________________
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૯૮-૩૦૧].
૧૮૭ પ્રતિકૃતિ–મહા.નવ.માં શરૂઆતમાં કલ્યાણમન્દિરસ્તોત્રની દિલ્હીની એક હાથપોથીમાંના એક પત્રની પ્રતિકૃતિ અપાઈ છે. એમાં ચારે તરફના હાંસિયામાં સુશોભન તરીકે વાસુદેવ કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે ખેલાતી હોળીનું દશ્ય અપાયું છે. એ “મોગલ' કલમે ચિતરાયેલું છે.
પાદપૂર્તિરૂપ સ્તોત્રો- કલ્યાણમન્દિર સ્તોત્રના પાદપૂર્તિરૂપે કાવ્ય રચાયાં છે. એની નોંધ આગળ ઉપર અપાશે.
પૂજા– વિજયકીર્તિએ કલ્યાણમન્દિર પૂજા રચી છે. દેવેન્દ્રકીર્તિએ સંસ્કૃતમાં પૂજા રચી છે.
વ્રતોદ્યાપન- દેવેન્દ્રકીર્તિએ અને સુરેન્દ્રકીર્તિએ કલ્યાણમન્દિર વ્રતોદ્યાપન નામની એકેક વૃત્તિ રચી છે.
શક્રસ્તવ કિવા સિદ્ધિશ્રેયસમુદય કિવા `જિનસહસ્ત્ર નામસ્તોત્ર- આ મુખ્યતયા ગદ્યાત્મક કૃતિના પ્રણેતા સિદ્ધસેન દિવાકર હોવાનું મનાય છે. મેં સંપાદિત કરેલી કૃતિની બીજી પંક્તિમાં “ૐ નમો” થી શરૂ થતો ભાગ ભિન્ન ગણવો ઘટે. એ હિસાબે આ કૃતિમાં ૧૧ મંત્રો ગણાય અને P ૩૦૧ વસ્તુસ્થિતિ પણ તેમ જ છે. એ પૈકી ત્રીજો મંત્ર “નમુત્યુ ણનો સંસ્કૃત અનુવાદ જ ન હોય એવો છે. પહેલા મંત્રનાં તેમ જ બીજાના થોડાક પ્રારંભિક ભાગમાનાં કેટલાંક વિશેષણો આ જ ક્રમે વીતરાગ સ્તોત્રના પ્રથમ પ્રકાશમાં જોવાય છે. ત્રીજા અને ત્યાર પછીના મંત્રમાં તીર્થકર માટે વપરાયેલા વિશેષણો યોગશાસ્ત્ર (પ્ર. ૧, ગ્લો. ૨)ની સ્વપજ્ઞ વ્યાખ્યા (પત્ર આ- ૩અ, શ્લો. ૧૯-૩૫)માં નજરે પડે છે. ૧૧મો મંત્ર યોગશાસ્ત્ર (પ્ર. ૮, શ્લો. ૪૬)ની સ્વોપજ્ઞ વ્યાખ્યા (પત્ર ૩૭૨) સાથે લગભગ અક્ષરશઃ મળતો આવે છે. આથી શકસ્તવનો ઉપયોગ હેમચન્દ્રસૂરિએ વીતરાગસ્તોત્ર માટે અને ખાસ કરીને આ વ્યાખ્યા માટે કર્યો હશે એમ લાગે છે. જો શકસ્તવ એમના પછી જ કોઈએ રચ્યું છે એમ સિદ્ધ થાય તો વાત જુદી છે. કોઈ અન્ય જ કૃતિમાંથી આ બંનેમાં એટલો વિભાગ ઉદ્ધત કરાયો હોય તો તેની પણ ના નહિં.
૧૧માં મંત્ર પછી પાંચ પડ્યો છે. એના પછી “વર્ધમાનજિન નામમંત્ર” તરીકે આ સ્તોત્રનો ઉલ્લેખ છે.
વૃત્તિ– જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૬૯) પ્રમાણે આ ગદ્યાત્મક સ્તોત્ર ઉપર પ્રદ્યુમ્નસૂરિની વૃત્તિ છે અને એની એક હાથપોથી સુરતના એક ભંડારમાં છે. ૧. આ પૂજા કુન્થનાથ સ્વાધ્યાયસદન' તરફથી પ્રકાશિત ઉપર્યુક્ત પુસ્તક (પૃ. ૧૪૫-૧૭૬)માં છપાઈ છે. ૨. અનેકાંત (વર્ષ ૧ અંક ૮-૧૦)માં અને ભક્તા. સ્તોત્રત્રયમાં આ કૃતિ પ્રકાશિત છે. ૩. આ નામ મારી સંપાદિત કરેલી કૃતિના લગભગ અંતમાં છે. ૪.મેં સંપાદિત કરેલી આવૃત્તિના લગભગ અંતમાં “જિનસહસ્રનામ-ગસ્તોત્ર” એવો ઉલ્લેખ છે. પ. જુઓ મારી આવૃત્તિનું પૃ. ૨૪૪. ૬. આમાં જૈન તીર્થકરને અંગે વિવિધ વિશેષણો વપરાયાં છે. એ પૈકી ૧૯ તો અજૈન મતોના નિરસનનું સૂચન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org