________________
P ૨૮૫
૧૭૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ રાજાધિપો, (૪) રાજસંનિવેશો, (૫) ગોષ્ઠિકો, (૩) પૌરપુષ્યો, (૭) પૌરજનો અને (૮) બ્રહ્મલોકને શાંતિ થાઓ એમ કહ્યું છે.
દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકા- ભદ્રેશ્વરકૃત કહાવલી પ્રમાણે સિદ્ધસેન દિવાકરે બત્રીસીઓ દ્વારા સ્તુતિ શરૂ કરી અને અનુક્રમે ૩૨મી બત્રીસી પૂર્ણ થતાં પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટી. આમ આ તમામ બત્રીસીઓના પ્રણેતા તાર્કિકશિરોમણિ સિદ્ધસેન દિવાકર છે. પરંતુ આજે એ બત્રીસે દ્વાત્રિંશિકા (બત્રીસીઓ) મળતી નથી. ન્યાયાવતાર પણ પ્રસ્તુત દ્વાત્રિંશિકા છે એમ માનતાં બાવીસ દ્વાત્રિંશિકા ઉપલબ્ધ થઈ છે એમ કહેવાય. ન્યાયાવતાર એ કંઈ સ્તુતિ નથી એટલે ૨૧ દ્વાત્રિંશિકાનો જ અહીં વિચાર કરવાનો રહે છે.
પરિચય– સિદ્ધસેન દિવાકર વૃદ્ધવાદીના શિષ્ય થાય છે અને એઓ મહત્તર જિનદાસગણિ કરતાં દોઢેક સૈકા જેટલા તો પૂર્વે થયા છે. એમનો સમય જૈન પરંપરા પ્રમાણે વિક્રમની પ્રથમ શતાબ્દી છે જ્યારે કેટલાક આધુનિક વિદ્વાનોને મતે એ વિક્રમની છઠ્ઠી શતાબ્દી છે. પ્ર. ચ. (શૃંગ ૮, શ્લો. ૩૫-૩૭) પ્રમાણે ઉપર્યુક્ત વૃદ્ધવાદી તે ‘માથુરી’ વાચનાના સંચાલક આર્ય સ્કેન્દિલના શિષ્ય થાય છે. એ આર્ય સ્કન્દિલનો સમય વી૨સંવત્ ૮૨૭ થી ૮૪૦ (વિ. સં. ૩૫૭ થી ૩૭૦)નો ગણાય છે. તો એ હિસાબે સિદ્ધસેન દિવાકરનો સમય વિક્રમની ચોથી સદીનો અન્તિમ ભાગ ગણાય. કોઈક કારણસ૨ એઓ (સિદ્ધસેન) ‘પારંચિક' પ્રાયશ્ચિતના ભાગી બન્યા હતા. એમણે રચેલી મનાતી કૃતિઓની નોંધ હું નીચે મુજબ લઉં છું :
૧. વિશેષ માટે જુઓ ખંડ ૨, ઉપખંડ ૧, પ્રકરણ ૪૫, પૃ. ૨૭૮ અને ૨૭૯.
૨. આ પૈકી ૨૧ દ્વાત્રિંશિકાઓ ન્યાયાવતાર તેમ જ સમ્મઈપયરણ સહિત જૈ. ધ. પ્ર. સ.’’ તરફથી ‘“શ્રી સિદ્ધસેનદિવાકરકૃતગ્રંથમાલા''માં ઈ. સ. ૧૯૦૯માં પ્રકાશિત કરાઈ છે. એને જ સામે રાખીને શ્રીવિજયલાવણ્યસૂરિએ પહેલી ચાર દ્વાત્રિંશિકાઓ અંગે કિરણાવલી નામની વિવૃત્તિ રચી છે. એ મૂળ તેમ જ મૂળના પં. સુશીલવિજયગણિએ કરેલા ગુજરાતી ભાવાર્થ સહિત ‘‘શ્રીવિજય લાવણ્યસૂરીશ્વર-જ્ઞાનમંદિર’ તરફથી બોટાદથી અનુક્રમે વિ. સં. ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૧, અને ૨૦૧૨માં પ્રકાશિત થઈ છે. બીજી દ્વાત્રિંશિકાના પ્રારંભમાં પહેલી બંને દ્વાત્રિંશિકાઓનાં પદ્યોની અકારાદિ અનુક્રમણિકા પૃથક્ પૃથક્ અપાઈ છે. ત્રીજી અને ચોથી દ્વાત્રિંશિકાના પદ્યોની અનુક્રમણિકા તો તે તે દ્વાત્રિંશિકાના અંતમાં અપાઈ છે. [‘ધ્રાંત્રિંશદ્ દ્વાંત્રિશિકા’ આ નામે આ. લાવણ્યસૂરિજીની કિરણાવલી ટીકા સાથે ૨૧ બત્રીસીઓ ‘લા. સૂ. જ્ઞાનમંદિર' બોટાદથી પ્રસિદ્ધ થયેલ છે.]
૩. એમની જીવનરેખા પાંચ પ્રાચીન પ્રબંધોને આધારે સન્મતિ-પ્રકરણની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૪૪૬૦)માં આલેખાઈ છે.
૪. આ ગણિએ નિસીહવિસેસચુર્ણિમાં સિદ્ધસેનનો અને એમની કૃતિ નામે સમ્મઈપયરણનો ઉલ્લેખ
કર્યો છે.
૫. જુઓ પ્ર. ચ. ને અંગેનું “પ્રબન્ધપર્યાલોચન' (પૃ. ૪૮).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org