________________
P ૨૯૨
૧૮૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ - ત્રીજી દ્વાર્નાિશિકાનું આઠમું પદ્ય આપી એમાં શ્વેતાશ્વતર ઉપનિષમાંના ભિન્ન ભિન્ન કારણવાદોના સમન્વય દ્વારા વીરનું લોકોત્તરત્વ સૂચવાયું છે એમ એમણે કહ્યું છે.
ચોથી દ્વાર્નાિશિકાનું ત્રીજું પદ્ય આપી એ ઇન્દ્ર અને સૂર્યથી વીરનું લોકોત્તરત્વ દર્શાવે છે એમ એમણે કહ્યું છે. વળી આનું સાતમું પદ્ય આપી વ્યતિરેક દ્વારા સ્તુતિ કરાયાનો નમૂનો રજૂ કરાયો છે એવો એમણે ઉલ્લેખ કર્યો છે. એના પંદરમાં પદ્યમાં સરિતા અને સમુદ્રની ઉપમા દ્વારા પ્રભુમાં સર્વ દૃષ્ટિઓના અસ્તિત્વનું કથન કરાયું છે તે અનેકાંતવાદની જડ છે એમ અહીં કહ્યું છે. ૨૬મું પદ્ય આપી વિભાવના અને વિશેષોક્તિ દ્વારા આત્મા સબંધી જૈન વક્તવ્ય રજૂ કરાયું છે એમ કહ્યું છે.
છઠ્ઠી દ્વાચિંશિકાના શ્લો. ૩-૮ અને ૨૮ રજૂ કરી એનો ભાવાનુવાદ અપાયો છે. આઠમી દ્વાર્નાિશિકાના શ્લો. ૧ અને ૭ ઉદ્ધત કરી એનો ભાવ સમજાવાયો છે.
નવમી દ્રાવિંશિકા સંપૂર્ણતયા અપાઈ છે. એ ગૂઢ અને ગંભીર અર્થથી પરિપૂર્ણ છે. એમાં મુખ્યતયા સાંખ્યયોગના તત્ત્વજ્ઞાનનો ઉપયોગ કરી બ્રહ્મ યાને ઔપનિષદ પુરુષનું વર્ણન છે. આ દ્વા×િશિકાની રચનામાં “પાશુપત” સંપ્રદાયના અનુસરણરૂપ શ્વેતાશ્વતરં ઉપનિષદનો તેમ જ પૌરાણિક ત્રિમૂર્તિવાદનો પણ પ્રભાવ જોવાય છે. પ્રથમ છપાયેલી આ કાત્રિશિકામાં અશુદ્ધ પાઠો છે. એમ માની પોતાની બુદ્ધિ અનુસાર એને સુધારી અને મૂળ પાઠોને ટિપ્પણમાં સ્થાન આપી સમગ્ર કાર્નાિશિકા 'હિંદી વિવેચન સહિત પં. સુખલાલે ઉપસ્થિત કરી છે.
અગિયારમી દ્વાર્નાિશિકા વિષે એમણે કહ્યું છે કે કોઈ પરાક્રમી અને વિજેતા નૃપતિના ગુણોની સમગ્ર સ્તુતિરૂપ આ કાર્નાિશિકા લોકોત્તર કવિત્વપૂર્ણ છે. આમ કથન કરી એમણે ઉદાહરણાર્થે આનું ત્રીજું પદ્ય ઉદ્ધત કર્યું છે.
ઉપર્યુક્ત લેખ દ્વારા ૫. સુખલાલે સિદ્ધસેન દિવાકરનો આદ્ય જૈન તાર્કિક, આદ્ય જૈન કવિ અને આદ્ય જૈન સ્તુતિકાર, આદ્ય જૈન વાદી, આદ્ય જૈન દાર્શનિક અને આદ્ય સર્વદર્શનસંગ્રાહક તરીકે ૧. આ ધાર્નાિશિકા એ માલવિકાગ્નિમિત્રના નિમ્નલિખિત પદ્યના ભાષ્યની ગરજ સારે છે :
"पुराणमित्येव न साध सर्वं न चापि काव्यं नवमित्यवद्यम ।
सन्तः परीक्ष्यान्यतरद् भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः ॥" ૨. આને અંગે પં. સુખલાલે કહ્યું છે કે આ જ બત્રીસીમાં પ્રાચીન સર્વે ઉપનિષદો અને ગીતાનો સાર વૈદિક
અને ઔપનિષદ ભાષામાં જ શાબ્દિક અને આર્થિક અલંકારથી યુક્ત ચમત્કારકારિણી સરણીમાં રજૂ કરાયો
છે. આવું કાર્ય કોઈ બીજા એકલાએ કર્યું હોય એમ જાણમાં નથી. ૩. આમાં જે પદ્યો આપ્યાં છે તે મુદ્રિત ધાત્રિશિકાઓમાંથી લીધાં હોય એમ લાગે છે કેમકે અન્ય કોઈ આધાર
તરીકે કોઈ હાથપોથીનો નિર્દેશ નથી. ૪. “પ્રેમી-અભિનંદન ગ્રંથ” (પૃ. ૩૮૪-૪૧૦)માં છપાયેલા આ વિવેચનમાં મુદ્રણદોષો જોવાય છે. દા. ત. જુઓ ગ્લો. ૩, ૧૦ના વિવેચનમાં, પૃ. ૪૦૫માં મનને બદલે “મુખ'. આ નવમી દ્વાર્નિંશિકા આ પૂર્વે પં. સુખલાલના ગુજરાતી અર્થ (શ્લોકાર્થ) અને ભાવાર્થ સહિત “ભારતીય વિદ્યાભવન” તરફથી ઈ. સ. ૧૯૪પમાં પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરાઈ છે.
P. ૨૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org