________________
P ૧૯૫
P ૨૯૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ છંદ- ૨૧મી દ્વાત્રિંશિકામાં ૩૩ પદ્યો છે. એ પૈકી પહેલાં ૩૨ ભુંજગપ્રયાત‘’માં છે અને એ દરેકનું અંતિમ ચરણ નીચે મુજબ છે :–
“ક્ષ h: પરાત્મા ગતિમઁ નિનેન્દ્ર”
૧૮૪
છેલ્લુ પદ્ય શાર્દૂલવિક્રીડિતમાં છે.
અજૈન સંબોધનો– અજૈન દેવોને માટે બુદ્ધ, હૃષીકેશ, વિષ્ણુ, જગન્નાથ, જિષ્ણુ, મુકુન્દ, અચ્યુત, શ્રીપતિ, અનન્ત, મહેશ અષ્ટમૂર્તિ ઇત્યાદિ જે સંબોધનો વપરાય છે તે જૈન તીર્થંકરને અંગેમહાવીરસ્વામી પરત્વે ઘટે છે, પરંતુ એથી કંઈ એઓ શૂળ, ધનુષ્ય કે ચક્ર જેવા આયુધ કે ગંગા કે ગૌરી જેવી સ્ત્રીને કે સિંહ જેવા વાહનને રાખે છે કે વિકારી છે એમ નથી એ વાત અહીં કહી છે.
સત્તુલન– આ દ્વાત્રિંશિકાના શ્લો. ૮-૨૫ યોગશાસ્ત્ર (પ્ર. ૪)ના શ્લો. ૯૩, ૯૮, ૯૬, ૯૭, ૯૯, ૧૦૨, ૯૪ અને ૧૦૧ સાથે સરખાવી શકાય તેમ છે.
'વૃત્તિ– આ જિનેશ્વરના વિવિધ ગુણો ઉપર પ્રકાશ પાડનારી ૨૧મી દ્વાત્રિંશિકા ઉ૫૨ ઉદયસાગરની વૃત્તિ છે. પહેલી ચાર દ્વાત્રિંશિકાઓ ઉપર વિજયલાવણ્યસૂરિજીની વિવૃત્તિ છે.
અનુવાદ– આ દ્વાત્રિંશિકાનો તેમ જ એની આ વૃત્તિનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. પહેલી ચાર દ્વાત્રિંશિકાઓનો ગુજરાતી અનુવાદ પં. સુશીલવિજયગણિ (હાલ સૂરિ) એ કર્યો છે, જ્યારે કેવળ પહેલીનો 'ભાવાત્મક અનુવાદ પં. ધુરન્ધરવિજયગણિ (હાલસૂરિ) એ ગુજરાતીમાં કર્યો છે. [નિયતિન્દ્વાત્રિંશિકા, ગુજ. વિવેચન, મુનિભુવનચન્દ્ર વિ.પ્ર. જૈન સાહિત્યઅકાદમી ગાંધીનગર.]
કલ્યાણમન્દિર-સ્તોત્ર- આ સ્તોત્ર ક્ષેતાંરોને તેમ જ દિગંબરો પણ માન્ય છે. એમાં ૪૪ પદ્યો છે. એ સ્તોત્ર પાર્શ્વનાથને ઉદ્દેશીને રચાયું છે. એનાં પહેલાં ૪૩ પઘો વસન્તતિલકામાં છે, જ્યારે ૪૪મું પદ્ય આર્યામાં છે. એ અન્તિમ પદ્યમાં ‘કુમુદચન્દ્ર’ એવો પ્રયોગ છે તે એના કર્તાના નામનો દ્યોતક છે એમ કેટલાક માને છે. તેઓ કહે છે કે સિદ્ધસેન દિવાકરને દીક્ષા અપાઈ તે સમયે આ નામ રખાયું હતું. આ કાવ્ય ભક્તામરસ્તોત્ર કરતાં ગહન તેમ જ વિશેષતઃ આલંકારિક (ornate) છે. એમાંના કેટલાક શબ્દો વગેરે દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકામાં જોવાય છે. આ સ્તોત્રમાં કરાયેલા અમુત્ર, વિધ્યાવિતા: ઇત્યાદિ પ્રયોગો વિષે મેં ભક્તા.સ્તોત્રત્રયની મારી સંસ્કૃત ભૂમિકામાં વિચાર કર્યો છે. આ સ્તોત્રના ભક્તામરસ્તોત્ર તેમ જ કેટલીક અજૈન કૃતિઓ સાથેના સન્તુલનને મેં ગુજરાતી પ્રસ્તાવનામાં સ્થાન આપ્યું છે. અત્ર એ ઉમેરીશ કે કલ્યાણમન્દિરસ્તોત્રના ૨૫મા પદ્યમાં સુરદુન્દુભિ દ્વારા જે સૂચન કરાયું છે તે દિ. સર્વનન્દિ (ઈ. સ. ૪૮૫) પછી અને દિ. વીરસેન (ઈ. સ.
૧. આ વૃત્તિ ૨૧મી દ્ધાત્રિશિકા તેમ જ એ બંનેના ગુજરાતી અનુવાદ સહિત ‘‘વર્ધમાનદ્વાત્રિંશિકા’” એ નામથી ‘‘જૈ.ધ.પ્ર.સ.’' તરફથી ઈ. સ. ૧૯૦૩માં છપાવાઈ છે.
૨-૩. વિજયલાવણ્યસૂરિજ્ઞાનમંદિર બોટાદથી આ છપાયેલી છે. [સિદ્ધસેનશતક બત્રીસીમાંથી ચૂંટેલા ૧૦૦ શ્લોકો ગુજ. અનુ. મુનિ ભુવનચન્દ્ર વિ. પ્ર. જૈ. સા. અ. ગાંધીનગર]
૪. આ ‘જૈ. સ. પ્ર.” (વ. ૧૮, અં. ૧)માં છપાયો છે. ૫. કાવ્યમાલા અને દે. લા. જૈ. પુ. સં. તરફથી આ પ્રકાશિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org