________________
૧૮૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ P ૩૦૨
'સ્વયંભૂ-સ્તોત્ર યાને સમજોભદ્રસ્તોત્ર- આના કર્તા દિ. સ્તુતિકાર સમન્તભદ્ર છે. જૈનેન્દ્ર વ્યાકરણમાં “ચતુષ્ટયં સમનમકહ્ય” દ્વારા જે સમન્તભદ્રનો ઉલ્લેખ છે તે જ આ હશે. જો એમ જ
હોય તો એઓ પૂજ્યપાદના પૂર્વગામી ગણાય. આ સમન્તભદ્ર આપ્તમીમાંસા યાને દેવાગમ-સ્તોત્ર, P ૩૦૩ જીવસિદ્ધિ, 'જિનશતક યાને સ્તુતિવિદ્યા અને યુજ્યનુશાસન યાને વીરજિનસ્તોત્ર રચ્યાં છે.
પ્રસ્તુત દાર્શનિક સ્વયંભૂસ્તોત્રનો પ્રારંભ “સ્વયંભૂવાથી થતો હોવાથી એનું આ નામ પડ્યું છે. એમાં ૧૪૩ પદ્યો છે. આ સ્તોત્રમાં “ભરતક્ષેત્રના આ વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થકરોની સ્તુતિ વિવિધ પ્રકારના તેર છન્દોમાં કરાઈ છે. આને લઈને કેટલાક આને “ચતુર્વિશતિજિનસ્તુતિ' કહે છે. અરનાથની સ્તુતિ ૨૦ પદ્યમાં, મુનિસુવ્રતસ્વામીની ૧૦માં, મહાવીરસ્વામીની ૮માં, અને બાકીના એકવીસજિનની પાંચ પાંચ પદ્યોમાં કરાઈ છે. વિમલનાથની સ્તુતિ તરીકે “નાસ્તવથી શરૂ થતું પદ્ય ૧. આ સ્તોત્ર “સનાતન જૈન ગ્રન્થમાલા” માં ઈ. સ. ૧૯૦૫માં અને “દિગંબર જૈન ગ્રન્થ ભંડાર” (પુ ૧)માં
ઈ. સ. ૧૯૨૪માં છપાયું છે. વળી આ સ્તોત્ર શ્રી જુગલકિશોર મુખ્તારના હિંદી અનુવાદ અને પ્રસ્તાવના સહિત તેમ જ એની પદ્યાનુક્રમણિકા સાથે એમના “વીરસેવામંદિર” તરફથી ઈ. સ. ૧૯૫૧માં છપાયું છે. એમાં શ્રી જુગલકિશોરે હિંદી પ્રસ્તાવના (પૃ. ૨૦-૨૩)માં “અત્'નાં જે વિશેષણો આ સ્વયંભૂસ્તોત્રમાં વપરાયાં છે તે તીર્થકરદીઠ આપ્યાં છે. વળી એમણે પરિશિષ્ટ તરીકે “અહ-સંબોધન-પદાવલી” આપી છે અને એમાં સ્વયંભૂસ્તોત્ર, દેવાગમ-સ્તોત્ર, યુકત્યનુશાસન અને સ્તુતિવિદ્યામાં અરિહંત માટે
વપરાયેલાં સંબોધનો આ ચાર સ્તોત્રદીઠ આપ્યાં છે. ૨. સ્વયંભૂસ્તોત્રની અનેક હાથપોથીઓમાં આ નામ જોવાય છે. એથી મેં એનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે. ૩. આ કૃતિ અકલંકકૃત અષ્ટશતી અને વસુનન્દિની ટીકા સહિત “સ. જૈ. ગ્ર.”માં ગ્રંથાંક દસ તરીકે ઈ. સ. ૧૯૧૪માં પ્રકાશિત કરાઈ છે. વળી એ વિદ્યાનબ્દિકૃત અષ્ટસહસ્ત્રી સહિત નાતરંગ ગાંધી તરફથી ઈ. સ.
૧૯૧૫માં પ્રસિદ્ધ કરાઈ છે. ૪. આ જિનશતક “ભવ્યોત્તમ’ નરસિંહ (વસુનર્જિ)કૃત વૃત્તિ સહિત “સ્યાદ્વાદગ્રન્થમાલા”માં ઈન્દોરથી ઈ. સ. ૧૯૧૨માં પં. લાલારામજીને હિંદી અનુવાદ તેમ જ “મુરજ' બંધાદિનાં ચિત્રો સાથે છપાવાયું છે. વળી “સ્તુતિ-વિદ્યા”ના નામથી આ સ્તોત્ર ઉપર્યુક્ત વસુનદિની સંસ્કૃત ટીકા, પન્નાલાલ જૈનના હિંદી અનુવાદ અને મુખ્તારની પ્રસ્તાવના તેમ જ ચિત્રાલંકારો સહિત “વીરસેવામન્દિર” તરફથી ઈ. સ. ૧૯૫૦માં છપાવાયું છે. ૫. આ “સ. જે. ગ્રં.”માં ગ્રંથાક ૧ તરીકે ઈ. સ. ૧૯૦૫માં છપાવાયું છે. વળી વિદ્યાનન્દકૃત ટીકા સહિત
એ “મા. દિ. ગ્ર.”માં ગ્રંથાક ૧૫ તરીકે વિ. સં. ૧૯૭૭માં છપાવાયું છે. વિશેષમાં “વીરસેવામંદિર” તરફથી આ સ્તોત્ર શ્રી. જુગલકિશોર મુખ્તારના હિન્દી અનુવાદ સહિત ઈ. સ. ૧૯૫૧માં છપાવાયું છે. ૬. રત્નકરંડશ્રાવકાચાર એ એમની કૃતિ નથી એમ કેટલાક હવે માને છે. તત્ત્વાનુશાસન અને
ગધહસ્તિમહાભાષ્ય નામની બે કૃતિઓના કર્તા તરીકે કેટલાક આ સમન્તભદ્રનો ઉલ્લેખ કરે છે પણ એ વિચારણીય છે. ૭. ૧૪મા તીર્થંકરની સ્તુતિના શ્લો. ૧-૧૮ “પથ્યાવકત્ર' અનુષ્ટ્રમાં અને ગ્લો. ૧૯-૨૦ “સુભદ્રિકા-માલતીમિશ્રયમક'માં, ૧૯માની સ્તુતિના પાંચે શ્લોક “વાનવાસિકા'માં અને ૨૦માની સ્તુતિના પાંચે શ્લોક વૈતાલીય'માં અને ૨૨માની સ્તુતિના દસે પધો “
ઉતા'માં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org