________________
P ૨૯૯
P. ૩૦૦
૧૮૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭
(૧૨) `વ્યાખ્યા− આ ‘ખરતર’ ગચ્છના સકલચન્દ્રના શિષ્ય સમયસુન્દરગણિની વિ. સં. ૧૬૯૫ (રૂવુપટ્નવગૈવાતૃ)ની પાલણપુરમાં કરાયેલી રચના છે.
(૧૩) ટીકા- આ દેવવિજયગણિના શિષ્ય જિનવજિયની વિ. સં. ૧૭૧૦ની રચના છે. (૧૪) ટીકા આ ‘ઉપકેશ’ ગચ્છના દેવતિલકે રચી છે.
(૧૫) ટીકા– આ ૨૫૦ શ્લોક જેવડી ટીકા વાદી દેવસૂરિના સંતાનીય અમરપ્રભના શિષ્ય સાગરચન્દ્રના શિષ્ય ગુણસાગરે રચી છે.
(૧૬) વૃત્તિ- આ દિ. તપાચાર્યની રચના છે.
[૧૭ ટીકા–દિ. ચન્દ્રકીર્તિની આ રચના વિરેન્દ્રકુમાર જૈને મુંબઈથી સં. ૨૦૧૬માં પ્રસિદ્ધ કરી છે.]
બાલાવબોધ– મેરુત્તુંગે અને દિ. મનોહરદાસે આ સ્તોત્ર ઉપર એકેક બાલાવબોધ રચ્યો છે. અનુવાદો– આ સ્તોત્રના ગુજરાતીમાં તેમ જ હિંદીમાં ગદ્યાત્મક અનુવાદો થયેલા છે. વળી શ્રી દુર્લભજી ગુલાબચંદ મહેતાએ ગુજરાતીમાં હરિગીતમાં ને માવજી દામજીએ મન્દાક્રાન્તામાં પદ્યાત્મક અનુવાદ કરેલ છે. એવી રીતે પં. બનારસીદાસ તરફથી હિંદીમાં પદ્યાત્મક ‘અનુવાદ કરાયેલો છે. ૫૨મજ્યોતિઃસ્તોત્ર– આ નામથી આ સ્તોત્રનો જૂની ‘વ્રજ' ભાષામાં `અનુવાદ કરાયેલો છે. *અંગ્રેજી અનુવાદ– આ સ્તોત્રનો મેં અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
જર્મન અનુવાદ– આ સ્તોત્રનો પ્રો. યાકોબીએ જર્મનમાં અનુવાદ કર્યો છે. ‘કલ્યાણમન્દિરચ્છાયાસ્તોત્ર- આ ૪૫ પદ્યના ‘અનુષ્ટુભ’માં રચાયેલા સ્તોત્રના કર્તા રત્નમુનિ છે. એમણે કલ્યાણમન્દિરસ્તોત્રનો સારાંશ રજૂ કર્યો છે.
૧. આ વ્યાખ્યા મૂળ સ્તોત્ર તેમ જ સમયસુન્દરગણિકૃત હારબંધ અને શ્રૃંખલા-યમકથી વિભૂષિત આઠ પદ્યના પાર્શ્વજિનસ્તોત્ર વગેરે સહિત “જિન-દત્તસૂરિપુસ્તકોદ્ધાર ફંડ' તરફથી ઈ. સ. ૧૯૩૨માં છપાવાઈ છે. ૨. એ ‘“પંચપ્રતિક્રમણસૂત્ર'ને અંગેનાં વિવિધ પ્રકાશનોમાં જોવાય છે.
૩. આ બે અનુવાદ પૈકી પ્રથમ બાકીનાં આઠ સ્મરણોના અનુવાદ સહિત સ્વ. દેવચંદ દામજી કુંડલાકરે ઈ.
સ. ૧૯૨૮માં “નવસ્મરણ સચિત્ર'' નામના પુસ્તકમાં મૂળ સહિત છપાવ્યો છે જ્યારે બીજે એના અનુવાદકે
જાતે ઈ. સ. ૧૯૪૧માં પ્રકાશિત કર્યો છે.
૪. આ પદ્યાત્મક અનુવાદ મૂળ સ્તોત્ર હિંદી શ્લોકાર્થ, યંત્ર, મંત્ર, વિધિ અને મારા અંગ્રેજી અનુવાદ સહિત કુન્ધુસાગર સ્વાધ્યાયસદન (ખુરઈ) તરફથી ‘કલ્યાણમન્દિરસ્તોત્ર'ના નામથી વીરસંવત્ ૨૪૭૮માં છપાયેલા પુસ્તકમાં છે.
પ. એ ડૉ. એલ. પી. ટેસિટોરિએ Indian Antiquary (Vol. 42, p. 42 f.) માં ઈ. સ. ૧૯૧૩માં સંપાદિત કર્યો છે.
૬. આ મારી ભક્તા. સ્તોત્રત્રયની આવૃત્તિમાં તેમ જ એ ઉ૫૨થી અન્યત્ર (જુઓ ટિ. ૪) છપાયો છે. ૭. આ અનુવાદ મૂળ સ્તોત્ર સહિત Indische Studien (Vol. XIV p. 376 ff.)માં છપાયો છે. ૮. આ ઉપર્યુક્ત આવૃત્તિ (પૃ. ૨૫૦-૨૫૩)માં છપાયું છે. મલ્લિષેણે પણ આવું છાયા-સ્તવન રચ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org