ૧૯૫) ૪. આ વિવરણ “જૈન ગ્રન્થ પ્રકાશક સભા” તરફથી ઈ. સ. ૧૯૩૭માં અષ્ટસહસીતાત્પર્યવિવરણના નામથી
આપ્તમીમાંસા, અષ્ટશતી અને અપ્સહસ્ત્રી સહિત પ્રસિદ્ધ કરાયું છે. ૫. આ સંબંધમાં મેં યશોદોહન (પૃ. ૧૫૩૮, ૬૦, ૭૩, ૭૪, ૭૫, ૮૦, ૨૩, ૨૫, ૧૪૧, ૧૬૩, ૧૭૮,
૧૯૩-૧૯૭, ૨૦૯, ૨૧૬, ૨૩૬ અને ૨૪૮)માં વિચાર કર્યો છે. ૬. આ ન્યાયચાર્યે જાતે લખેલી છે એમ વિદ્ધદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ “ન્યાયવિશારદ ન્યાયચાર્ય
મહોપાધ્યાય શ્રીયશોવિજય સ્મૃતિગ્રન્થ”ના આમુખ (પૃ. ૯)માં કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org